કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.
એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.
મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.
ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.
વસવું જ હો તો જા જઇ એના જીવનમાં વસ
તારા જીવનમાં એને વસાવી નહીં શકે.
આંખો નિરાશ, ચેહરે ઉદાસી, આ શું થયું ?
જા હમણાં તારો હાલ સુણાવી નહીં શકે.
અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.
તે વેળા જાણજે હવે તારી નથી જરૂર,
જ્યારે તને કશું ય સતાવી નહીં શકે.
ઝાહેદ સહજપણે જરા મારાથી વાત કર
કરશે અગર દલીલ તો ફાવી નહીં શકે.
એનો પ્રકાશ આગ નથી તેજ છે ‘મરીઝ’
આશના દીપ કોઇ બુઝાવી નહીં શકે.




April 9th, 2007 at 5:38 pm
ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.
કેટલી સાચી વાત કરી છે “મરીઝે”.
અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.
પ્રેમનો ઉચ્ચ તબક્કો!?
A wonderful gazal.
April 9th, 2007 at 8:53 pm
ખુબ જ સુંદર ગઝલ છે.. એક એક શેરની પોતાની અલગ જ પ્રતીભા છે. દરેક શેર ઉપર એક આખી અલગ ગઝલ જ રચાઈ જાય.
ખુબ સુંદર જયશ્રી
આભાર
April 9th, 2007 at 10:06 pm
સુંદર ગઝલ… વિતાવી નહીં શકે વાળી વાત આખી ગઝલને ગાલિબની ઊંચાઈ પર લઈ જાય છે
April 10th, 2007 at 12:24 am
તે વેળા જાણજે હવે તારી નથી જરૂર
જયારે તને કશું ય સતાવી નહીં શકે.
શૂનયતાના અવકાશમા સમાઈ, જીવનસમાધિમાં લિન થઈ,
સાધુતાથી જીવવાનું જાણે આહવાન!
ચાંદસૂરજ
April 10th, 2007 at 1:51 am
મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.
simply awesome !!
April 10th, 2007 at 2:19 am
જીવનના બધાજ રન્ગોનુ પ્રતીબિમ્બ ખુબજ સુન્દર રીતે બતાડીયુ છે…”એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.”..
વાહ્…..
April 10th, 2007 at 11:51 am
સરસ ગઝલ
May 11th, 2007 at 5:37 am
વાહ મરિઝ્ વાહ
May 11th, 2007 at 9:20 am
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે. … And,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે…
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે….
વસવું જ હો તો જા જઇ એના જીવનમાં વસ
Well, actually, each line is unique and it each word has ‘depth’ in it..!
Wonderful..!! don’t find words to say more..!!
October 7th, 2007 at 1:54 am
THE OUTSTANDING gazal i have heard in my LIFE………………i hacve never heard gazal l;ike this before………
March 17th, 2008 at 10:54 pm
આખી ગઝલ બાખૂબી પેશ કરી છે,
દરેક શેર copy-paste…. !!
May 11th, 2008 at 9:24 pm
બહુ દિલ સ્પર્શિ ગઝલ! સોભર્વા મરે તો મઝ આવિ જય્!
ટમરો ખુબ ખુબ આભર્.
August 27th, 2008 at 11:35 am
આફ્રરીન થઈ ગયા .મઝાઆવી ગઈ.
આમ જ ચાલુ રાખો ભાઈ.
August 28th, 2009 at 8:18 pm
વાહ.. શુ ગઝલ લખી છે.. ખબર નહી હજુ music સાથે કેમ ન આવી??
April 9th, 2010 at 6:39 pm
અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.
પ્રેમની ગહરાઈ અને ઉચ્ચાઈ!!!!!
What a gazal!!!!