જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. – દામોદર ખુશાલદાસ બોટાદકર

ચાર વર્ષ પહેલાના Mother’s Day પર આપને સંભળાવેલું, અને ત્યારથી ટહુકો પર ગૂંજતું આ ગીત… આજે માધ્વી મહેતાના સ્વરમાં ફરી એકવાર…! આમ તો મમ્મી કેટલી વ્હાલી છે એ કહેવા માટે Mother’s Dayની રાહ ન જોવાની હોય – તો યે.. આજે એકવાર ફરી કહી દઉં.. – I love you, Mummy 🙂

આપ સૌને Happy Mother’s Day..!

સ્વર : માધ્વી મહેતા

******

Posted on: May 12, 2007

આ દુનિયામાં જો કોઇ જબરજસ્ત transformation થતું હશે તો એ એ કે કન્યા જ્યારે મા બને છે. એનું શરીર, મન, બોલવું-ચાલવું, વ્યવહાર, જીવન આખું બદલાઈ જાય છે…ફક્ત એના દેવના દીધેલને માટે. અને આ transformation એવું કે જીવનપર્યંત એ મા જ રહે છે. ૯ મહિનાની પ્રસૂતિની વેદના, નવજાત શિશુનો ઉછેર અને એમ કરતાં કરતાં આખી દુનિયાથી અલિપ્ત થઈ જવું, આવા કેટલાય તબક્કાઓમાંથી પસાર થાય છે, ફક્ત એના બાળકના વિકાસ માટે! આવી આ મા જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી સંસ્ક્રુતિ જીવતી છે! અને એ માતાનું ભારતીય વિચારધારાએ વૈશ્વિકરણ એ રીતે કર્યું છે કે આપણે ગાય, નદી, પ્રુથ્વી, દેશ (ભારતમાતા), અરે ભગવાન સુધ્ધાંને માતા કહીએ છીએ. અહીં અમેરિકામાં આજનો દિવસ મધર્સ ડે છે, જ્યારે ત્યાં ભારતમાં હર દિવસની સવાર બાળકો માતાને માત્રુદેવો ભવ કહીને રોજેરોજ માત્રુદિન ઊજવે છે….ત્યારે એ નિમિત્તે આજે આપણે આપણી માતાને કહીએ કે “જનનીની જોડ સખી નહી મળે રે લોલ”.

પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે આ મધુરુ ગીત શરૂ થાય તે પહેલા કવિ સુરેન ઠક્કર ‘મેહુલ’ એ કરેલી વાતો, એક-બે કાલ્પનિક પ્રસંગોની રજુઆત….. ખરેખર આંખો ભીની કરી જાય છે.

.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

(આભાર : ફોર એસ.વી. )
———————————

ફરમાઇશ કરનાર મિત્રો : ઊર્મિ , હિરલ, રમિત, આરિફ

118 replies on “જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. – દામોદર ખુશાલદાસ બોટાદકર”

  1. કેવત ચે કે માઆએ મા બિજા બધા વગ્દા ના વા મા ના ચરનો મા સાર્વ્ગ વસેલુ મા નિ તુલ્ના મા કોઇ પન દિવસ પોતના દિક્રરા મા તે ખરબ નથિ બોલ્તિ

  2. ZINDGI NI HAR PAL MA PARAMSHANTI AAPE AAVU SARVOTTAM GIT ANE TE PAN PURSOTAM NA MUKHE THI NO WORDS, NOSENTENCE, MANILALMMAROO

  3. wow wat a poem it is:)
    a nice poem to refer for any one who does leave his/her mother/father in oldage home.
    shame on them who do this act.
    they r aginst humanity.
    i consider them as a non-human.

  4. જન્નિ નિ જોદ ક્યથિ જદે. દુનિત ના કોય્પન કુને થિ જનનિ નિ જોદ ન જદે અને નજ જદે, ભલે ઇસ્વર ન દર્બર મ સોધો, પન જનનિ નિ જોદ નજ જદ્શે.

  5. ખરેખર ધન્ય હો કવિ બોટાદકર ને કે જેને માતા વિસેનુ આટ્લુ સરસ કાવ્ય લખ્યુ,,,,,,,,

    આભર.
    રજનિ પટેલ.

  6. પલેઅસે કોઇ મને અ મ નુ ગયન્ એન્ગ્લિશ મ અપ્સો ઓ તમરિ ખુબ મેહેર્બમિ.મને ગુગરતિ વતઅ નથિ અવ્દ્તુ

  7. કોઇ પન સ્વર્થ ન હોય તેવો એક જ પ્રેમ-જે માતા પોતન બલક્ને કરે ચે તે….

  8. ચળતી ચઁદાની દીસે ચાઁદની રે લોલ્;
    માડીનો એ મેઘ બારે માસ જો !
    જનનીની જોડ સખી નહીઁ જડે રે લોલ ..
    ગઁગાનાઁ નીર તો વધે ઘટે રે લોલ્;
    સરખો એ પ્રેમ નો પ્રવાહ જો !જનનીની જોડ સખી…
    પઁક્તિઓ યાદ આવી તેમ લખી.ભૂલચૂક ક્ષમા !
    જગતની સર્વે માતાઓને સાદર પ્રણામ !

  9. લાગે છે કે કવિ બોટાદકર પોતાની સર્વ શ્રેષ્ઠ રચના તેમની માં ને લક્ષ માં રાખી ને લખી છે.અને તમામ ને એમ લાગે જાણે પોતાની માં માટે જ લખાઇ છે.મને બચપણ થી આ ગીત ગમે છે.ખુબ ખુબ સુંદર ગીત જેને વર્ણવવા માટે કોઈ શબ્દો નથી.

  10. આ કવિતા સાંભળ્યા પછી મને એવુ લગ્યુ કે હુ , મારિ મા નિ સાથે જય ને ભેટિ પડિયો……

  11. જયશ્રીબેન,

    આ કવિતા સાંભળ્યા પછી આંખમાં આંસુ આવી ગયા. ઘણા સમય પછી આ કવિતા સાંભળવા મળી. અને મા સાથે સંકળાયેલી ઘણી યાદ આવી ગઈ. આપનો ખુબ ખુબ આભાર.

    જયલેશ મોદી
    ડાર્વિન
    ઓસ્ટેલિયા.

  12. શ્રિ બોટાદકર્ નુ આ ગિત મે ૪થિ ગુજરાતિ ના અભ્યાસ વખતે મોઢે યાદ કરેલુ આજે હુ ૭૫ વરસનો છુ પણ આ ગિત આજે પણ યાદ છે.કવિશ્રિ નિ આ એક અમ્મર રચ્ના છે. આવુજ એક બિજુ ગિત પણ મને યાદ આવેછે.એ હ્તુઃ- હ્તો હુ સુતો પાર્ણે પુત્ર નાનો રડુછેકતો રાખ્તો કોણ છાનો મહાહેત વાળિ દયાળિજ માતુ. માતાના પ્રેમ ઉપ્રર બિજા પણ કેટ્લાક ગિતો ગુજરતિ ભાશામા છે આવા ગિતો માત્રુ પ્રેમથિ દિલ ડોલાવિદે છે.મોટિ ઉમરે પણ ભુલિ શકાતા નથિ.કેટલોય સમય વિતિ જાય તો પણ આવા ભાવ ભાવ ભરયા કાવ્યો ભુલિ સકાતા નથિ.માતાનો પ્રેમ ભુલિ સકાતો નથિ શ્રિ બોટાદકને ભાવ ભરિ શ્ર્ધાજ્લિ.

  13. આ દુનિયા નુ અસ્તિત્વ મા થકિ બનેલુ ચે અને મા ચે ત્યા સુધિ આ ઇશ્વર અન્ને ધરતિ નુ આસ્તિત્યવ રહેશે.manilal.m.maroo. marooastro@gmail.com

  14. i love my mother mush more than god or all other thinhs.nothing is valueable mush more than my mother for me

    nid apini bhulakar sulaya hamko
    ashu apne girakar hasaya hamko
    dard na dena bhagvan us tashvir ko
    jamana kehta he ma–baap jishko

Leave a Reply to Rajni Cancel reply

Your email address will not be published. Required fields are marked *