મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે

સ્વર : દિવાળીબેન ભીલ

.

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો…..

મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

——————–

ફરમાઇશ કરનાર મિત્રો – S.Vyas, ટીના.

32 replies on “મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે”

  1. આ પ્રત માં એક સુધારો જરૂરી છે , ક્યાં બોલે નહિ પણ કા બોલે?

  2. જયશ્રી બેન ને વિનંતી કે તમારો અભિપ્રાય આપશો.

    …. મોર કયાં બોલે કરતા કાં ( કેમ ) બોલે એમ હોઈ શકે એવું મને લાગે છે. કારણ કે મોર ટોડલે બેઠો છે એ તો જાણ છે જ.
    કાઠિયાવાડ મા કાં નો ઉપયોગ સામાન્ય છે. કોઈક ના આવવાની રાહ જોવાતી હોય અને મોર ને અણસાર આવ્યો હોય કે વ્હાલો આવે છે અને ટહુકો કરતો હોય.

  3. નાની હતી ત્યારથી જ દિવાળીબેનની ચાહક છું.તેમને ટીવી પર ગાતાં જોવા એ એક લહાવો હું ગણતી હતી.આજે પણ તેમનું માર્‍એ ટોડલે બેઠો રે મોર—અને પાપ તારૂં પ્રકાશ——ખૂબ જ પ્રિય છે.મારા હ્રદયમાં લોકગીત અને ભજનમાં આજદિન સુધી દિવાળીબેન સિવાય કોઇને પણ સ્થાન આપી શકું તેમ નથી.આજે પણ તેમનો કંઠ સાંભળવા આતુર હોઉં છું.ભગવાન એમને ખૂબ જ સામર્થ્ય આપે એજ દિલની ખેવના છે.
    શ્વેતા

  4. aa adbhut geet vishe me riti namna samyikma lekh lakhyo 6. bhavkone vinanti k a eno arth emathi pame aabhar

  5. મારે દિવાલેીબેન નુ ગેીત મધરાતે દરિયો ….મને શબ્દો યાદ નથેી અવતા હ નાનો હતો ત્યારે સામભણ્તો હતો ૩૦ થેી ૪૦ વરસ પહેલા. ઘણુ ગોત્યુ પણ ન મલયુ.આજે ટહુકઓ મલતા આનન્દ થયઓ અને ઘણા ગેીતો મણયા.ઈફ યુ કેન ઇન્ફામ મેી બાઈ ઈમલ

  6. પ્રભાતિયોઉન ‘ રિ સખિ મુને વ્હાલો રે સુન્દર શ્યમ્લો ર શિ કહુ બાલપના નિ વાત ” જે વર્સો પહેલા સવારે રેદિઆ પર આવ્તુ હતુ તે શામભલ્વા નિ ઇચ્હા ચ્હે.

  7. જયશ્રીબેન,

    ‘દૂધે ભરેલી તલાવડીને મોતીયે બાંધી પાળરે ઝુલણ ઝુલવા ગ્યાતાં’ એ ગીત સંભળાવશો?

    આભાર,

    ભારતી પાઠક

  8. I have not heard Diwaliben for long time. Her voice birngs memory of 50’s. Love to hear her all the time. Great job of bringing her and others on the site.

  9. દિવાળીબેન ભીલનો અવાજ એત્લે લોક્ગેીત નિ યાદો અને સમ્ભરના.

    ંઅરે તોદ્લે બેથો ન સ્વરથિ હ્રદય ભિનુ થિ ગયુ.

    આ સામ્ભરના અહિ કોરિયા મલિયા એત્લે બહુજ આનદ થયો.

  10. ગુજરાતી હોવાનો ગર્વ છે. શ્રી દિવાળીબ્હેન ભીલ ના સ્વરમાં આ લોકગીત સાંભળી ખૂબ જ આનંદ આવ્યો. દિવાળીબ્હેને આ સિવાયના પણ ઘણાં જ લોકગીતો ગાયા છે. તેમના ગીતોમાં આપણી લોક સંસ્કૃતિના દર્શન થાય છે.

  11. Very good……site… i liked it very much… but i have some suggestion… like make this keyboard little bit bigger…. i can’t read properly i try to write it in gujarati but becuase of text size i can’t pls. do this…… but sure i appreciate this site……. and site makers do more like this…. keep going ON………… Best of Luck

    • કાં લોકબોલી છે, ક્યાં શિષ્ટબોલીમાં બંનેનો અર્થ સરખો જ છે.

      ક્યાં તમે મને અહીં બોલાવ્યો, યાર? (શું કામ, કેમ)
      ક્યાં બોલાવ્યો છે તમે મને? ઘરે? (સ્થળવાચક)
      આ બને વાક્યમાં કાં બોલી શકાય, લખાય શિષ્ટભાષા.

      બીજું, આ લોકગીતમાં માં ક્યાં જ બોલે છે. ઉપર બે ઉપરાંત ક્યાં ત્રીજી રીતે પણ વપરાય છે.
      આટલું બધું છે પણ તમે ક્યાં ખાઓ છો? (નથી ખાતા, નકારોદ્ગાર છે.)
      મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે? (મતલબ નથી બોલતો)
      આ લોકગીતની નાયિકા યુવાન છે અને પતિ મૃત્યુ પામ્યો છે… એનો અર્થ એ રીતે સમજો તો કચ્છનું આ મરાશિયું સમજાશે. તુષારભાઈ ભાષાશાસ્ત્રી નથી. દિવાલીબેન ભીલ, હેમુ ગઢવી, ભીખુદાન ગઢવી અભ્યાસ જરીને સાચું ગાતાં. અત્યારે એવી તકેદારી અને ચીવટ કોની પાસે છે? એ લોકોને પદ્મશ્રી એમ જ નથી મળ્યો, વ્હાલા.

  12. ખુબ જ સરસ ગીત. શબ્દો માટે થોડું ધ્યાન દોરવા માગુ છુ.
    એક program માં તુષારભાઈ શુક્લએ ધ્યાન દોયુ હતુ એટલે થયુ કે અહિં share કરુ. “મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે” ના સાચા શબ્દો “મારે ટોડલે બેઠો રે, મોર કાં બોલે”.

    • કાં લોકબોલી છે, ક્યાં શિષ્ટબોલીમાં બંનેનો અર્થ સરખો જ છે.

      ક્યાં તમે મને અહીં બોલાવ્યો, યાર? (શું કામ, કેમ)
      ક્યાં બોલાવ્યો છે તમે મને? ઘરે? (સ્થળવાચક)
      આ બને વાક્યમાં કાં બોલી શકાય, લખાય શિષ્ટભાષા.

      બીજું, આ લોકગીતમાં માં ક્યાં જ બોલે છે. ઉપર બે ઉપરાંત ક્યાં ત્રીજી રીતે પણ વપરાય છે.
      આટલું બધું છે પણ તમે ક્યાં ખાઓ છો? (નથી ખાતા, નકારોદ્ગાર છે.)
      મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે? (મતલબ નથી બોલતો)
      આ લોકગીતની નાયિકા યુવાન છે અને પતિ મૃત્યુ પામ્યો છે… એનો અર્થ એ રીતે સમજો તો કચ્છનું આ મરાશિયું સમજાશે. તુષારભાઈ ભાષાશાસ્ત્રી નથી. દિવાલીબેન ભીલ, હેમુ ગઢવી, ભીખુદાન ગઢવી અભ્યાસ જરીને સાચું ગાતાં. અત્યારે એવી તકેદારી અને ચીવટ કોની પાસે છે? એ લોકોને પદ્મશ્રી એમ જ નથી મળ્યો, વ્હાલા.

  13. મારે મારે કવિ રામાનુજનુ “અંદર તો એવુ અજ્વાળુ અજ્વાળુ ”
    સાભળવુ છએ…….

  14. great boss, right now i m not in india for some time and its a gr8 feeling to hear our original folk songs sung by diwaliben bheel. gr8 job done boss keeep it up.

  15. Aa geet sambhadi ne khub maja aavi.The picture of the peacock is also very beautiful.Really its a very nice song.I liked it very much.Thank you Jayshree auntie for keeping such a beautiful song on tahuko.

Leave a Reply to rajesh vankar Cancel reply

Your email address will not be published. Required fields are marked *