શબ્દને સથવારે – ચિનુ મોદી

(મૌનનો સાગર છલકતો…..  Near Point Cabrillo Lighthouse, Mendocino – Nov 2008)

* * * * * * *

કદી આંસુઓનું લઇ રૂપ આવે
કદી ફૂલ પેઠે પરોવાય શબ્દો

કદી ઓઠ પર આવી પાછા વળે છે
ઘણીવાર ઠાલા જ શરમાઇ શબ્દો

હતો મૌનનો એક સાગર છલકતો
કિનારે રહીને તારી જાય શબ્દો

વીતેલો સમય એટલે શૂન્યઘરમાં
શમી જાય, ક્યારેક પડઘાય શબ્દો

ખખડતું રહ્યું શહેર મધરાતના પણ
અવાજે અવાજે વગોવાય શબ્દો

– ચિનુ મોદી

15 replies on “શબ્દને સથવારે – ચિનુ મોદી”

 1. BB says:

  wonderful RACHANA .

 2. કદી ઓઠ પર આવી પાછા વળે છે
  ઘણીવાર ઠાલા જ શરમાઇ શબ્દો

  મારા મતે બે ખોટા શબ્દો આખી ગઝલની મઝા મારી નાખે છે.

  ઓઠ નહી પણ હોઠ હોવું હોઈએ

  શરમાઈ નહીં પણ શરમાય હોવું જોઈએ.

 3. Maheshchandra Naik says:

  શબ્દોની વાત અને સ્રરસ રચના…

 4. km says:

  હિ મોદઇ વિજપુર નથિ આવવુ……….કેમ ચ્હો……તબિયત પનિ…

 5. M.D.Gandhi, U.S.A. says:

  સરસ કાવ્ય છે.

 6. P Shah says:

  સુંદર રચના!

 7. Praful Thar says:

  પ્રિય જયશ્રીબહેન
  આખી દુનિયા શબ્દને સથવારે જ ચાલે છે. સુંદર રચના છે.
  પ્રફુલ ઠાર

 8. chintan says:

  મનોજનભાઇની ” પીંછું ” ગઝલના જ લયની ચીનુભાઈની એટલી જ મજબૂત ગઝલ… મજા પડી ગઈ…!!!!

  વીતેલો સમય એટલે શૂન્યઘરમાં
  શમી જાય, ક્યારેક પડઘાય શબ્દો.

  વાહ…વાહ…..!!

 9. Hraday says:

  ત્રિસ્ મિ તારિખ જનુઆરીને ઓગ્ ણિસો અડતાલિસ્
  શુક્રવાર નિ સન્ધ્યા ટાણે સમ્ભળાણિ એક ચિસ્
  વિશ્વ્ નો બાપુ ખોવાયો હિન્દ્ નો દિપક બુઝાયો

  બિરલા હાઊસ થી નિકલ્યા બાપુ આવ્યા પ્રાર્થના સ્થાને
  આજ થયુ કેમ મોડુ બાપુ પુછ્યુ એક યુવાને
  બાપુ જવાબ કઇ વાળે ત્યાતો પિસ્તોલ નિહાળે
  બાપુ વાળે કૈ જવાબ ત્યાતો ફટ્ ફટ્ ગોળી છુટે

  હિન્દ તણા લાઙિલા વીર ની જીવન દોરી ટુટી
  બાપુ મરતા મરતા રે પાપી ને માફી તો ઇચ્છે
  શોક સભા ને પ્રાર્થનાઓ મા પ્રતિજ્ઞા સૌ એ કરજો
  એ બાપુજી ના આદેશો ને જીવન્ માહી ધરશુ

  ( આખા ગીત્ ની આ બે કડી આવ્ ડે છે. આ ગીત શોધી ને રજુ કરવા વિંનન્તી)

 10. વાહ… સરસ રચના…

  ફોટોગ્રાફ પણ જોતાવેંત ગમી જાય એવો છે…

 11. pragnaju says:

  વીતેલો સમય એટલે શૂન્યઘરમાં
  શમી જાય, ક્યારેક પડઘાય શબ્દો

  ખખડતું રહ્યું શહેર મધરાતના પણ
  અવાજે અવાજે વગોવાય શબ્દો
  વાહ
  ાને સુંદર ચિત્ર

 12. છે સબ્દો તિયા શુધિ જિવિ લૈશુ ;નહિતર આ દુનિયા ને અલવિદા કહિ દૈશુ…….

 13. Pinki says:

  સરસ ગઝલ…. મજા આવી ગઈ…!!

 14. ખુબ સરસ રચનાઆ ખુબ ગમ્યુ…

  કદી ઓઠ પર આવી પાછા વળે છે
  ઘણીવાર ઠાલા જ શરમાઇ શબ્દો

 15. pooja says:

  ખુબ જ સરસ જાને મને મારા અસ્તિત્વ પર લખાઈ હોય એવુ લાગ્યુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *