પહાડ અને નદી – જયંત પાઠક

પ્રકૃતિના કવિ શ્રી જયંત પાઠકને ૨૦ ઓક્ટોબર – એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.. સાથે માણો એમની કુદરતની નજીક લઇ જતી આ ગઝલ…


(Upper Yosemite Falls, Yosemite National Park, CA – April 09)

* * * * *

ઉપરથી ભીંજાયો અને ભીતરથી પીગળ્યો
પથ્થરનો પ્હાડ એમ નદી થઇને નીકળ્યો

તરવું ને તણાવુંના હવે ભેદ કયાં રહ્યાં:
ખુદ વ્હેણમાં જ વ્હેણ થઈ આપુડો ભળ્યો !

રેતીમાં રમો કે રમો જલના તરંગમાં
બે તટ વચાળ છો હજી, દરિયો નથી મળ્યો

મળશે જ એ તને જરૂર- શી રીતે કહું?
કયારેક નદીનેય સમુંદર નથી મળ્યો

તપમાં ખડો રહું કે વહું એની શોધમાં‍
ઉભેલ એક પ્હાડ વિમાસે બળ્યોઝળ્યો

મારી તરસ પીને નદી છલકાઈ છલોછલ
કોઈ વિરહનો શાપ યે આવો નથી ફળ્યો!

– જયંત પાઠક

(આભાર : પ્રભાતના પુષ્પો)

4 replies on “પહાડ અને નદી – જયંત પાઠક”

  1. ‘પથ્થરનો પ્હાડ એમ નદી થઇને નીકળ્યો’, ફોટો પણ સરસ અને કાવ્યને અનુરૂપ મુક્યો છે….

    કવિ જયંત પાઠકને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલી. સરસ કવિતા છે.

Leave a Reply to BB Cancel reply

Your email address will not be published. Required fields are marked *