જો હોય – ઉશનસ્

આજે બે રીતે ખાસ દિવસ… એક તો નવરાત્રીના છેલ્લા દિવસે લગભગ સવાર સુધી નાચી-નાચીને, સીધ્ધા ગાંઠિયા – જલેબીની મઝા લેવાનો… એટલે કે દશેરાનો દિવસ..! અને હા, દશેરાના દિવસે વાહનની પણ પૂજા થાય ને? પહેલાના જમાનામાં બળદગાડીની પૂજા થતી, અને હવે સ્કૂટર, મોટરસાઇકલ, ગાડી (Car) વગેરેની પૂજા થાય છે..! ખરેખર, દશેરાના દિવસે બધા વાહનોને ગલગોટાના હાર અને સ્વસ્તિક કરેલા ફરતા જોવાની પણ એક મજા હતી…!! સૌ મિત્રોને અમારા તરફથી દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!

અને હા, આજે ૨૮મી સપ્ટેમ્બર – કવિ શ્રી ઉશનસ્ નો જન્મદિવસ.. (૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૦). એમને આપણા તરફથી જન્મદિવસની અઢળક શુભકામનાઓ સાથે માણીએ એમની આ ગઝલ..!

(સામે અષાઢઘન… ?   Crater Lake, OR – Sept 09)

* * * * * * *

આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢઘન હોય;

ફણગો ફૂટે અડકતાં જ,
ભીનોભીનો પવન હોય;

જે તે ચણ્યું ગમે ના,
કાચું પીમળતું વન હોય;

ઊગી જવાય વાડે,
જો આ ક્ષણે વતન હોય;

જામીય જાય મૂળિયાં,
જો થોડું બાળપણ હોય;

સિમેન્ટમાં ઢૂં ઢું છું:
એકાદ મિટ્ટીકણ હોય;

ઠરવા ચહે છે આંખો,
હરિયાળું ક્યાંક તૃણ હોય;

બોલાવે ઘેર સાંજે,
બાના સમું સ્વજન હોય.

(આભાર : Readgujarati.com )

16 replies on “જો હોય – ઉશનસ્”

  1. બોલાવે ઘેર સાંજે,
    બાના સમું સ્વજન હોય…
    લાગણીઓથી તરબતર ભીની ભીની
    ગઝલ.ખૂબ સુઁદર

  2. સુન્દર્!!!!.પર દેશ મા રહિને ગુજરતિ સન્સ્ક્રુતિ સાથે નો આશેવાસ બહુ સુન્દર લગ્યો. ગુજરાતિ સુગમ સન્ગિત નો આ અદ્બભુત ખજાનો પિરસવા બદલ આપ નો ખુબ આભાર્.સદાય તમારિ નવિ પોસ્ત નો ઇન્તજાર રહે ચે.
    ખુબ ખુબ આભાર્……….

  3. સુંદર ગઝલ. કવિશ્રીને જન્મદિનની વધાઈ.
    આ ચાર પંક્તિઓ ખુબ ગમી.

    ઠરવા ચહે છે આંખો,
    હરિયાળું ક્યાંક તૃણ હોય;

    બોલાવે ઘેર સાંજે,
    બાના સમું સ્વજન હોય.

  4. જયશ્રીબેન…..દશેરાની શુભેચ્છાઓ…..જીવનમાં પણ તમે હાસ્ય સાથે નાચતા જ રહેશો એવી મારી પ્રાર્થનાઓ….ઘણા સમય બાદ તમારા બ્લોગ પર પ્રતિભાવ મુકું છું…પણ અનેક વાર મુલાકાતો તો લીધી જ છે….અને અન્યને તમારા સુંદર બ્લોગ વિષે કહ્યું પણ છે…..તમારો બ્લોગ તો ખીલીને એક પુષ્પ બની ગયો છે ! “ચંદ્રપૂકાર ” પર કોઈ કોઈ વાર જરૂર પધારજો !>>>>ચંદ્રવદન (કાકા)
    http://www.chandrapukar.wordpress.com

  5. બોલાવે ઘેર સાંજે,
    બાના સમું સ્વજન હોય…સુંદર શે’ર

    બા જેવુ સ્વજન ગયુ અને હવે પથરાના મકાન રહી ગયા.

    સપના

  6. હ્ર્દય સ્પર્સિ ગઝલ અને અનુરુપ સુન્દર ચિત્ર્.કવિશ્રિને જન્મદિવસના અભિનન્દન્.

  7. મારા કોલેજના પ્રથમ વર્શ ના ગુજરાતેી પ્રાધ્યાપકશ્રેીને મારા કોતેી કોતેી વન્દન. જન્મદિનના અભિનન્દન. સુન્દર ગઝલ.
    September28 2009.સોમવાર.
    ૯-૩૦AM.

  8. સિમેન્ટમાં ઢૂં ઢું છું:
    એકાદ મિટ્ટીકણ હોય

    આજ ના સબ ન્ધ ના પરિપેક્શ્મઆન કેવી સુન્દર વાત.

  9. જયશ્રીબેન, તમને ને દરેક મિત્રોને પણ દશેરાની શુભેચ્છાઓ.

    કવિ ઉશનસ્ ને જન્મદિવસની વધાઈ. ગઝલ પણ સરસ છે.

  10. કવિશ્રી ઉસનસને શુભકામનાઓ અને જન્મદિવસના અભિનદન…..

Leave a Reply to P Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *