કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ…

આજથી તો નવરાત્રી શરૂ.. પણ અમારા અમેરિકા (અને કદાચ દેશ સિવાય બીજી ઘણી જગ્યાઓ)માં નવરાત્રી ખરેખર ૪ weekends જેટલી લાંબી હોય છે.. 🙂 શ્રાધમાં જ શરૂ થતી ‘નવરાત્રી’ દિવાળીના ગરબા સુધીની હોય ઘણીવાર…

ચલો.. એ બધી વાતો વધારે કરવા જઇશ તો મોટાભાગના લોકો માટે નીરસ એવો નિબંધ લખાઇ જશે.. કદાચ અતુલ જેવા ‘ગામડા’ની નવરાત્રી બાળપણમાં માણેલી એ મગજમાંથી નીકળતી નથી, એટલે આ મોર્ડન નવરાત્રી વર્ષોથી જોઉં છું તો યે એટલી જામતી નથી…!! (તો યે પાછું ગરબા રમવા જવાનું તો ખરું..!!)

આજે, જેમણે કલ્યાણી શાળા (અતુલ)માં ગણિત પણ શીખવાડ્યું છે – અને સુવિધા કોલોનીમાં પડોશી તરીકે જેમની સાથે જાબુંડીના ઝાડના પાંદડાવાળો રસ્તો વાળીને એનું તાપણું પણ સાથે સાથે કર્યું છે – એવા દીપિકાબેનની ખાસ ફરમાઇશ પર – નવરાત્રીના પહેલા દિવસે માતાજીને ગરબો ગાવા બોલાવીએ…

સ્વર : હેમા દેસાઇ અને વૃંદ

.

કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા..
ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ
કે માડી ઘણી ખમ્મા..
કુમકુમ કેરા પગલે…

ચાલો સહિયર જઈએ ચાંચર ચોકમાં રે લોલ
દિવડો પ્રગટાવી માના ગોખમાં રે લોલ
આરાસુરી માત આવ્યા આંગણે રે લોલ
સામૈયું તે માનું કરીએ તોરણે રે લોલ

જય ભવાની જય ભવાની બોલીયે રે લોલ
વ્હાલના વાદળમાંથી તું પ્રેમ સદા વરસાવ
કે માડી ઘણી ખમ્મા..
ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ
કે માડી ઘણી ખમ્મા..
કુમકુમ કેરા પગલે…

ઢમ ઢમ ઢોલીડા તાલ દેજો રે લોલ
ઘુમી ઘુમી ગરબો સૌએ લેજો રે લોલ
સાથિયા પૂરાવો ઘરને આંગણે રે લોલ
અસવારી તે માની વાઘે શોભતી રે લોલ

જય ભવાની જય ભવાની બોલીએ રે લોલ
ઘરના આંગણિયામાં આવી મંદિર તું સર્જાવ
ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ
કે માડી ઘણી ખમ્મા..
કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા..
———-

અને હા, કવિ શ્રી હરીન્દ્ર દવેને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!!

40 replies on “કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ…”

  1. કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવો…
    જય માતાજી.
    જય જય ગરવી ગુજરાત

  2. dear hemaben,
    koyal jevo awaag 6e,bhagwan tamne haju pan anathi sari tak ape ane saday avo kokil kanth rahe tevi ishwar ne prarthna

    dear dave dir,
    god tamne avaa j shakti bharya shabdo ni rachna apto rahe e j prabhu prarthna…
    jay bhavani… jay bhavani…bol su …
    thanks
    hetan @ ketan mistri

  3. નવરાત્રિની પ્રથમ રાત્રિએ

    કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવો થી શરૂઆત…

    મઝા આવી ગઈ.

  4. thanks so much Jayshree, the english lyrics helped me a lot. MY mother tongue is tamil, but I love gujarati garba music. I am now listening to the song & trying to learn it with the lyrics you sent.

    Is there a good website you can recommend for other garba songs and even the meaning of kum kum. I am trying to put together a performance of only gujarati & rajasthani folk & garba songs.. maybe will sing in the next month. appreciate any tips.

    regards, charu

  5. Jayshreeben, doing a very nice job.. pls keep it up.. very nice garbo & well sung by Hemaji..pls post ‘Raksha karo Jagdamba bhavani’

  6. Excellent composition and on top of that, very well sung by Hemaben in her divine voice. Really enjoyed listening quite a few times. Please post “Kumkum Na Paglaa Padyaa” and in Hemaben’s voice “Dhoop Sami Sugandh Bhari Maa”. Thank you for sharing these treasures.

  7. Kharekhar Jayshree

    You deserve compliments instead of comments… This song sents to be an example to it..

    Hema’s voice is melodious too…

    Regards
    RAJESH VYAS
    CHENNAI

  8. માનનીય જયશ્રી બહેન આપનો ખુબ ખુબ આભાર , તહેવાર મુજબ આપ શ્રી જે રીતે ઇ પોસ્ટ ના માધ્યમથી તહેવારો ની યાદ યાદગાર ગીત યા ભજન યા પ્રાચિન લોકગીત ના માધ્યમથી કરાવો છો તે બદલ ખુબ ખુબ ધન્યવાદ……..
    હે મા અમારા મન મઁદિરે કુમકુમ પગલે પધારો. પ્રથમ નોરતે મા ને વિનઁતી ભર્યો ગરબો મુકી મન પ્રફુલ્લિત્ થઈ ગયુ.નવરાત્રિ ના નવ દિવસ આ રીતે પ્રાચીન ગરબા મુકી રમઝટ બોલાવશો….આભાર

  9. નવરાત્રિની શુભકામનાઓ…. !!

    મજાનો ગરબો….અને આ ગરબા વિના નવરાત્રિ કેમ મણાય ?

  10. પહેલે નોરતે જ સુંદર ગરબાથી માતાજીનું સ્વાગત! શુભ નવરાત્રિ!

    દિનેશ પંડ્યા

  11. Namste Jayshreeben
    I love this site…looking forward for Garba-ni Lahani/Ramjhat…durring Navratri. Enjoy it sooooooooo much. Thank You.
    Hema Desai have such a ” Surilo Avaaj”. Ten years ago I had a chance to listen to het just from 10 feet away.

  12. soul stirring garabo on first navratri! Congratulation for the selection.
    We have read that navratri has become too much commercialized in India whereas it has maintained its dignity to large extent in USA…..
    Can you post best Vishwambhari Stuti during Navratri?
    Our heartfelt prayer for Harindra Dave….He will always be missed

  13. Jaishree ben you are great ,thank you very much for posting this garbo. Please convey our birthday wishes to Respected Mr. Harindra Dave.

  14. માનનીય જયશ્રીબહેન,

    આપને ત્થા ટહુકો.કોમના તમામ વાચકોને નવરાત્રિની હર્દિક શુભકામનાઓ. આજે સવારથીજ આ ગરબો મારા મનમાં રમતો હતો. જયારે ટહુકો.કોમ ઓપન કર્યુ અને આ ગરબો જોયો ત્યારે અત્યંત હર્ષની લગણી થઈ.

    એક ગુજરાતીને ગરબાનું કેટલું વળગણ હોય એતો સઉકોઇ જાણેજ છે. હું વડોદરાનો રહેવાસી છું, એટલે પારંપરિક ગરબા સાથે વિશેષ સબંધ ખરો. જયારે પણ નવરાત્રિનું નામ સાંભળીયે એટલે માં શક્તિ (આરકી) અને યુનાઈટેડ વે નું ગરબા ગ્રાઉન્ડ્ નજર સમક્ષ આવી જાય છે.આ જે જ્યારે ઘાણા બધા શહેરોમાં પારંપરિક ગરબા નું સ્થાન ડિસ્કો ડાંડિયાએ લઈ લીધુ છે ત્યારે વડોદરા, વડોદરાના ગરબા આયોજકો અને વિશેષ કરીને વડોદરાવાસીઓ માટે ગર્વની લગણી અનુભવું છું, કે જેમણે ગરબાના પાર્ંપરીક સ્વરુપને જાળવી રાખ્યું છે.

    વડોદરાના ગરબા માતાજીના ગરબાથીજ શરુ થાય છે. પ્રથમ ત્રણ તાળી, પછી બે તાળી અને પછી દોઢીયું. છેલ્લે ગાડી અને રમ્ઝણીયું. ૪-૫ કલાક ક્યાં થઈ જાય એની ખબરજન પડે. આમ તો ઘણુ બધુ છે કહેવા માટે, પણ જો એમ કરીશતો વિષયાંતર થઈ જશે.

    આમ તો મારી પાસે ગરબાનો ઠીક ઠીક કહી શકાય એવો સંગ્રહ છે, પણ એમાં રમ્ઝણીયું નથી. જો આપ રમ્ઝણીયું ટહુકો.કોમ પર ઉપ્લબ્ધ કરાવી શકો તો આપનો ઘણોજ આભારી રહીશ.

    ફરી એક વખત ટહુકો.કોમ ના તમામ વાચકો ને નવરત્રિની હર્દિક શુભકામનાઓ અને નવરાત્રિની શરુઆત એક ખુબજ સુંદર પોસ્ટથી કરવા બદલ જયશ્રિબહેનો ખુબ ખુબ આભાર.

    જય માતાજી.
    જય જય ગરવી ગુજરાત.

    આપનો આભારી
    ઉત્કર્ષ શાહ.

  15. જય માતાજી! પ્રથમ નોરતે જ ખૂબ જ સુંદર ગરબો!
    સૌને શુભ-નવરાત્રિ!
    સુધીર પટેલ.

  16. અમેરિકાની શનિ-રવિની અને યુ.કેની દરરોજની રાસ-ગરબાની રમઝટમાં મઝા જ મઝા
    પણ આપણા વલહાડમાં બો મઝા આવે…
    ટુલના ની ઠાય …અટુલ.
    પારનેરા દોડીને ચઢી પ્રેકટીસ કરેલી તેથી થાક પણ ની લાગે

    ઢમ ઢમ ઢોલીડા તાલ દેજો રે લોલ
    ઘુમી ઘુમી ગરબો સૌએ લેજો રે લોલ
    સાથિયા પૂરાવો ઘરને આંગણે રે લોલ
    અસવારી તે માની વાઘે શોભતી રે લોલ
    તાલદેતા રમતા હોય અને સાચે જ વાઘ આવે તો કોઈ બી પોરી ની ગભરાય

  17. ખુબજ સરસ ગરબો.ગાયિકાનો અવાજ ખુબજ સારો લાગ્યો.

  18. હુ આજ્ની પોસ્ટની રાહ જ જોતી હતી અને આ સરસ ગરબો સાંભડવાની ખુબ મજા આવી ગઈ. ઘણો ઘણો આભાર, જયશ્રેી અને નવરાત્રિની બધાને શુભેચ્હાઓ.

  19. ખૂબ ખૂબ આભાર જયશ્રી! આ ગીત ઘણા વખત થી મગજ માં ઘુમરાતું હતુ

  20. જયશ્રેી બહેન્ આ સુન્દર ગરબો સ્ઁભળાવવા બદલ ઘણો આભાર્ . આ નવરાત્રેી દર્મ્યાન રાજુલ મહેતાનુઁ ” રક્ષા કરો જગ્દમ્બા ભવાનેી’સમ્ભળાવશો? તે ગેીત ઘણા સમયથેી નથેી સાઁભળ્યુઁ.

  21. thx a million for this lovely post on the 1st day of navratri, here v do not get to listen any traditional garba, thx once again!!

  22. ઊર્મિબહેનને મુબારક જન્મદિન !
    નવરાત્રિનાઁ અભિનઁદન જયશ્રીબહેનને !

  23. Thanks Jaishreeji. I was thinking about this Garbo yesterday only, and I got it today. How beautiful it is. It is evergreen.

  24. Jayshreeben,
    Namaste.I am also from small village BAGWADA TA. PARDI and now in USA, missing lot all festivals and specially NAVRATRI.We welcome PRESENT but without any doubt we have to accept OLD IS GOLD and if anybody needs the proof
    the GARBO WHICH YOU SENT is ENOUGH. Thanks and hope for some more good GUJARATI LOKGEET.
    Rajni Raval.

  25. Daer Mr. P Mehta,

    I am in USA since 1984 and met so many professionals including MD doctros,CA & CPA{Certified Public accountant,i.e. like our CA} who knows more about India and Indian culture. This is a choice one has in a life either to value the roots or not. staying out of India dose not permit anyone a right to forget about India, Gujrat and Gujraties.I met people staying in India and pretend to be like a ???? when visited USA on H1 ( working Visa) for few years. What I mean is, it is an individual who should assess the importance and significance of retaining our culture.

    The only problem is, I can’t type good in gujrati otherwise I have a fabulos vocabulary in Gujrati. This is FYI{For your information} only.

    Jai shree krishna,
    kaushik & Bharti Sheth.

  26. શ્રી હરીન્દ્ર દવેને તેમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.

  27. તમારી વાત ખરી છે, અમેરિકામાં નવરાત્રી ‘લાંબી’ જ ચાલે છે તો પણ મુંબઈ જેવું ધંધાકીય વાતાવરણ તો નથીજ. મજા આવે છે. ગુજરાતી કુટુંબના બાળકો ભલે ગુજરાતી બહુ ન જાણતા હોય પણ ગરબામાં હોંશે હોંશે જરૂર પહોંચી જવાના. રંગબેરંગી ડ્રેસના ફેશનનો લહાવો પણ મળેને!

    સરસ ગરબો રજુ કર્યો છે. રોજ નવા નવા ગરબાઓ રજુ કરતાં રહેશો.

  28. Glad that from America you have not forgotton our tradition….and remembered Garba…Hope everyone will keep it up like you and will not gorget the roote (Muliya)and transform this to the next generation.Many many THANKS.

  29. jaishree,

    Even after trying real hard, I could not find any appropriate word to praise what I am listing to and efforts put in to serve the community. God bless you and request to have more people like you to contribute to Gijrati culture.

    From Kaushik & Bharti Sheth
    USA

Leave a Reply to M.D.Gandhi, U.S.A. Cancel reply

Your email address will not be published. Required fields are marked *