આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર
ફોડ પાડીને કહું તો, લાભ કે વળતર વગર
જંગલો ખૂંદી વળેલો, ગામનો જણ – શહેરમાં
બેધડક રસ્તા ઉપર નીકળી શકે નહીં ડર વગર
કાળ તો તત્પર સદા, મારા પ્રહારો ઝીલવા
હું જ પાગલ હાથ ફંગોત્યા કરું ગોફણ વગર
માણસોને ચારવા નીકળી પડેલું આ નગર
સાંજના, ટોળું બની પાછું ફરે માણસ વગર
હું હજારો યુધ્ધનો લઇને અનુભવ શું કરું ?
જિંદગીમાં કાયમી લડવાનું છે લશ્કર વગર
તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.
– હિતેન આનંદપરા
Share what you loved...
Email
હું હજારો યુધ્ધનો લઇને અનુભવ શું કરું ?
જિંદગીમાં કાયમી લડવાનું છે લશ્કર વગર
તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.
સામાન્ય માણસની વેદનાને વાચા
તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર. હ્રદયને સ્પર્શી ગઈ
સપના
સરસ અને સ્પર્શી જાય તેવી રચના.
હું હજારો યુધ્ધ નો, અને તુ ગરીબી આટલી ના દેતો.ખુબજ સરસ છે.
ઋદય ને સ્પર્શી જાય તેવી રચના,
છેલ્લા ચાર શેર કાબિલેદાદ છે….ખુબ સરસ ગઝલ, કવિશ્રીને અભિનદન અને આપનો આભાર……
શાયર કેતલા પર્ગજુ બન્દગિ કરિને માન્ગ્યુ પન્ખિ સારુ વાહ્…
ખુબ સરસ રચના
ખુબ સરસ ગઝલ.પુનહ પુનહ વાંચવી ગમે તેવી કૃતિ.હિતેન ને અભિનંદન.
what a beautiful thought of the writer and how sensitive it is. હ્રદય ને સ્પર્શિ ગઈ
Jayshree
Thanks.. Khub j saras sabdankan chhe !!!
Warm Regards
Rajesh Vyas
Chennai
ખુબ સરસ ગઝલ.
જયશ્રિબેન, જયશ્રીક્રિશ્ન. હિતેનભાઈની આ ગઝલ માટે મારી પાસે શબ્દો નથી. અતિ ઉત્તમ.
હીતેનભાઇ…’કવિતા’ મા આપની રચનાઓ વાંચી છે આ રચનાનો છેલ્લો શેર કાબિલે દાદ છે તમારી રચનાઓ મા વિવિધતા જોવા મળે છે તે માણવા ની એક અનોખી મઝા છે…
હિતેનભાઈએ આજની હકિકત ચોટદાર શેરો માં કહી છે! અફ્લાતુન!
Very touchy and related.
Well done congratulation and best of luck.
ખૂબ સુંદર ગઝલ… માણવી ગમે એવી…
સુંદર અને ચોટદાર ગઝલ…..
ખરેખર જયશ્રીબેન તમે ખુબજ અભિનંદન ના અધિકારી છો. શબ્દ અને સુર ને એકઠા કરિ ને દરોજ નવી નવી વાનગીઓ પિરસો છો. અમે માણીને ન્યાલ થૈ ગયા છે. આભાર, ખુબ ખુબ આભર!
“સાજ” મેવાડા
તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.
સરસ ગઝલ…!
Hiten Anandpara, your writing is awesome…. After reading your creations I can say proudly that include me in your fan list, hats off to you… And of course thank you to tahuko which played a major role to expose us to pool of rich gujarati literature..
ખુબજ સરસ
Bahu sari gazal
ખૂબ સુંદર ગઝલ