સ્વર : હેમા દેસાઇ
This text will be replaced
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠિયો,
મા ! તારો સોના રૂપાનો બાજોઠિયો.
શંખલપૂરની શેરીઓ રે માં અંબામાને કાજ જો
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ…
પહેલી તે પોળમાં પેસતાં રે માં કુંભારાના હાટ જો,
કુંભારો લાવે રૂડો ગરબો રે, માં અંબામાને કાજ જો,
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ…
બીજી તે પોળમાં પેસતા રે માં દરજીડાના હાટ જો,
દરજીડો લાવે રૂડી ચૂંદડી રે, માં અંબામાને કાજ જો,
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ…
ત્રીજી તે પોળમાં પેસતાં રે, માં સુથારાના હાટ જો,
સુથારો લાવે રૂડો બાજોઠ રે, માં અંબિકાને કાજ જો,
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ…
ચોથી તે પોળમાં પેસતા રે, માં મોચીડાના હાટ જો,
મોચીડો લાવે રૂડી મોજડીયું, માં અંબિકાને કાજ જો,
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ…
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠિયો,
મા ! તારો સોના રૂપાનો બાજોઠિયો.
Share what you loved...
Email
ખુબ જ સુંદર ગરબો.જુના લોક્પ્રીય ગરબા મુક્વા બદલ આપનો ખુબ આભાર ..
મયુર ચોકસી….
વાહ……
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલં
અંબાજી…ચાચર ચૉક….પરદેશ મા યાદ કરાવી દીધો……..
WHAT A SWEET GARBO APPRECIATING AND RECOGNISING OUR DAY TO DAY SUPPORT SERVICE INDUSTRIES.THANK YOU SO MUCH
સરસ ગરબો, સરસ સ્વર અને નવરાત્રીનુ વિશેષ પર્વ
અભિનદન…………..
No words,
best,
bestest
and
BESTEST BEST GARBO, Proves
OLD IS GOLD.
મઝાનો ગરબો
Sweet voice & beautiful wording. I cannot stop listening this one GARBO since last 2 hours.
વાહ મારિ ભગ્વતિ મા
નવરાત્રી મા જામે તેવા ગરબા
ખૂબ સરસ ગરબો, આ ગરબાને ડાઉનલોડ કરવા માટે શુ કરવુ ?
જાણૅ શાબ્ત નદિ વહિ જતિ હોય તેવો ગર્બોૂ છ્