મંદિર સાથે પરણી મીરાં – સુરેશ દલાલ

આજે ૧૧ ઓક્ટોબર – કવિ શ્રી સુરેશ દલાલનો જન્મદિવસ.. એમને આપણા સર્વે તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

! સાથે સાંભળીએ એમનું આ મીરાં-કાવ્ય – ઐશ્વર્યાના મધુરા અવાજ ને પુરુષોત્તમ ઉપાધ્યાયના મઝાના સંગીત સાથે. અને હા.. મને સાથે સાથે મુકેશ જોષીનું આ ગીત યાદ આવી ગયું – ખાસ તો ઐશ્વર્યાને લીધે.. જેટલીવાર એનું કોઇ પણ ગીત સાંભળું, મને એકવાર ફોટા સાથે અરજી ! સાંભળવાનું અચૂક મન થાય..!

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે

આધી રાતે દર્શન માટે આંખ ઝરુખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે

તુલસીની આ માળા પહેરી, મીરાં સદાયે સુખી રે
શ્યામ-શ્યામનો સૂરજ માથે, મીરાં સૂરજમુખી રે

કાળી રાતનો કંબળ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલકી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે

42 replies on “મંદિર સાથે પરણી મીરાં – સુરેશ દલાલ”

  1. આજે એકાદ વર્ષ વિતી ગયુ પરંતુ હજૂ સુધી મળ્યુ નથી. મેં Colors Gujarati ચેનલનો પણ સંપર્ક કર્યો, પરંતુ ત્યાંથી પણ કોઇ માહિતી મળી નથી. આપ કંઇ કરો…

  2. અદ્ભૂત રચના. આ ગીત અગાઉ ETV Gujarati (હાલ Colors Gujarati) માં સવારમાં ક્યારેક રીલીઝ થતુ. નરસિંહ મહેતા સીરીઝ આવતી તેની પહેલા પહેલા આ ગીત આવતુ. એ ગાયીકાનું નામ નથી યાદ પરંતુ તે ગીતનો જે ઢાળ હતો તે અદ્ભૂત હતો. આ માટે મે ઘણા પ્રયત્નો કર્યા પણ એ ગીત મળી શક્યુ નહી. આપ જો કોઇ મદદ કરો તો અહીં અપલોડ પણ કરી શકાય અને એક અલગ ઢાળ/સ્વરમાં ગીત વાચકોને સાંભળવા મળે. આભાર.

    • સિરિયલની કોઈ માહિતી ઓનલાઇન મળી રહી નથી. પ્રત્યન કરીશું. તમને કઈ મળે તો જણાવજો

  3. મેીરાનેી ક્રિશ્નભક્તિગેીત ને સુમધુર સ્વર મન તન્મય થયુ. મજા આવેી ગઈ.

  4. Just passed 11th Oct. Though late, my ‘Shradhanjali’ to Shree
    Suresh Dalal with this ‘Bhakti-Song’.

    Bansilal Dhruva

  5. અતિ અદભુત સ્વર અનઍ સગિત્ત.
    ઢ્રશ્ય ખદઊ થૈ ગયઉ.
    આભિનન્દન ઐશ્વ્રર્યાને.
    આભર માનનિય પુ. પુરુષઑતમ ભાઇનો.

  6. hi jayshriben
    i came to know about you from my friend in chcago, i am 66 years old man and at this age by the grace of god first time in my life i started writting poetry in favour of dear god krisna. please advice me how i can share my feelings to your readers????
    i come in contact for the first time in tahuko
    ramesh

  7. Its really amazing & spiritual Kirtan……..really…

    ખોબ્લે ખોબ્લે વન્દન……જેનો કન્થ અત્લો મધુર ચ્હ્હે……..
    અને જેનિ કવ્ય રચ્ન અત્લિ સરલ અને ભાવર્થ થિ વ્નાયેલિ ચ્હ્હે……

    ધન્ય ચ્હ્હે ગુજરાત નિ માત્રુભુમિ ને,,,,ધન્ય ચ્હ્હે આપ્ને……..

    જય જય ગર્વિ ગુજરાત્………..

  8. Aishwarya na sur sambhadi ne manma shanka aavi jay che ke matra saat j suro che ke anant suro aa duniya ma che je Aishwarya nikhari shake che. May God Bless you with this melodious voice. Thank you very very much Jayshree ben

  9. અતિ સુન્દેર..મિરા અને ઐશ્વર્યા સાથે થઇ ગયા.

  10. મિરાબાઇના ભજનો અદ્ભુત્…!!!મનને ક્રિશ્ન ભક્તિનો સ્વાદ માનવામલ્યો!!!!

  11. મિરાબાઇના ભજનો અદ્ભુત્…!!!મનને ક્રિશ્ન ભક્તિનો સ્વાદ માનવ મલ્યો!!!!

  12. જયશ્રીબેન,
    મંદિર સાથે પરણી મીરાં – સુરેશ દલાલનું ગીત સાંભળી આનંદ થયો. સુરેશભઈને કે.સી.કોલેજના ગુજરાતી પીરયડમાં પણ તેમનાં બનાવેલાં અને વિદેશી ગીતોનો અનુવાદ કરેલાં ગીતો સાંભળવાનો પણ લાભ મળેલ છે. આપ સાહિત્યકારોનાં જ્ન્મદિવસો યાદ કરી સુંદર રીતે સેલીબ્રેટ કરો છો તે માટે અભિનંદન.
    ચન્દ્રકાંત લોઢવિયા.

  13. Divine,absolutely great તુલસીની આ માળા પહેરી, મીરાં સદાયે સુખી રે,what a lovely composition and blissful singing by little genius.I would like to buy album having this Bhajan.Kindly give us the name of the album.
    Thanks
    Dinesh Akhani

  14. Great song, composition and singing – but somehow the first impression is always lasting. We used to listen to this song sung by Munikumar Desai on AIR. Though his voice quality and may be composition may not be as good as this one, i still yearn for listening to that one.

  15. તુલસીની આ માળા પહેરી, મીરાં સદાયે સુખી રે
    શ્યામ-શ્યામનો સૂરજ માથે, મીરાં સૂરજમુખી રે

    ઘાયલકી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે

    great aishwariya
    great suresh dalal
    great purushottambhai

  16. કવિશ્રી સુરેશ દલાલને જન્મદિવસની શુબેચ્છા!
    ફાંકડું કાવ્ય અને ગાયકી આફલાતુન.

  17. સુરેશ દલાલ ને જમ્ન દિવસનિ ખુબ ખુબ શુભ્ કામના

  18. જન્મ દિવસે ઉરના ઉંડાણથી,કવિતાને ગૌરવવંતી રીતે પ્રસાદી રુપે સૌને મણાવતા
    કવિવરને ખુબખુબ શુભકામના.

    રમેશ પટેલ(આકાશદીપ)

  19. કવિશ્રીને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ …

    અને આ પંક્તિ કેટલી મનમોહક…
    આધી રાતે દર્શન માટે આંખ ઝરુખે મૂકી રે
    મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે

    ખુબ જ સુંદર ગીત..

  20. શ્રી સુરેશભાઈને જન્મદિવસ પ્રસંગે ઘણી ઘણી શુભેચ્છાઓ અને K.C.College માં મારા પ્રોફેસર હતાં એટલે કે ગુરુજીના જન્મદિવસે મારા કોટિ કોટિ પ્રણામ.

    મારા ગુરુજીના એક એકથી ચડીઆતા ગીતો સાથે મીરા ઉપરનું આ ગીત પણ બહુજ સરસ છે.

  21. શ્રી સુરેશભાઈ દલાલને જન્મદિવસની ખુબ શુભકામનાઓ, સરસ રચના અને સરસ સન્ગીત સાથે સરસ ગાયકી, આપનો આભાર……

  22. Hi Jayshree !!

    Absolutely melodious… Aishwarya/Purushottam damn combination..
    Just LUV it !!

    Warm Regards,
    RAJESH VYAS
    CHENNAI

  23. કવિશ્રી સુરેશ દલાલને જન્મદિવસની ખૂબ-ખૂબ વધાઈઓ…
    આ કૃષ્ણગીત તો સાંભળેલુ હતું,પણ
    ઐશ્વર્યાના અવાજમાં સાંભળવાની બહુ મઝા આવી.
    સીમા

  24. વાહ..અદભૂત.ઐશ્વર્યા મજમુદાર અને
    પુરુષોત્તમ ઉપાધ્યાય…પછી. શુ બાકી રહે ???

Leave a Reply to Ramesh Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *