અનહદનો સૂર – હરીન્દ્ર દવે

(Photo: DollsofIndia.com)

* * * * * * *

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
વાગે છે ક્યાંકનાં નૂપુર.

હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
ઝાઝાં પગલાની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
લઈ લો આ આંખડીના નૂર.

મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર.

– હરીન્દ્ર દવે

——–

(આભાર : સ્પંદનના ઝરણાં……)

11 replies on “અનહદનો સૂર – હરીન્દ્ર દવે”

 1. કવિ શ્રી હરીન્દ્ર દવેના સ્મરણાર્થે બહાર પાડવામાં આવેલી ઑડિયો સીડીમાં આ ગીત કવિના પોતાના અવાજમાં અંકિત થયું છે… એ સાંભળીએ ત્યારે કવિતાની ગહનતા સહજ ઉઘડતી લાગે…

 2. P Shah says:

  આ ગીત કવિ શ્રીના અવાજમાં સાંભળવું એ એક લ્હાવો જ છે.

 3. Barin Mehta says:

  કવિ શ્રી હરીન્દ્ર દવેની રચનાઓમાં ગીતોની આહ્લાદકતા કંઈક જુદી અને ઊંડે સુધી સ્પર્શે એવી હોય છે.

 4. Maheshchandra Naik says:

  સરસ રચના, અભિનદન, શ્રી હરીન્દ્રભાઈના સ્મરણાર્થે બનેલી ઓડીયો સીડીમા ગવાયેલી રચના માટે આભાર, ઉપરોક્ત સીડીની ઉપલબ્ધીની વિગત જાણવા મળે તો અન્ય રચનાઓનો આસ્વાદ લઈ શકાય, ડો. વિવેકભાઈને અરજ છે…….

 5. pritesh says:

  i like this website. my name is patel prites from gandhinagar.

 6. M.D.Gandhi, U.S.A. says:

  કવિશ્રી હરીન્દ્રભાઈની સરસ રચના છે.

 7. Bharat R Mistry says:

  Excellent web site. Well Done!

  Please can you put on this gujarati song – KAMAL KARE CHE KAMAL KARE CHE EK DOSI DOSA NE HAJI VAHAL KARE CHE – on this website.

 8. Vipul Zala says:

  જેનિ સાથે નથી જિવાતુ, તેની વિના પણ નથી જિવાતુ!!!

 9. rajeshree trivedi says:

  અહાલેક જગવતા સાધુની લગન અને ગ્ન્યનીની તિતિક્શા જીવનના સત્વને પામવાની અભીપ્સા નુ ગીત સ્વર સાઁપડે તો મજા પડી જાય્.

 10. Anahadno Soor –
  A fantastic Composition with deep spiritual impact!!

 11. Krishnaswami Ayengar says:

  ખુબજ સરસ રચના. વેબ સાઈટ ખુબજ ગમે છે.શ્રી હ્રરીન્દ્ર્ભાઈ ની એક રચના માધવ કયાય નથી મધુવન મા ખુબજ ગમે છે જો અ વેબ સાઈટ પર મુકશો તો મજા પડી જાય્.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *