કુંચી આપો બાઇજી! – વિનોદ જોશી

બરાબર ૪ વર્ષ પહેલા ટહુકો પર રજૂ કરેલું, અને હમણાં સુધી કેટલીય દીકરીઓને રડાવી ગયેલું આ ગીત, આજે સ્વરકાર શ્રી અમરભાઇના સ્વરમાં ફરી એકવાર.

સ્વર – સ્વરાંકન અમર ભટ્ટ

Posted: April 16, 2007

ત્રણ અલગ અલગ રાગમાં આ ગીત અહીં રજુ કરું છું, પણ મને આ ગીતનો ધીમો રાગ વધુ ગમે છે. ધીમો રાગ કદાચ આ ગીતમાં રહેલી એક પરણેલી સ્ત્રીની લાગણીઓ વધુ સારી રીતે ઉજાગર કરી શકે છે, એવું મને લાગે છે.

pataro
સ્વર : રેખા ત્રિવેદી ; સંગીત : ઉદય મઝુમદાર

.

સ્વર : અનાર કઠિયારા

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના અવાજમાં ગવાયેલ ગીત :
https://youtu.be/ie4snkNp9FM

કુંચી આપો બાઇજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઇ જી?

કોઇ કંકુ થાપા ભૂંસી દઇ, મને ભીંતેથી ઉતરાવો.
કોઇ મીંઢળની મરજાદા લઇ , મને પાચીકા પકડાવો.
ખડકી ખોલો બાઇજી! તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઇ જી!
કુંચી આપો બાઇજી!

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી.
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદીયું પાછી ઠેલી.
મારગ મેલો બાઇજી! તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઇ જી !
કુંચી આપો બાઇજી!

68 replies on “કુંચી આપો બાઇજી! – વિનોદ જોશી”

  1. બધાઁને સાઁભળ્યા પછી નિષ્કર્ષ પર અવાયુઁ કે ઃ
    બહેનશ્રેી અનારને કન્ઠે સરસ શોભે છે.મધુર
    અવાજ ,ગાયકી ને કેળવાયેલુઁ ગળુઁ …!
    અભિનઁદન અનારજીને …આશિર્વાદ ..!

  2. રોજ બે ત્રણ વર સામ્ભળુ તો પણ મન ધરાતુ નથિ…આવુઁ મર્મસ્પર્શિ ગિત રજુ કર્વ માટે તમારો આભાર્

  3. દિકરી ને ગાય દોરે ત્યાઁ જાય પછીનુઁ બીજુ ગીત જે રડાવી દે છે.

  4. OMG… What a delightful song……. I am speechless seeing dr.વિનોદ જોષી’s wordings and the way singers and musicians have brought them into life… (All the artists have done full justice to the song. To my personal view I’ve more enjoyed Amar Bhatt and Kajal Kewalramani.)I had never heard this song before and am loving it……. this is for the first time I’ve visited your website and here I am already a fan…
    It is rare to find such songs.

    (This song has officially become one of my favorite songs thanks to your website….)

    Thank you so very much for sharing all these great work of rarity with us…Keep it up… 🙂

  5. REKHABEN ANE UDAYBHAI NI JODIE KHUBAJ “NYAY”AAPINE ALOIKIK RACHANA VARAMVAR SHRAVAN KARVIJ EVI MARI AGRAH BHARI VINABTI …JASHREEBEN..TARARO GHANOJ AABHAR…KANYANA HRADAYNI VEDANA…KOI SHUN JANE…?..JAYSHREE KRISHNA..RANJIT VED.

  6. બધા જ સ્વરાંકન અને ગાયકી ગમ્યા… પણ આ ગીત તો કવિના કંઠે સાંભળવું જ વધુ મીઠું લાગે… હવે પછી જ્યારે આ પોસ્ટ અપડેટ કરે ત્યારે આ કામ કરવું…

  7. અમર,
    બહ સમય પછૈ તારા music i listen ,i used to listen when i was in college. now im in canada,hope you all r fine,you might be meeting mihir shah, & rest. bye.

  8. ben Jayshreeben
    Beautiful song. In my openion Amar bhatt and Deepti desai are the best. I also feel that it is Deepti dsai nad not Anar Kathyara

  9. વાહ વાહ્.. . મને અનાર કથિયારા ના સ્વ્ર્ર્ર્ર મા ખુબ ગમ્યુ…અદભુત્…!!!

  10. બધુ સરસ છે,
    પણ મને એમ લાગ્યુ કે
    કન્ઠ સન્ગિત અને વાદ્ય સન્ગિત આનન્દનુ સુચન કરે છે,
    જ્યારે કવિની વાત રડાવે છે.

    સન્ગીતકારો અને ગાયકોને
    આ વિરોધાભાસ દૂર કરવાનો પડકાર છે.

  11. આ ગીત વિનોદભાઇએ એમના અવાજમાં ઘણી જગ્યાએ ગાયેલું છે.શક્ય હોય તો એમના અવાજમાં પણ આ ગીત મૂકો જેથી કવિશ્રીના અવાજમાં પણ સાંભળવા મળે.

  12. I heard this geet from Aarti munsi live in chicago 2-3 years back and since then i felt in love with this song.By chance do we have in Arti munsi voice,anyway ,anar kathiyara is too good.Hearttoucing song.

  13. વિનોદભાઇ પાસેથી આ ગીત સાંભળવાનો લહાવો માણ્યો છે..આજે અહી ફરી એકવાર મારું ઓલટાઇમ ફેવરીટ ગીત અહીં સાંભળવાની મોજ માણી…આભાર જયશ્રી..

  14. સાસુ થયા ને વરસો વિતિ ગયા પણ આ ગિતે મારા હાથ મા પાછા પાંચિકા પકડાવિ દિધા…….

  15. Please add AAj Sakhi Mor piccha na sukan thaya mane.

    Once again, very beautiful collection of poetry.

  16. કેટલીય વાર સાંભળ્યા પછી પણ મન આ ગીતને સાંભળવા ફરી ફરી ઝંખે છે. સુંદર કાર્ય જયશ્રીબેન.

  17. excellent. all three are good compositions but I like with Keval as it has the pain but assertivness of newly wed

  18. મે તો આ ગીત વિનોદ જોશીના સ્વમુખે સામ્ભળ્યુ છે. જયશ્રીબેન, તમે આ જે કાંઇ પણ કરી રહ્યા છો, તે માટે આભાર જેવો શબ્દ તો એક કણ જેવો લાગશે, પણ મારે તો હ્રદયથી એટલ જ કહેવુ છે કે સન્ગીત અને સાહિત્ય તો મારા માટે જીવન છે, મારા શ્વાસ છે… અને એક દર્દી ને જેમ ઓક્સિજન ની વગર ના ચાલે તેમ મને પણ રોજ સવારે અહીં આવ્યા વિના ચાલતુ નથી…. મારી પાસે પણ સારુ એવુ collection છે.જો તમને કોઇ રીતે મદદરુપ થઈ શકુ એમ હોઉ તો મને જણાવશો. આનન્દ્ થશે…

  19. Thank you Jayshree, for your prompt response, i am browsing through the blog and really enjoying it, all the best!

  20. Please Pardon me but i would like to point out, i heard the song sung by Dipti Desai, the voice is 101% Anar Kathiara and not Dipti Desai.

  21. All compositions are very nice.
    Details of music album should also be given so that interested one can buy it.
    I feel proud to be Gujarati after having this excellent collection of poems with sur,

  22. પહેલી વાર આ ગીત એક કવિ સમ્મેલન મા વિનોદ જોશીના જ્
    સ્વર મા સાભળ્યઊ હતુ…

  23. thank you very much Jayashriben,
    Whenever i hear this song, it makes me cry. wonderful composition first time i heard this in Amarbhai’s voice. this one is not only girls but parent’s who have their daughter to marry. one of the most beautiful & emotional song i hv ever heard.

  24. Forgot to mention.. Obviously, The voice of Dipti Desai is an ‘additional beauty’ of this song.. Love her ‘deep’ voice. I’d love to listen all her songs.

  25. Very emotional and sensitive song.. love this song. A friend of mine asked me to listen to this song.. and really am very greatful to her. For sometime, u really forget everything while u listen to this wonderful, lovely song.

  26. Wonderful, This is my one of the favorite song.I love it.I like the first composition in a voice of Dipti Desai.Thank you.

  27. પ્રથમ ક્મ્પોઝીશન મને ખૂબ ગમ્યું.

  28. Just superb composition. Exactly donn know, but, Probably Amar Bhatt is first composer of this કરુણ ગીત.

  29. Jayashreeben,
    Jst superb work by giving all compositions of a wonderful song together. Yes, as u say the slowest version is the best one to display the emotions of the poetry. Thank you very much for opening the treasure of our mother-tongue and giving us most precious gems like this one after the other everyday!! Keep it up.

  30. પ્રગટ ન કરી શકે એવી નારીજગતની એક ભાવનાને અહીં
    કવિ વાચા આપે છે.એ પૂછે છે કે કઈ ઘડિએ એને વેણુમાંથી
    વેણુકા બનાવી એનો સ્વતંત્ર નાદ છીનવી લીધો.
    ચાંદસૂરજ

  31. ત્રણે ગીતો સાંભળવાની મઝા પડી
    અદભૂત રચના આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *