કસમ દીધા છે મને જ્યારથી – મેઘબિંદુ

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

કસમ દીધા છે મને જ્યારથી રહ્યો ત્યારથી ચૂપ
સાચું કહું છું મને ગમે છે તારું સુંદર રૂપ
કસમ દીધા છે……..

બંધ કરું જો આંખો તોયે તું જ મને દેખાતી
મીઠી-મીઠી યાદોની સુગંધ મને વીંટળાતી
મળું તને હું તુજમાં ત્યારે થઇ જતો કદરૂપ
કસમ દીધા છે…….

પનઘટ પરથી સંકેતોની હેલ ભરી તું આવે
સ્મિત તણાં એ જળથી મારા જીવતરને ભીંજાવે
મળ્યું મને ના જોવા કોઇ દિ કોઇનું એવું રૂપ
કસમ દીધા છે…..

33 replies on “કસમ દીધા છે મને જ્યારથી – મેઘબિંદુ”

  1. કસમ દીધા છે ગીત નાં માત્ર શબ્દો છે.ગીત ક્યાં.

  2. પ્રથમ વાર સાંભળી આ ગઝલ વારંવાર સાંભળવાની ઈચ્છા થાય. PU is just awsome. No words..

  3. વેરિ ગૂદ ભજન-સોન્ગ આનો અર્થ કોય પોસ્ત કરે થો બહુજ મહેરબાનિ

    ર પતેલ

  4. બંધ કરું જો આંખો તોયે તું જ મને દેખાતી
    મીઠી-મીઠી યાદોની સુગંધ મને વીંટળાતી
    મળું તને હું તુજમાં ત્યારે થઇ જતો કદરૂપ
    કસમ દીધા છે…….

    કદરૂપ ના સ્થાને તદરુપ હોવુ જોઇએ.

  5. કવિશ્રી મેઘબિંદુના સહુને સ્પર્શતા ભાવ અને શ્રી પુ.ઉપાધ્યાયનો હલકો-ભીનો સ્વર
    મનમોહક…દિલ ને સંતૃપ્તિ આપી જાય તેવા!
    “કદરૂપ “જ છે? ‘તદ્ રુપ’/ તદરુપ…નૈ?
    -લા’કાન્ત / ૮-૯-૧૧

  6. સંબંધ તો આકાશ ; ખુબ સરસ રચના છે આ આલ્બમ માં

  7. બહુજ સુન્દર.meghajibhai, we are proude to have friend like u.ભાવનાઓ નિ અતિ સુન્દર અભિવ્યક્તિ.લજવાબ્.
    મનુબેન
    from atlanta U S A

  8. બંધ કરું જો આંખો તોયે તું જ મને દેખાતી
    મીઠી-મીઠી યાદોની સુગંધ મને વીંટળાતી…
    મારા નયનમાં તારી તો તસ્વીર છે, સ્વપ્ન અને યાદોમાં આવી સતાવે તુ, …

  9. અદભુત્…..

    બંધ કરું જો આંખો તોયે તું જ મને દેખાતી
    મીઠી-મીઠી યાદોની સુગંધ મને વીંટળાતી
    મળું તને હું તુજમાં ત્યારે થઇ જતો તદરુપ…

    સુંદર કલ્પના….

  10. શુ કહુ…?
    શબ્દો સાથ નથી આપી રહ્યા..!
    અદ્..ભુત્..!

  11. આખિ કવિતા નિ રચના ખુબ સુન્દર છે . કવિશ્રી મેઘબિંદુ ને ખુબ ખુબ આભર .

  12. have heard this so many times, and still want to hear this again and again.
    wah, Purushottambhai, tamaro jawab nahi..

  13. પનઘટ પરથી સંકેતોની હેલ ભરી તું આવે
    સ્મિત તણાં એ જળથી મારા જીવતરને ભીંજાવે
    મળ્યું મને ના જોવા કોઇ દિ કોઇનું એવું રૂપ
    કસમ દીધા છે…..
    વાહ્ શું ખુબસુરત અભિવ્યક્તી…

  14. ખુબ ખુબ આભાર જય્શ્રિબેન મે જ્યઆ રે આ ગિત સઅમ્ભલ્યુ ત્યારે મને બહુ જ ગમ્યુ હતુ અને તમે મારિ વિનન્તિથિ તહુકો પર મુક્યુ

  15. સરસ ગીત.આભાર જ્યશ્રી લાવવા માટે.પુરુષોતમભાઈનો અવાજ. અહાહા…
    સપના

  16. મળુ તને હુ તુજ મા ત્યારે થૈ જતો તદરુપ
    સુધારિ ને વાચવા વિનનતિ

  17. ‘મળું તને હું તુજમાં ત્યારે થઇ જતો કદરૂપ’

    કવિએ સરસ કલ્પના કરી છે.

  18. કવિશ્રી મેઘબિંદુની કલમ અને શ્રી પુ.ઉપાધ્યાયની લાજવાબ ગાયિકી
    એકસેલેંટ કૉમબીનેશન.

    પનઘટ પરથી સંકેતોની હેલ ભરી તું આવે
    સ્મિત તણાં એ જળથી મારા જીવતરને ભીંજાવે

    સુંદર કલ્પના.

    આભાર.

    • ક્વિશ્રિ મેઘ્બિન્દુનિ સરસ રચનઆ અને શ્રિ પુર્શોતમ ઉપધ્યયનો સ્વર
      ખુબ મોજ પદિ

Leave a Reply to N R VAGHELA Cancel reply

Your email address will not be published. Required fields are marked *