દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના – અમૃત ઘાયલ

ટહુકો પર પહેલા ફક્ત પાંચ શેર સાથે રજુ થયેલી આ ગઝલ, આજે બાકીના શેર સાથે ફરીથી પ્રસ્તુત કરું છું.

આવી જ એક ખુમારીભરી હર્ષ બ્રહ્મભટ્ટની ગઝલ – અમે રાખમાંથીયે બેઠા થવાના (જેની વાત ધવલભાઇએ commentમાં કરી) – એ પણ ખાસ વાંચવા જેવી છે. અને થોડા દિવસમાં એ ગઝલને ફરીથી માણીશું – હેમા-આશિત દેસાઇના સુમધુર સ્વર સાથે :)

river crossing

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહિં ડૂબીને સિન્ધુ તરી જવાના.

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના,
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના.

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓ માં પણ પાથરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના.

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના.

21 thoughts on “દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના – અમૃત ઘાયલ

 1. s.vyas

  Thank you Jayshree, for some of your recent postings of inspiring, uplifting themes and sentiments:
  એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે……..
  અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે……..

  …..પ્રેરણાત્મક શબ્દો

  Reply
 2. ધવલ

  એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
  હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

  સરસ વાત !

  લગભગ સરખા કાફિયા રદીફની ગઝલના મારા પ્રિય શેર:

  અમે રાખમાંથીયે બેઠા થવાના,
  જલાવો તમે તોયે જીવી જવાના.

  ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
  તરી પણ જવાના ને તારી જવાના.

  – હર્ષ બ્રહ્મભટ્ટ

  Reply
 3. અમી

  એક પ્રોત્સાહજનક રચના. પહેલી જ વાર વાંચવા મળી.

  આભાર જયશ્રી.

  Reply
 4. Chandsuraj

  ખુબ સુંદર !
  જીવનખોળિય જલતાં આત્મબળ કેરાં એ દીવડે પ્રેરણાદિવેલ પૂરી
  એને સતેજ અને જવ્લ્ંત રાખવાનું ઉમદા કારય આવી જ પંકતિઓને આભારી છે.
  ” યા હોમ કરીને પડો ” કવિ નર્મદને યાદ કરીએ.
  ચાંદસૂરજ

  Reply
 5. Shah Pravin

  પ્રેરણાદાયાક અને ઉત્સાહ વધારે તેવા એક એકથી ચડિયાતા શેર છે. આ પંક્તિઓ ખૂબ ગમીઃ
  સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
  દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.
  આભાર,

  Reply
 6. Harry

  ખરેખર પ્રેરણાદાયી ગઝલ છે.

  મેં એક ગુજરાતી પંક્તિ બહું વર્ષો પહેલા વાંચી હતી..

  ” આમ તો એક બિન્દુ છું પણ સપ્તસિન્ધુ થી સંકળાયેલૉ છું. “

  Reply
 7. વિવેક

  સુંદર ગઝલ…. વાંચતા-વાંચતા જ લોહીમાં ગરમાટો આવતો લાગે…

  “શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું”ની ખુમારીવાળો શાયર જ આ લખી શકે.

  Reply
 8. Ramesh Shah

  જયશ્રી,
  સાંજ થવા આવી છે,અને રાત પડે એ પહેલાં આ શબ્દો દિલ ઉપર કોતરી લેવાં છે.
  એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
  હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.Encouraging.

  Reply
 9. pusp

  kya ghazal hai…………. જો કોઇ મરતા કોઇ માનવ ને આ ગઝલ સમ્ભલાવ્ મા આવે તો તે બિજા ૧૦૦ વરસ જિવિ જાય્………………………..

  Reply
 10. pecks

  hey….jayashree..i read an article in local gujararti newspaper regarding the contribution made by gujarati blogs…and yr name with site was mentioned….congrates…
  .oh…here….amrut ghayal at his best once again.

  Reply
 11. sanjiv

  આ સાઇત બાનાવિ ને તમે દરેક ગુજરાતિ ના દિલ જિતિ લિધા ચ્હે અને અ વાત ભવિસ્ય મા સિધ થઇ જસે

  Reply
 12. Vraj Gajkandh

  આભાર…!
  સમગ્ર Kutch ના સર્જકો તરફ થી ઇર્શાદ……..!

  Reply
 13. Sachin Rajani

  ખુબ જ મજા આવે છે જયારે કૈક સરસ અને જુનિ વાતો કે પછિ જુનિ કવિતાઓ વાન્ચવા મલે છે. આભાર ટહુકો નો.

  Reply
 14. Zalak Vyas

  વાહ, મારી મનગમતી ગઝલ(ગઝલો) માંની એક ગઝલ.

  મને તો આ ગઝલ અમને ધોરણ-૮ માં આવતી હતી ત્યારથી જ બહુ ગમતી હતી.

  જયશ્રીબેન,
  તમારો ખુબ ખુબ આભાર,
  ઝલક વ્યાસ (શનિ)

  Reply
 15. mukesh parikh

  એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
  હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
  સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
  દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.
  શું િઝંદાદીલી….કેવું મજબૂત મનોબળ….જીઓ તો ઐસે જીઓ…

  Reply
 16. pragnaju

  ઘાયલની ખૂબ સુંદર પ્રેરણાદાયક,ઘાયલ કરે,તેવી ગઝલ.
  કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
  દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.
  વાહ્
  સુરેનની પંક્તી યાદ આવી
  મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું ’મેહુલ’ અહીં
  જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં

  Reply
 17. manvant

  નિજ મસ્ત થઇ જીવન આ પૂરુઁ કરી જવાના ;
  બિન્દુ મહીઁ ડૂબીને …સિન્ધુ તરી જવાના ! વાહ !

  Reply
 18. Devshi

  ખુબજ સુન્દર શેર. હયદય મ ટચ કરિ જાય તેવો….. સ્પેસિય ફોર
  અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
  ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

  Reply
 19. sandip luhar

  અમૃત ઘાયલ, મારા ઘર પાસે રહેતા હતા, કયારેય ન મળ્યના દુઃખ છે પણ અને નથી પણ, પણ આ પૃથ્‍વી પર દરેક આત્‍માને શરિર ની જરૂર હોતી નથી. ઘાયલને કોઇ જ ઘાયલ ના કરી શકે.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *