અલબેલો રે… છોગાવાળો તે છેલછબીલો રે…

કવિ : ??
સ્વર : શુભાંગી શાહ
સંગીત : ??

(ધેનુ ચરાવે ક્હાનો…. )

* * * * * * *

.

અલબેલો રે, અલબેલો રે…
છોગાવાળો તે છેલછબીલો રે…

મોરમુગુટ માથે, તિલક ભાલે શોભે
પીળા પિતાંબરવાળો રે,
છોગાવાળો તે છેલછબીલો રે…
અલબેલો રે…

ધેનુ ચરાવે ક્હાનો, રાસ રચાવે ક્હાનો,
ગોકુળ કીધું ઘેલું રે,
છોગાવાળો તે છેલછબીલો રે…
અલબેલો રે…

શામળા તેં તો મારા, દલડાં ચોરી લીધા
વૃંદાવન કીધું ઘેલું રે,
છોગાવાળો તે છેલછબીલો રે…
અલબેલો રે…

રોકે મારગ ક્હાનો, ફોડે ગાગર ક્હાનો,
નટખટ એ નખરાળો રે,
છોગાવાળો તે છેલછબીલો રે…
અલબેલો રે…

13 replies on “અલબેલો રે… છોગાવાળો તે છેલછબીલો રે…”

  1. Can someone please describe this song in English for me. I don’t need translation but few sentences that describes what this song is about or true meaning of the song.

    Thx

  2. જાણે અજાણે ડોલી ઉઠીએ તેવું મીઠું મધુરું લાગ્યું.

  3. Shree Jayshreeben,
    I am very happy that ‘TAHUKO’ is functioning again.
    Hope hakers’ will do no harm now to this popular site.
    Thanks.
    Bansilal Dhruva.

  4. dear friends,
    if you want this song you can get from ahmedabad chinmaya mission CD available-name-KRISHNAM VANDE

    sunita shah

  5. ખુબ સરસ ગીત. મારે આ ગીત ડાઉનલોડ કરવુ છે અને આની જેવા બીજા ગીતો પણ ડાઉનલોડ કરવા છે.

  6. ખુબ સરસ ગીત શબ્દો ઠીક પણ સંગીત અને સ્વર ખૂબ જમાવટ વાળા.

Leave a Reply to Mahesh Cancel reply

Your email address will not be published. Required fields are marked *