પિયુ મારો લીલો લજામણીનો છોડ – ભાસ્કર વ્હોરા

સ્વર : હર્ષદા રાવલ
સંગીત : ગૌરાંગ વ્યાસ

mimosa pudica

.

પિયુ મારો લીલો લજામણીનો છોડ,
અડકું અડકું ત્યાં તો અણિયાળી આંખ્યુંમાં રે
શરમું ના ફુટે પરોઢ….
…. પિયુ મારો

વ્હાલપના વેણ બે’ક બોલું બોલું ત્યાં તો
અવળું રે મુખ કરી લેતો,
ઘેન ના રે ઘુમ્મટમાં ઘેરી વળું ત્યાં તો
ના રે કહેવાનું કહી દેતો;

એને જોઇ જોઇ કુણા આ કાળજડામાં
જાગે કેસરિયા કોડ
…. પિયુ મારો

લીલી છમ લાગણીની વેલ જરા ધીરેથી
ઊંચી કરીને એને વીંટું,
સાગ તણા સોટા પર ઊઘડતું ફુલ જેવું
ફુલ હજી ક્યાંય ના દીઠું;

એને મોહી મોહી બાંધ્યો મેં માહ્યરામાં
મનના મિલનનો મોડ
…. પિયુ મારો

17 replies on “પિયુ મારો લીલો લજામણીનો છોડ – ભાસ્કર વ્હોરા”

  1. કોન લાજ્ે પિયુ?

    લજામણી પ્રિયતમા જોઇ છે પણ આ તો લજામણો પિયુ….

    ખરેખર સુંદર ગીત. અહીં તો પિયુને લજામણીનો છોડ કહ્યો છે, શું સરસ અને અનોખી ઊપમા આપી છે………….
    વાહ….મઝા આવી ગઈ…………..
    આભાર…

    NALIN

  2. a sweet lyric..with a melodious tune.{ though we , who live in cities ,have not seen a flower on a SAAG tree..!}

  3. આજ પ્રેમ નિ દુનિયા , આજ પિયુનો પ્રેમ , આજ વાતો , બસ , દુર જવાનિ વાત ના કર્તા…………………..આવાજ સર્સરસ મજના ગેીતો અમોને ……………ગમે……………………………….નવિજ પરિકલ્પના , ………………..

  4. સુન્દેર શબ્દો સાથે સુન્દેર સ્વર અને ઉત્તમ સન્ગેીત – it compliments each other so much.

  5. ખરેખર સુંદર ગીત. અહીં તો પિયુને લજામણીનો છોડ કહ્યો છે, શું સરસ અને અનોખી ઊપમા આપી છે………….
    વાહ….મઝા આવી ગઈ…………..
    આભાર…
    સીમા

  6. મને સાવરીયો રે મારો સાવરીયો હુ તો ખોબો માન્ગુ ને દઇ દે દરીયો ગીત સામ્ભળવુ છે.

  7. આંખ્યુંમાં રે શરમું ના ફુટે પરોઢ….
    કાળજડામાં જાગે કેસરિયા કોડ….
    માહ્યરામાં મનના મિલનનો મોડ….
    પ્રીતનું સુંદર ગીત!
    ગીતના સ્વર અને લય તેના ભાવમાં ખૂબ વધારો કરેછે.
    આભાર

  8. સુંદર ભાવ-ગીત… પ્રિયાની મસ્તી તો જુઓ…. મોહી-મોહીને પ્રિયતમને બાંધે છે તો ય ક્યાં? તો કે માહ્યરામાં ! વાહ…. વાહ… આજ લક્ષ્ય હતું, ખરું ને ? 😉

  9. લજામણી પ્રિયતમા જોઇ છે પણ આ તો લજામણો પિયુ….
    વાહ ભઈ વાહ

Leave a Reply to Uncle Cancel reply

Your email address will not be published. Required fields are marked *