શૂન્યતામાં પાનખર – આદિલ મન્સૂરી

અહીં અમેરિકામાં પાનખરની શરૂઆત થઇ ગઇ છે, ત્યારે આદિલ સાહેબની આ ગઝલ, ગૌરાંગ વ્યાસના અદ્ભુત સ્વરાંકન સાથે. અકિંત ત્રિવેદીએ આ ગઝલની પૂર્વભુમિકામાં કહ્યું હતું એમ – ગઝલનું વૃંદગાન બનાવવું એ ખરેખર પડકારનું કામ છે.

સ્વર : શ્રુતિ વૃંદ
સંગીત : ગૌરાંગ વ્યાસ

(photo : foodha for thought)

.

શૂન્યતામાં પાનખર ફરતી રહી.
પાંદડીઓ આભથી ખરતી રહી.

ને પવનનું વસ્ત્ર ભીનું થઇ ગયું,
ચાંદનીની આંખ નીતરતી રહી.

સૂર્ય સંકોચાઇને સપનું બન્યો,
કે વિરહની રાત વિસ્તરતી રહી.

મૌનની ભીનાશને માણ્યા કરી,
ઝૂલ્ફમાં બસ અંગુલી ફરતી રહી.

હું સમયની રેતમાં ડૂબી ગયો,
મૃગજળે મારી તૃષા તરતી રહી.

તેજ ઉંડાણોમાં ખળભળતું રહ્યું,
કામનાઓ આંખમાં ઠરતી રહી.

આપણો સબંધ તો અટકી ગયો,
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.

હા બધા લાચાર થઇ જોતા રહ્યા,
હાથમાંથી જિંદગી સરતી રહી.

આભાર : http://aektinka.wordpress.com/

14 replies on “શૂન્યતામાં પાનખર – આદિલ મન્સૂરી”

  1. One of best work done by Shri Gaurangbhai. You must put all available songs of Shruti vrund ..Specially Chorus…

  2. ઉત્તમ ગઝલ,ગૌરાન્ગભઇનુ ઉત્તમ સ્વરાન્કન અને શ્રુતિ વ્રુન્દનો સ્વર્…..બધુજ સુન્દર.વર્ષૌ પછી આ ગઝલ ફરી સામ્ભળી.ખુબ આનન્દ થયો.

  3. …સૂર્ય સંકોચાઇને સપનું બન્યો,
    કે વિરહની રાત વિસ્તરતી રહી.
    …આપણો સબંધ તો અટકી ગયો,
    ને સ્મૃતિની વેલ પાંગરતી રહી…
    …હાથમાંથી જિંદગી સરતી રહી.

    Nice!!!

  4. આપણો સબંધ તો અટકી ગયો,
    ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.

    સુન્દર ગઝલ….

  5. વિતેલા વર્ષોનું સુપર હિટ આલ્બમ શ્રવણ માધુરીનું આ ગીત-ગઝલ યાદોના સંભારણાં તાજાં કરાવે છે નવા સ્વરૂપે..!!

    આભાર.

  6. આકાશવાણી ના ગુજરાતી મધુર ગીતોમાં આ ગઝલ સાંભળી હતી તે આજે સાંભળી આભાર યાદો તાજી કરાવવા બદલ

  7. At last I got it. Like Ankit Trivedi said somewhere, that Only Gaurang Bhai can make unusal composition like this, Gazal is sung by Group singer. Hats off to Gaurang Bhai, Shruti Vrind and to you Jayshree !! Way to Go.

  8. આપણો સબંધ તો અટકી ગયો,
    ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.
    આદિલભાઈની સુંદર ગઝલ. અને સરસ સ્વર
    સપના

Leave a Reply to Anant Vyas Cancel reply

Your email address will not be published. Required fields are marked *