મારી હૂંડી સ્વીકારો મહારાજ રે – નરસિંહ મહેતા

સ્વર – સંગીત : આશિત દેસાઇ

.

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી,
મારી હૂંડી શામળીયાને કાજ રે શામળા ગિરધારી!

સ્તંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયા નરસિંહ રૂપ,
પ્રહ્લાદને ઉગારિયો…વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે!

ગજને વ્હાલે ઉગારિયો વળી સુદામાની ભાંગી ભૂખ,
સાચી વેળાના મારા વ્હાલમા…તમે ભક્તોને આપ્યા સુખ રે!

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યાં ચીર,
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો…તમે સુભદ્રાબાઈના વીર રે!

રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર,
બેટાબેટી વળાવિયા….મેં તો વળાવી ઘર કેરી નાર રે!

ગરથ મારું ગોપીચન્દન, વળી તુલસી હેમનો હાર,
સાચું નાણું મારે શામળો….મારે મૂડીમાં ઝાંઝપખાજ રે!

તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણિકનો….મારું શામળશા શેઠ એવું નામ રે!

હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ,
રૂપિયા આપું રોકડા….મારું શામળશા શેઠ એવું નામ રે!

હૂંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધાં કામ,
મહેતાજી ફરી લખજો…..મુજ વાણોતર સરખાં કામ રે!

28 replies on “મારી હૂંડી સ્વીકારો મહારાજ રે – નરસિંહ મહેતા”

  1. ભજન સાંભળી ખુબ મજા આવી
    તેમા આશિતભાઇ ના સ્વ્રર મા તો અશ્ક્ય.જે કદાચ મે ઓડિઓ કેસેટ માણિ હસે.
    જય હાટકેશ.

  2. મરિ હુન્દિ સ્વિકરો મહરજ રે. આ ભજન જોઇતુ હતુ. જો મને ઉપર જનવેલ મૈલ ઉપર મોક્લિ આપ્વમ આવે તો ઘનો આભર્.

  3. હમણા નરસિહ મહેતા ની સીરીયલમા આ ગીત સાભળ્યા પછી મઝા આવી ફરી સાભળવાની.
    આભાર

  4. Around Forty Years back, Rajkot Station of AIR used to play Narsihn Mehta’s following bhajan:

    “Ghan Toh Varasavo Re Vithla Sananana Ne Kaaje Re”

    I will be thankful if you can get me the original soundtrack.
    Thank You

  5. ખુબ સરસ્ આ સાભળી આનન્દ થયો. વારમ્વાર સાભળવાની ઈચ્છા થાય છે.

  6. મારુ ફેવરિત આ સોન્ગ .મને વારમ્વાર સાભ્ર્ર્વુ ગમે ચ્.

  7. this song i have hered first time and its is too good as during my school days this bhajan we use to study but singing is too good…

    and one more thing is that mr.asit desai has sung this song and its rythum is like sanedo little bit….

    its good that people are promoting gujarati because i have seen other people are promoting their own language like tamil, malayali bengali etc..

  8. ખુબ સરસ્ આ સાભળી આનન્દ થયો. વારમ્વાર સાભળવાની ઈચ્છા થાય છે.

  9. સેન્દ મે અ સોન્ગ ફોર મઇ,
    મઅરિ હુન્દિ અવિક રો મહરર્જ રે શ્યમ લા ગિર્ધરિ,
    જૈમિન ત્રિપઅથિ

  10. “mari hundi swekaro maharaj re” this folk song is my favorate song so plz if u have this than u send me plz

  11. બહુજ સુન્દ્ર્. આ ગિતો સામ્ભ્લિન નિ બહુ આનન્દ થયો.

  12. ખુબજ આભાર સ્કુલ પચ્હિ પહેલિ વાર સામ્ભર્વ મલ્યુ.

  13. અતિ સુન્દર નરસિન્હ મહેત ન ભજનો ખુબ ખુબ આભર આપનો

  14. બહુજ સુન્દર .મારા ભાનિયા ન્અચિકેત ને ગમતુ સુન્દર ભજન્.

  15. સરસ ગીત. સનેડો યાદ આવી ગયો. આ ગીત નો ઢાળ સનેડા જેવો છે.

    આ ગીત સાંભળવાની ઈચ્છા ઘણા દિવસથી હતી તે આજે પુરી થઈ.

Leave a Reply to Nilesh A. Vakharia Cancel reply

Your email address will not be published. Required fields are marked *