કાળજી..!! – એષા દાદાવાળા

જયારે
તમે
કોઈના ચહેરાને
તમારી બેઉ હથેળી વચ્ચે લઇ
એને હળવેકથી ચૂમીને
પછી કહો કે
“ચાહું છું તને, બહુ બહુ બહુ ચાહું છું તને..!”
ત્યારે
એના ગાલ પર ઉતરી આવતી લાલાશ
એની
આંખો સુધી ન પહોંચે
બસ એટલી કાળજી રાખજો પ્લીઝ…!

– એષા દાદાવાળા

15 replies on “કાળજી..!! – એષા દાદાવાળા”

  1. I think another of eshaa’s poem which talk abt the feeling of father after his daughter dies and he was relexed as god will take care and 13th day after the death he complains to god that you are no good relative…….

  2. Dear Jayshree,

    Esha Dadawala is a wonderful poet for sure. there is a poem by her where she talks about a young daughter who dies at an early age and the father is talking about his feelings.

    i have happened to read it once. i am dying to reread it. kindly upload the same. if by chance u dont have it, plz let me know i will find it from anywhere and mail it to u for the wonderful readers of Tahuko.

    Love
    Sejal

  3. જબરજસ્ત અભિવ્યક્તિ,ભાવાવેશમા શુ શુ બની જાય એની કાળજી દરેકે કર્વી રહી, એષાબેનને અભિનદન અને વિશેષ તો મારા સુરતના એટલે ગૌરવ પણ ખરુ……..

  4. જ્યા ચુમમ્વાની વાત કરી તો મુખડુ ફેર વી ીધુ,
    બળ જ્બરી થી ચુમી તો ધીમે થી મલકી લીધુ…
    In 1957-58 When I was student in Baroda
    college,I was inspired to write this imaging my beloved..The sense conveyed in
    Aisha Dadawala, isn’t converse to reaction
    of my oldone? RameshParmar,from Baroda.

  5. આ લઘુકાવ્ય એક ૧૦૦૦ ટી એન ટી ની તાકાત્ ધરાવે છે.એષા દાદાવાલાને અભિનંદન.સૌ બ્લોગ વાચકોને શુભદિવાળી….

  6. શું સુંદર નનકડું કાવ્ય છે. પણ એ હર્ષના આંસુ પણ હોઈ શકે જે આંખની લાલાશ બતાવે!

  7. લાગણીથી મઢ્યું કવન.સુંદર.

    શુભદીપાવલી.

    રમેશ પટેલ(આકાશદીપ)

  8. ખુબ સુન્દર અભિનન્દન . લાગણિઓ નિ અદભુત અભિવ્યક્તિ.

  9. સુંદર ચોટુકડું કાવ્ય…

    એષાની કવિતાઓમાં લાગણીની લવચિક્તા સાથે વાસ્તવની બલિષ્ઠતા પણ જોવા મળે છે…

  10. sister i like gujarati look geet and sugam sangeet and gujarati song. i first time see your site . i read your artical on gujarati magazin feelings and i see tahuko. i m happy and thanks

Leave a Reply to shankar gohel Cancel reply

Your email address will not be published. Required fields are marked *