કુંચી આપો બાઇજી! – વિનોદ જોશી

બરાબર ૪ વર્ષ પહેલા ટહુકો પર રજૂ કરેલું, અને હમણાં સુધી કેટલીય દીકરીઓને રડાવી ગયેલું આ ગીત, આજે સ્વરકાર શ્રી અમરભાઇના સ્વરમાં ફરી એકવાર.

સ્વર – સ્વરાંકન અમર ભટ્ટ

Posted: April 16, 2007

ત્રણ અલગ અલગ રાગમાં આ ગીત અહીં રજુ કરું છું, પણ મને આ ગીતનો ધીમો રાગ વધુ ગમે છે. ધીમો રાગ કદાચ આ ગીતમાં રહેલી એક પરણેલી સ્ત્રીની લાગણીઓ વધુ સારી રીતે ઉજાગર કરી શકે છે, એવું મને લાગે છે.

pataro
સ્વર : રેખા ત્રિવેદી ; સંગીત : ઉદય મઝુમદાર

.

સ્વર : અનાર કઠિયારા

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના અવાજમાં ગવાયેલ ગીત :
https://youtu.be/ie4snkNp9FM

કુંચી આપો બાઇજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઇ જી?

કોઇ કંકુ થાપા ભૂંસી દઇ, મને ભીંતેથી ઉતરાવો.
કોઇ મીંઢળની મરજાદા લઇ , મને પાચીકા પકડાવો.
ખડકી ખોલો બાઇજી! તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઇ જી!
કુંચી આપો બાઇજી!

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી.
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદીયું પાછી ઠેલી.
મારગ મેલો બાઇજી! તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઇ જી !
કુંચી આપો બાઇજી!

68 replies on “કુંચી આપો બાઇજી! – વિનોદ જોશી”

  1. ગુજરાતી સંગીત સાથે નો મારો પરિચય નય બરાબર હોવા છતાં આ સંગીત અને શબ્દો હૃદય માં છપાય ગયા.

  2. મે – ૨૦૧૯ માસની કાળઝાળ ગરમીમાં ગાંધીનગરના બગીચાની હરિયાળી લોન પર ચાંદનીના ઉજાસમાં ખુદ આપના મુખે આ ભાવસભર ગીત સાંભળવા લ્હાવો મળ્યો હતો વિનોદ સર. એ અદ્ભુત ક્ષણ અને આવા શબ્દો! ચંદ્રની સાક્ષીએ. આહા!

  3. નવોઢાની વેદના-આજીજી કરતાં; વડલાની-દાદાની વેદના જાજી છે. કદાચ ખુદ કવિની. વાહ કવિ,વેદના સભર પ્રસ્તુતિ.

  4. દરેક માતા કે પિતાની આન્ખોમા અશ્રુ લાવતુ આ ભાવવાહી ગીત એટલે ગુજરાતી સાહિત્યનુ અમુલ્ય રત્ન !

  5. excellent. recently i heard this song in the voice of Jhanvi Srimankar at a show arranged by Image publication.No words to express the feelings.If you can upload that recording i”ll be very grateful.

  6. It sound better in voice of Kajal Kevalramani. I remember Amarbhai was running a group for Gujarati Sugam Sangeet and the name was SPANDAN.. Kajal was with them many years ago.They have done many theme base performances also. If you will ask Amarbhai he can send you the recordings.

  7. આ ગિત અમેરિકમા સામ્ભલેલુ. પહેલિ જ વર સામ્ભલ્યુને ગમિ ગયુ. સરસ શબ્દો અને સુર નો સન્ગમ્ અભિનન્દન્.

  8. અનારબહેનને એક વાત કહેવાની છે ઃ
    ઉચ્ચારમા “વેઠી” ને બદલે ‘વેડી’
    ગવાવુઁ જોઇતુઁ હતુઁ.આભાર !

  9. my daughter is at london since last 6 years.the slow verion brought tears to my and my wife’s eyes.a beautiful song leaving an ever lasting memories!

  10. પિતાનુઁ ઘર મુકવુ ને સાસરે જવુ, જાણે વડલાનિ વડવાઈ નુ કપાઈ ને અલગ પડવુ.

Leave a Reply to Dr. Mona Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *