દીકરીને – યોસેફ મેકવાન

જન્મી અમારે ઘર આંગણે તું
દોડે ધમાલો કરી, ધીમું ચાલે;

ને હાસ્યથી ખંજન થાય ગાલે
જોઉં અરે શૈશવ મારું છે તું!

તારા રૂપાળા કરથી તું મારું
ચિબૂક કેવું પસવારે વ્હાલે,

ને અંગૂલિથી કદી નાક ઝાલે,
મારુંય હૈયું બનતું સુંવાળું!

તને પરાયું ધન હું ન માનું
તું લૂણ છે આ ધરતીનું જાણું.

અનાદિથી તું રહી પ્રાણપોષી
બ્રહ્માંડની તું ધરી, સૂક્ષ્મકોષી.

તું પ્રકૃતિનું જીવતું પ્રતીક
ને સંસ્કૃતિનું ધબકંત ગીત!

13 replies on “દીકરીને – યોસેફ મેકવાન”

  1. જંગલમાં બહારો નું ખિલવાનું….!!

    દિકરીનું આવી ને બસ બેસી પાસે રડવાનું
    વિચારું શું પુછું ગળે વળગાડી રડવા દેવાનું
    જ્યારે ને ત્યારે છે બધાનું દુઃખી થાવાનું
    આજ અચાનક તેનું દિલથી દુઃખાવાનું
    મારા હાથમાં મમ્મી એના શ્વાસ મુકવાનું
    દરરોજ નૂ હસીને કહે મને બોલાવાનું
    જર્મન વિનિ નું હવે ના રહ્યું રિબાવાનું
    ઘણીવાર બુક વાંચી મારે, રૂમે હસાવાનું
    દિકરી આવને વાંચ, હવે કોણ કેહવાનું
    બુક નું શ્વાસ વગર નિઃસ્તબ્ધ રહેવાનું
    દિવાલ પાછળ બારીના દ્રશ્યનું થીજવાનું
    હસીને બાળપણ માં વિનિ નું ભાગવાનું
    કોણ કેહશે હવે બુકનું આગળ પતાવાનું
    હાસ્ય રૂમ માં ફરીવળ્યું રૂદન ડુસકાનું
    માયા લગાવી દરેકનું અહીંથી જાવાનું
    રડીને કરી દે બાય આને તો સહેવાનું
    પણ મમ્મી દર વીક નું આ જ જોવાનું
    વિચારેલું જંગલમાં બહારો નું ખિલવાનું
    યાદ કરી પછી વ્યક્તિ ને ભુલવાનું
    —રેખા શુક્લ

  2. ઘણી જ સુંદર રચના. આજની દીકરી એ તો આવતી કાલના સમાજની સન્નારી. …નટુ સોલંકી (અમદાવાદ)

  3. આ રચના મને તો ખુબ જ ગમી.. દીકરીનો પ્રેમ તો નશીબદારને જ મળે.એમાય ઍનું બાળપણ તો માને પણ , ફરી બાળકી થઇ દિકરી સાથે રમવાનું મન થાય એવું !

  4. તને પરાયું ધન હું ન માનું
    તું લૂણ છે આ ધરતીનું જાણું.

    બાપ અને દિકરીનું ભાવવાહી પ્રદર્શન.

    સપના

  5. સમજવામાં સરળ એવી છંદોબધ્ધ રચનાનું પ્રેમાળ ભાવવિશ્વને અને સાહજિકતા ગમી ગયાં.

Leave a Reply to Rekha shukla(Chicago) Cancel reply

Your email address will not be published. Required fields are marked *