એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે – મરીઝ

rose buds

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

વસવું જ હો તો જા જઇ એના જીવનમાં વસ
તારા જીવનમાં એને વસાવી નહીં શકે.

આંખો નિરાશ, ચેહરે ઉદાસી, આ શું થયું ?
જા હમણાં તારો હાલ સુણાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા જાણજે હવે તારી નથી જરૂર,
જ્યારે તને કશું ય સતાવી નહીં શકે.

ઝાહેદ સહજપણે જરા મારાથી વાત કર
કરશે અગર દલીલ તો ફાવી નહીં શકે.

એનો પ્રકાશ આગ નથી તેજ છે ‘મરીઝ’
આશના દીપ કોઇ બુઝાવી નહીં શકે.

22 replies on “એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે – મરીઝ”

  1. ખુબ જ હ્રુદયસ્પર્શક !

    ખુબ જ વાસ્તવિક અને લાગણિપ્રધાન!!!

  2. mariz is simply excellent his all collection is superb i have read some where
    વેદ પુરાન્ અને કુરાન્ મા બિજુ શુ કિધુ હસે જે કામ કરો તે લોભ અને ભય વિન કરો
    i have not seen such a philosophy in galib also
    mariz can not be compared with any body

    satish

  3. Mareez is Mareez. He has his entirely unique style of Gazal with thought provoking deep meaning. I greatly enjoy Mareez. Excellent & very enjoyable.
    Many thanks Jayshree.
    Mohan Vadgama
    (camp: London)

  4. અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
    સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

    પ્રેમની ગહરાઈ અને ઉચ્ચાઈ!!!!!

    What a gazal!!!!

  5. વાહ.. શુ ગઝલ લખી છે.. ખબર નહી હજુ music સાથે કેમ ન આવી??

  6. આફ્રરીન થઈ ગયા .મઝાઆવી ગઈ.
    આમ જ ચાલુ રાખો ભાઈ.

  7. બહુ દિલ સ્પર્શિ ગઝલ! સોભર્વા મરે તો મઝ આવિ જય્!
    ટમરો ખુબ ખુબ આભર્.

  8. THE OUTSTANDING gazal i have heard in my LIFE………………i hacve never heard gazal l;ike this before………

  9. એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે. … And,
    સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે…
    તું આવવાને ચાહે, ને આવી નહીં શકે….
    વસવું જ હો તો જા જઇ એના જીવનમાં વસ
    Well, actually, each line is unique and it each word has ‘depth’ in it..!
    Wonderful..!! don’t find words to say more..!!

  10. જીવનના બધાજ રન્ગોનુ પ્રતીબિમ્બ ખુબજ સુન્દર રીતે બતાડીયુ છે…”એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.”..

    વાહ્…..

  11. મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
    કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

    simply awesome !!

    • સુન્દર
      મારા કથન નુ આટલું ઊંડું મનન ન કર,
      કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

  12. તે વેળા જાણજે હવે તારી નથી જરૂર
    જયારે તને કશું ય સતાવી નહીં શકે.

    શૂનયતાના અવકાશમા સમાઈ, જીવનસમાધિમાં લિન થઈ,
    સાધુતાથી જીવવાનું જાણે આહવાન!
    ચાંદસૂરજ

  13. સુંદર ગઝલ… વિતાવી નહીં શકે વાળી વાત આખી ગઝલને ગાલિબની ઊંચાઈ પર લઈ જાય છે

  14. ખુબ જ સુંદર ગઝલ છે.. એક એક શેરની પોતાની અલગ જ પ્રતીભા છે. દરેક શેર ઉપર એક આખી અલગ ગઝલ જ રચાઈ જાય.

    ખુબ સુંદર જયશ્રી
    આભાર

  15. ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
    એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

    કેટલી સાચી વાત કરી છે “મરીઝે”.

    અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
    સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

    પ્રેમનો ઉચ્ચ તબક્કો!?

    A wonderful gazal.

Leave a Reply to Bhoomi Cancel reply

Your email address will not be published. Required fields are marked *