રોયા હશે ઘનશ્યામ – કિસન સોસા

કિસન સોસાનું આ રાધા-કૃષ્ણ ગીત છેલ્લા ઘણા વખતથી શોધતી હતી.. શરૂઆતમાં તો કવિનું નામ પણ ખબર નો’તી..! પણ મને ખાત્રી હતી કે કોઇક દિવસ તો મળશે જ. આજે બીજું એક ગીતના શબ્દો શોધવા એક પુસ્તક ખોલ્યું અને આ ગીત મળી ગયું. આશા છે કે મને ગમી ગયેલું આ ગીત તમને પણ ગમશે. આ ગીત સ્વરબધ્ધ થયું છે ખરું? તમે જો કશે સાંભળ્યું હોય અને ગાયક-સંગીતકાર વિષે વધુ માહિતી હોય તો મને જણાવી શકશો?

રાધાની છાતી પર ઝૂકીને કોક વાર રોયા હશે ઘનશ્યામ
હિમાળા ઢાળેથી ઢળ્યું હશે પછી શ્યામળી જમનાનું નામ.

રાધાના સ્કંધ પર ઢાળીને શીશ ક્હાન ટહુક્યા હશે એવું વેણ
ઓઢણીને દાંતમાં દાબીને રાધાને ઢાળી દીધા હશે નેણ

સૌરભના મધપુડા બંધાયા હશે પછી વૃંદાવને ફૂલફૂલમાં
કેસૂડાં પથપથ કોળ્યા હશે, હશે ગુલમોર ખીલ્યાં ગોકુળમાં

રાધાને કાંઠડે બેસીને ક્હાનજી એ પીધાં હશે મીઠા વાધૂ
લીલાછમ ઘૂંટડા ન્યાળીને મોર મોર બોલ્યા હશે સાધુ, સાધુ

ક્હાનજીની છાતીએ ઘોળાયુ હશે પછી રાધાનું કેસરિયું નામ
રાધાનાં રોમ રોમ ફૂટ્યાં હશે, હશે ઢોળાયું બ્રહ્માંડનું ગામ.

– કિસન સોસા

26 replies on “રોયા હશે ઘનશ્યામ – કિસન સોસા”

 1. M.D.Gandhi, U.S.A. says:

  “ક્હાનજીની છાતીએ ઘોળાયુ હશે પછી રાધાનું કેસરિયું નામ
  રાધાનાં રોમ રોમ ફૂટ્યાં હશે, હશે ઢોળાયું બ્રહ્માંડનું ગામ”

  સરસ ગીત છે.

 2. સરસ,
  સવાર સુધરી ગઇ.
  રાધા ની છાતી પર ઝુકી ને રોયા હશે ઘનશ્યામ,
  સરસ કલ્પના છે.

 3. bunty says:

  Hmm I like ths poem vry mch…This is 1 of da most favorite poen that is based on radha-kishan ….

  Similar type of poem based on radha-kishan

  aa nabh jukyu te kanji ne chandni te radha ..(jayent pathak)

 4. Paresh Vohra says:

  This song was sung by Aasha Bhosle for TRANG GARBA GROUP before at least 15 years.If I am not mistaken it was composed by Kiran Samapat.

 5. વાહ વાહ જયશ્રીબેન ખુબ સરસ ગીત ….કિસન સોસાના બીજા ગીતો પણ મુકો…

 6. sima shah says:

  ખરેખર સુંદર ગીત…………..

  સીમા

 7. વાહ… અનૂઠી અને મજાની.. મનભર માણવી ગમે એવી ગઝલ..

 8. Rajesh Vyas says:

  Hi Jayshree !!!!

  Thanx for the update…

  ” Roya Hashe Ghanshyam ” outstanding one which my
  father use to sing. Came to know from my mother … Unfortunately he is no more… Wish you send me tone which i can hear and cherish..

  Warm Regards
  RAJESH VYAS (CHENNAI)

 9. P A Mevada says:

  Excellent poem of Lord Krishna’s emotions. I am a strong devotee of Lord Krishna. Following poem may be liked by you all;

  Shu jano premni reet, Odhaji tame su jano premni reet,
  Gokulni galione vraj ni kunj Jane,
  Jane chhe jamna na nir.. Odhaji tame…

  Nand Jashoda ne Gopio ne Gp Jane,
  Bansharini dhun Jane Radhani Preet Jane,
  Jane Kubjanu Sharir……Odhaji tame..

  Narsinihundi Jane Miranu Vish Jane,
  Bhakta bodano ne Tulsi na paan jane’
  Jane chhe draupadi na chir….)dhaji tame…

  Parth Sudama ne Baldev Vir Jane,
  ” SAAJ” kahe Shyam maro premni reet jane,
  Jane nahi jeev te kathir…. Odhaji tame.

  Dr P A Mevada. -“SAAJ”

 10. P A Mevada says:

  please correct Gp to Gop
  Dr P A Mevada, “Saaj”

 11. સરસ ગીત. આ ગીત સ્વરબધ્ધ થાય તો ખરેખર સોનામાં સુગંધ ભળે

 12. Priyjan says:

  વાહ જયશ્રી મજા આવી ગઈ……..

  માર ઘણા વખતની ફર્માઈશ પૂરી કરી…….

  ખૂબ જ સુંદર ગીત છે.

  વિશ્વ રૂપ ધારણ કરનાર ઘન્શ્યામ પણ રાધાની છાતી પર માથુ ઢાળી દે, કેટ્લી સુંદર વાત્

 13. kanubhai says:

  AA Nabh Jukyu te Kanji -poetry is written by Shri Priykant Maniar and not by Jayant Pathak

 14. Maheshchandra Naik says:

  રાધા અને કિશન એટલે પ્રેમની અનોખિ અભિવ્યક્તિ, કવિશ્રી સોસાને અભિનદન અને આપનો આભાર…………

 15. mehul surti says:

  પુર્ષોત્તમ ઉપદ્ધ્યાય ના અવાજ અને સ્વરાન્કનમાં કદાચ આ ગેીત મળેી શકે.

 16. manvant patel says:

  વાહ બહેના !સરસ ગીત !

 17. shaunak pandya says:

  હિમાળા ઢાળેથી aava shabdo gavama ke camoas karavama aagharu pade. etale j kadach aa geet nu swarankan koie karyu nati baki geet khub sundar che.

 18. Tejas Shah says:

  સુંદર ગીત.

 19. bunty says:

  Hmm .sorry kanubhai ..There was my big mistake …
  “vagda no shwas” is by jayant pathak

 20. Dinesh Pandya says:

  સુરતના કવિ કિસન સોસાનું આ સુંદર ગીત મુંબઈમાં એક કાર્યક્રમ(બનતા સુધી કોપવુડ-સ્વરકાર સંમેલન – ૧૯૮૯)મા કિરણ સંપટના સ્વરાંકનમા (કલાવતી રાગ આધારીત્) હંસા દવેના કંઠે સાંભળેલું યાદ છે. કદાચ મારા કલેક્શનમા નીકળશે તો તમને જણાવીશ.

  દિનેશ પંડ્યા

 21. આ એક સરસ ગઝ્લ છે. મારી પાસે આ ગઝલ છે પણ ઓડિયો કેસેટ મા છે. હવે તો કેસેટ પ્લેયેર પણ નથી. જો તમને આ ગઝલ સાંભડવી જ હોય તો હૂ મારા અવાજ મા રેકોર્ડ કરી ને મોક્લવી સકીશ. મને મેઇલ કરો “joschetan@gmail.com”

  ચેતન જોષી
  9825306898.

 22. Pushpakant Talati says:

  આમ પણ મને ‘રાધા-ક્રિષ્ણ’ નાં કોઈ પણ ગીત હોય તે ગમે જ. કારણ માત્ર મને મળેલા મારા કુટુંબનાં સંસ્કાર તથા મારી પોતાની ધાર્મિક લાગણીઓ. મને મારા યુવા જીવનમાં પ્રેમમાં પણ રાધા/ક્રિષ્ણ એ જ મદદ કરી હતી અને આજે પણ તે મદદ અમારા દાંપત્ય જીવનમાં ચાલુ જ છે.

  બીજી કડી ની બીજી લીટીમાં – “ઓઢણીને દાંતમાં દાબીને રાધાને ઢાળી દીધા હશે નેણ” – ને બદલે મને લાગે છે કે – “ઓઢણીને દાંતમાં દાબીને રાધા(એ) ઢાળી દીધા હશે નેણ”- એમ હોવું યોગ્ય લાગશે.

  જો મારું કહેવું સાચું હોય તો ટાઈપની ભુલ સુધારવા વિનંતી.

  – પુષ્પકાન્ત તલાટી

 23. nishendu says:

  આશિત દેસઇ Just published an album with this song.

 24. Ankit Asher says:

  રોયા હશ ઘન્શ્યામ…The greatest singer Asha Bhosle has rendered her voice for this beautiful song long back.

  Request you all to check the below mentioned link to listen this beautiful composition in its original version.

  Seth Khimji Ramdas Kanya Vidyalay, Mandvi Kutch’s girls performed on this song at Muscat and both part of this outstanding cultural program has been uploaded on Youtube. Enjoy!

  https://www.youtube.com/watch?v=yUWvB4tUBb0

 25. Vishal Patel says:

  Roya Hashe Ghanshyam….

  https://youtu.be/T3CfMx9kQds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *