શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી

ગુજરાતી સાહિત્યની એક અમર કૃતિ – શિવાજીનું હાલરડું – આજે હેમુ ગઢવીના સ્વરમાં ફરી એકવાર..

.

——————-

posted on : April 17, 2007

સ્વર અને સંગીત : ચેતનભાઇ ગઢવી

.

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)

બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.

———————

ફરમાઇશ કરનાર મિત્ર : S.Vyas. , તિલક પટેલ, શ્વેતાંગ

આલબમ : હાલરડાં
સ્વર : લાલિત્ય મુન્શા

.

સંપૂર્ણ આલ્બમ:

132 replies on “શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી”

  1. હા ત્યારે હુ ત્યાજ હતો મોદી સાહેબ પન આવ્યા હતા…

  2. On the auspicious occasion of my son ATIK’S marriage reception

    I offered this Gorgeous Song to my most beloved person HON

    NARENDRA MODIJI in Gujarari Dayro

    DR.HABIB MANSURI

  3. I offer my most beloved song SHIVAJI NU HALARDU to my most beloved dignitory of this world Architect of modern Gujarat and Dreamperson of SWARNIM GUJARAT HONERABLE SHRI MEHERBAN RAJMAN RAJESWARI SHRI NARENDRA MODIJI

    DR.HABIB MANSURI
    MOB 9913381251
    EMAIL ADDRESS drhabib.mansuri@yahoo.in

  4. Dear Jayshree,
    I have listened so many songs of Meghani on this site. Why don’t u make a radio channel of Meghani? It would be a great step 4 meghani lovers.
    REGARDS
    -Dharmesh

  5. આ હાલરડું એ મારી દિવસની શરૂઆત અને આનંદનું પર્યાય બની ગયુ છું

  6. જ્યારે હુ સ્કુલ મા ભન્તો હતો ત્યારે મારા ગુજરાતિ ના સાહેબ મારિ પાસે સિવાજિ નુ હાલરદુ ગવરાવતા મારુ સૌથિ પ્યારુ ગિત સે

  7. Vah… Vah…
    Gujarat Na Kavio Tatha Kalakaro
    Akha Guajarat Mo Survirtanu Naam Gunjtu Karnar A ” Rastiya Sayar ”
    Ne.

    I Wish You All The Best.

  8. I do not understand your objection to word Hindu. Aurangzeb was oppressing Hindus and Shivaji stopped him. That is the reason why I used word Hindus.

  9. I agree to you but I objected to fact that you told “We hindu’s” because even some Muslims do know that Aurangzeb did things which is like a Kafir or a demon like thing by killing the innocent. Even their religion doesn’t permit such killing. So If I had to re frame what you had told would be

    “We Indians should be ever grateful to Shivaji Maharaj as a protector of Hindus(no religion permits killing of innocent) just like Rana Pratap and Chankya.”

  10. આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)

    બાળુડાને માત હીંચોળે
    ધણણણ ડુંગરા બોલે.
    શિવાજીને નીંદરું ના’વે
    માતા જીજાબાઇ ઝુલાવે.

  11. @To Jaley H Dholakiya
    Try to understand the importance of Shivaji in the proper context of time. This was the time when Hindus were in danger from Aurangzeb. He protected us by waging a war against the tyrant. If you can not understand this, I feel sorry for you.

  12. Truly mesmerizing,I got baptized reading it.I find loss of words to speak. It is indeed a marvel of poets of India.
    @To Mr Ramesh Dave, True India is in acceptance not in rigidness of Hinduism. One of my Muslim friend sings more Hindu prayers than me. All religions mean the same and This poet brings of the most beautiful and pious emotions of selfless love of mother and child which is universal concept in nature. I am more of a human than Hindu.
    FOR POEM : I can not stop myself from crying when I hear this poem . . .

  13. હુ અત્યારે DAIICT,ગાન્ધીગર મા Engineering ભણુ છુ. આ હાલરડુ મારા બાપુજી નુ સૌથી પ્રીય ગીત હતુ કેહ્કે આ મારી સ્વર્ગીય મોટા બા સમ્ભળાવતા હતા.ઍ મજુરી કરતી હતી. પણ મારા પિતા ના ભણતર મા જરાય કસર નતી છોડી. ઍ જીજાબઇ ની જેમ અજ હતી.આજે મારા પિતાજી ના માથે હાથ મુકવા વાડુ કેઇ નથી ત્યારે આ ગીત બહુ યાદગાર બની ગયુ છે.

  14. ઘણા સમયથી આ હાલરડુ શોધતો હતો, આજે અચાનક મળી ગયુ બહુ જ મજા આવી. ખૂબ જ ધન્યવાદ.

  15. થેન્ક્યુ સો મચ..
    હુ આ હલર્દા નિ કેત્લ સમય થિ ખોજ કર્તો હતો..
    મને આ ખુબ જ ગમે ૬..

  16. મને મારા દાદિ કહેતા કે તુ નાનો હતો ત્યારે જ્યા સુધિ શિવાજી નુ હાલરડુ ના સામ્ભળતો ત્યા સુધિ સુતો નહિ.
    શિવાજી નો જન્મ તો મહારાશ્ટ્ મા થયો અને વાણિયા નો દિકરો સોરથ મા રહિ ને હાલરદડૂ લખે ચે.

  17. We Hindus should be ever grateful to Shivaji Maharaj as a protector of Hindus just like Rana Pratap and Chankya.

  18. જયાંજયાં વશે ગુજરાતી ત્‍યાં ત્‍યાં સદાકાળ ગુજરાત
    જય જય ગરવી ગુજરાત

  19. ખુબ ખુબ ધન્યવાદ્ તમારો ખુબ ખુબ આભાર્

  20. ખુબ સરસ હાલર્દ્દુ. બિજઆ સોૂર્ય ભાર્યઆ કાવ્યો સામ્ભાલ્વા ગામ્સે.

  21. ONE OF MY BEST ‘HALARDU’-IN MARATHI-‘ANGAAI GEET’.SHIVAJI MAHARAAJ IS A PROUD OF OUR INDIA,ZAVER CHAND MEGHANI HAS WRITTEN WONDERFULLY, AND SANG ALSO BEAUTIFULLY .THANK U SO MUCH .

  22. વિર-રસ પર બનેલુ સૌથિ ઉત્તમ જુસ્સાપ્રેરક્ કાવ્ય …જઇ હો મેઘાનિજિ નો

  23. આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
    તે દી તારી વીરપથારી
    પાથરશે વીશભુજાળી……શિવાજીને…
    બાળકને પણ જુસ્સો જગાડતુ હાલરડુ. નાનપણથી જ આવા શબ્દો કાન પર પડતા આવ્યા હોય એ બહાદુર બને એમાં નવાઈ જ નહિં ને.
    Jay Bavishi Mataji
    Kotada Bavishi PIN.360530

  24. શુ કહુ,

    મારા રુવાડા ઉભા થૈઇ ગ્યા

    બસ્ ખમ્મા

  25. One of the excellent poem from Zaverchand Meghani “Kasumbi No Rang” collection.After so many years read and listen today with same chilling effact.

    Dr.V

  26. શિવાજિનુ હાલરડુ ગિત થિ ખરેખર મારા દિલ ને ઘના દિવસે આનન્દ મલ્યો. વ્રજેશ શાહ લિમખેડા

  27. dear friends, I am trying to find the lyrics of Kumkum Kera Pagle Maadi Garbe Ramva Aavન્ગ urgently to sing this evening, your help in sending the lyrics & meanings are greatly appreciated, thanks, charu

  28. “શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે.”

    બા આ ગાઈ સંભળાવતી… ઘણા વખત પછી આ હાલરડું જોયું.

    “રહેશે નહીં, રણઘેલુડા ! ખાવા મૂઠી ધાનની વેળા” — મારી હાલત (અને કદાચ બધાંની) અત્યારે આવા જ કોઈ “રણઘેલુડા” જેવી છે. બા કદાચ એ વાત સહદેવની જેમ જાણતી હતી!

    “કાલે કાળાં જુદ્ધ ખેલાશે : સૂવાટાણું ક્યાંય ન રહેશે”

  29. I heard the halrdu.I am very much impress with the voice.
    keep it up Jayshree.
    This reminds me my childhood. Thanx for that

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *