મેડીએ મેલ્યો સોનાનો બાજોઠિયો…

સ્વર : હેમા દેસાઇ

.

મેડીએ મેલ્યો સોનાનો બાજોઠિયો,
મા ! તારો સોના રૂપાનો બાજોઠિયો.
શંખલપૂરની શેરીઓ રે માં અંબામાને કાજ જો
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ…

પહેલી તે પોળમાં પેસતાં રે માં કુંભારાના હાટ જો,
કુંભારો લાવે રૂડો ગરબો રે, માં અંબામાને કાજ જો,
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ…

બીજી તે પોળમાં પેસતા રે માં દરજીડાના હાટ જો,
દરજીડો લાવે રૂડી ચૂંદડી રે, માં અંબામાને કાજ જો,
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ…

ત્રીજી તે પોળમાં પેસતાં રે, માં સુથારાના હાટ જો,
સુથારો લાવે રૂડો બાજોઠ રે, માં અંબિકાને કાજ જો,
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ…

ચોથી તે પોળમાં પેસતા રે, માં મોચીડાના હાટ જો,
મોચીડો લાવે રૂડી મોજડીયું, માં અંબિકાને કાજ જો,
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ…

મેડીએ મેલ્યો સોનાનો બાજોઠિયો,
મા ! તારો સોના રૂપાનો બાજોઠિયો.

11 replies on “મેડીએ મેલ્યો સોનાનો બાજોઠિયો…”

  1. ખૂબ સરસ ગરબો, આ ગરબાને ડાઉનલોડ કરવા માટે શુ કરવુ ?

  2. સરસ ગરબો, સરસ સ્વર અને નવરાત્રીનુ વિશેષ પર્વ
    અભિનદન…………..

  3. વાહ……
    અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલં
    અંબાજી…ચાચર ચૉક….પરદેશ મા યાદ કરાવી દીધો……..

  4. ખુબ જ સુંદર ગરબો.જુના લોક્પ્રીય ગરબા મુક્વા બદલ આપનો ખુબ આભાર ..

    મયુર ચોકસી….

Leave a Reply to Jigar Savla Cancel reply

Your email address will not be published. Required fields are marked *