વાલ્યમના અઢળક વ્હાલને… – પ્રદ્યુમ્ન તન્ના

૩૦ ઓગસ્ટના દિવસે આપણે વચ્ચેથી ચિરવિદાય લઇ ગયેલા કવિ શ્રી પ્રદ્યુમ્ન તન્ના ને ટહુકોના સૌ વાચકો તરફથી શ્રધ્ધાંજલી..! પ્રભુ એમના આત્માને શાંતી અર્પે એવી પ્રાથના.

(કે’ને વાલ્યમ….    Photo: DollsofIndia.com)

* * * * * * *

કે’ને વાલ્યમ તારા અઢળક આ વ્હાલને
હાયે કઇ પેર હું તે મૂલવું?

આવરી લીધો રે મારા ચિતનો ચંદરવો
એણે આવરી લીધાં રે મારા ચેન
દા’ડીને રેણ હવે દેખે ન કાંઇ બીજું
તારી રમણામાં રચ્યાં નેણ
અંજવાળે અરુંપરું રે’તાં બીડાઇ એને
રેશમ અંધારે ગમે ખૂલવું !
કે’ને વાલ્યમ તારા અઢળક આ વ્હાલને
હાયે કઇ પેર હું તે મૂલવું? ….

રાખું રાખું ને બંધ આપસમાં એવી તોય
ગુસપુસ તે શીય કરી ગોઠ,
વારે વારે ને વળી અમથાં અમથાંયે હવે
મરકી રિયે છે બેઉ ઓઠ,
રોમ રોમ અણજાણ્યા ઊઠતા હુલાસને
હાલર હિંદોલ મારે ઝૂલવું !
કે’ને વાલ્યમ તારા અઢળક આ વ્હાલને
હાયે કઇ પેર હું તે મૂલવું? …

ઊભરતી એષણાના ઓઘ પરે ઓઘ લઇ
આવ્ય મારા આઠાઢી મેહ,
કુંળી આ કાયાના કણકણમાં રોપી દે
લીલો કુંજાર તારો નેહ,
અતલ ઊંડાણ થકી આનંદના આવ્ય
એક તારું સરૂપ નવું હૂલવું !
કે’ને વાલ્યમ તારા અઢળક આ વ્હાલને
હાયે કઇ પેર હું તે મૂલવું? ….

– પ્રદ્યુમ્ન તન્ના

8 thoughts on “વાલ્યમના અઢળક વ્હાલને… – પ્રદ્યુમ્ન તન્ના

 1. Kantilal Parmar

  Very pleased to read this. Shree Pradumna Tanna is my friend for sometime in Italy.
  આનંદ થયો શ્રી પ્રદ્યુમ્ન તન્ના થોડા સમયથી મારા મિત્ર છે ઈન્ટનેટ દ્વારા અમે મળતા રહીએ છીએ, હાલમાં એમની તબિયત સારી નથી એ માટે પ્રભુ પ્રાર્થના.
  કાંતિલાલ પરમાર
  હીચીન

  Reply
 2. વિવેક ટેલર

  હૃદયવિદારક સમાચાર્..

  માતબર ગીતોના સર્જક… વિદેશમાં રહીને પણ વતનના ગામડાંની માટી હર શ્વાસમાં જીવ્યા હોય એવા કદાચ એકમાત્ર ડાયસ્પોરા સર્જક…

  Reply
 3. Pinki

  May his soul rest in peace.. !!
  After a long time, I sent a mail to him, before a one and half month.
  I didn’t get answer… ?? I surprised but before a week, I got sad news.. !!

  Reply
 4. indravadan g vyas

  આફ્રીન !આ ખુબ ગમું.

  ઊભરતી એષણાના ઓઘ પરે ઓઘ લઇ
  આવ્ય મારા આઠાઢી મેહ,
  કુંળી આ કાયાના કણકણમાં રોપી દે
  લીલો કુંજાર તારો નેહ,
  અતલ ઊંડાણ થકી આનંદના આવ્ય
  એક તારું સરૂપ નવું હૂલવું !
  કે’ને વાલ્યમ તારા અઢળક આ વ્હાલને
  હાયે કઇ પેર હું તે મૂલવું? ….

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *