ન જાણું કે – રમેશ પારેખ

ન જાણું કે કોના ભણી નીકળે,
અમસ્થાપણાને અણી નીકળે.

ન સ્પર્શે મને એ જુદી વાત છે,
અહીંથી વસંતો ઘણી નીકળે.

ઊગે હાથ, હાથોમાં રેખા ઊગે,
કયું બીજ કાયા ખણી નીકળે ?

કે રસ્તો જ અહીંયા કરે અપશુકન,
અને જાતરા વાંઝણી નીકળે.

કયા ચક્રવર્તીને તાબે થવા
આ શરણાગતિ આપણી નીકળે ?

18 replies on “ન જાણું કે – રમેશ પારેખ”

 1. Ami says:

  સાચુ કહું?? રચના ના શબ્દો તો થોડા “ઉપરથી” ગયા પણ અહિઁ જે ફોટો મુક્યો છે તે બહુ જ પસંદ આવ્યો.

  આ ફોટાની પસંદગીમાં તો તમે “અદભુત છો.

 2. Jayshree says:

  આ આખી ગઝલમાં મને સૌથી ગમતો શેર :
  ન સ્પર્શે મને એ જુદી વાત છે,
  અહીંથી વસંતો ઘણી નીકળે.

  અને ફોટો પણ એ શેરને ધ્યાનમાં રાખીને જ મુક્યો. 🙂

 3. ર.પા. એટલે શબ્દનું વરદાન પામેલો રાજવી… એના જ શબ્દોમાં કહીએ તો સાચો સર્જક એ છે જે શબ્દોને મોક્ષ આપે… ર.પા.એ coin કરેલા શબ્દોની સૂચી બનાવીએ તો કદાચ નાનકડો શબ્દકોશ જ બની જાય!

 4. RADHIKA says:

  કે રસ્તો જ અહીંયા કરે અપશુકન,
  અને જાતરા વાંઝણી નીકળે.
  I LIKE THIS ONE MOST

 5. ગીતા says:

  આપ સૌ ગુજરતિ ભાષા અને સાહિત્યનું જતન કરો છો..
  પણ દૂઃખ સાથે કહું છું..કે ….સામાન્ય વ્યક્તિ માટે આપ વધારે અઘરાં છો….અને કદાચ આપ જેવા ભૂતકાળ મા થયા હશે એટલે ગુજરાત ને ………પોતાની ભાષા માટે આજ ભીખ માઁગવી પડે છે…ઉત્તમ સાહિત્ય પુસ્તક મા હોઇ છે પણ..સાથે સાથે જીવનમાં વણાયેલું હોઇ છે ..! આપ સરળ ભાષા અને સાહિત્ય આપશો તો એક ગુજરાતી ને ગુજરાતી વાંચવા તેમજ ગુજરાતી બોલવા માટે અને ગુજરાતી હોવાં માટે ગર્વ થશે…

 6. SANKET says:

  YOU ARE RIGHT AMI AND GEEATA
  . WHY IT’S DIFFICULT TO UNDERSTAND ?
  WHY POET WROTE THE POETRY WHEN SOME ONE CANT MAKE A MEANING ! OR “SAMJI SHAKAI TEVUn”

  THATS WHY OUR GUJARATI IS GONNA VINTAGE AFTER SOME YEARS
  UNDERSTANDING THE LANGUAGE IS TO LIVE LIFE !
  BE SIMPLE YOU WILL PROMOTED !
  DO IT FOR OUR GUJARATI

 7. માનવ says:

  ઇતિહાસ ને ભવિષ્ય ના બનાવો

 8. Harshad Jangla says:

  બીજી કોઈ ચર્ચા ન કરીએ અને ગઝલ માણીએ તો?
  આભાર જયશ્રી

 9. Reader says:

  શક્ય છે કે કોઇ કવિતાનો અર્થ ના ખબર પડે. English અને સંસ્ક્રુત ભાષામાં પણ ઘણાં કાવ્યો છે કે જે આપણને ખબર ના પડે, કારણ કે આપણું ભાષાનું જ્ઞાન limited હોય અને કવિની કલ્પના પણ અનોખી હોય. પણ એટલે કાંઈ આપણે ગુજરાતીમાં કાવ્યો વાંચીએ નહીં એવું તો ના કરીએ, બરાબરને? આપણને ધારો કે કાવ્ય સમજાય નહીં તો (૧) જયશ્રીબેન ઘણી વખત પ્રસ્તાવનામાં આસ્વાદ આપતા હોય છે એ જોઇ લઈએ, અથવા (૨) અહીં feedbackની commentsમાં કોઈને પ્રશ્ન પૂછી લઈએ કે આ મને કોઈ સમજાવો.

  ન પૂછીને મૂંઝાવું એના કરતાં પૂછીને સન્તુષ્ટ થવું, કોઈ તો ઉત્તર આપશે જ. અને કોઈએ આપેલો જવાબ આપણા દિલ-દિમાગને ગમે તો સ્વીકારવો.

  છેલ્લે છેલ્લે એક વાત લખવાનું મન થાય છેઃ ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ કક્ષાનું લખાણ છે જ, ગુજરાતી સંગીતમાં ઉત્તમ કક્ષાનાં ગીતો છે જ, અને એ બધું જયશ્રીબેનનો ટહુકો આપણી સમક્ષ લાવી રહ્યો જ છે એ એમનો પ્રયાસ વંદનીય છે!

 10. Reader says:

  મારાથી જેવો થાય એવો સમજવા પ્રયાસ કરું છું;

  ન જાણું કે કોના ભણી નીકળે,
  અમસ્થાપણાને અણી નીકળે.
  અમસ્થાપણું એટલે કારણ વિનાનું. અણી એટલે કશુંક ધારદાર, ઇજા પહોંચાડી શકે એવું. આઅ જમાનો શું એવો તો નથી થૈ ગયો કે આપણે ચાલતા હોઇએ અને અચાનક ક્યાંકથી કશુંક ધારદાર આપણને શારીરિક કે માનસિક ઇજા પહોંચાડી જાય? કવિનો આ સીધોસાદો પ્રશ્ન છે.

  ન સ્પર્શે મને એ જુદી વાત છે,
  અહીંથી વસંતો ઘણી નીકળે.
  વસંત રુતુ તો દર વરસે આવે છે, એમાંથી કેટલી વસંત હું માણી શકું છું આ કવિનો પ્રશ્ન છે. પ્રક્રુતિ અને રુતુઓ બદલાતી નથી, માણસ બદલાતો ગયો છે, એ વ્યથા છે.

  ઊગે હાથ, હાથોમાં રેખા ઊગે,
  કયું બીજ કાયા ખણી નીકળે ?
  આ એક કલ્પનામાત્ર છે કે જાણે શરીર રૂપી જમીનમાંથી આ હાથ ઊગી નીકળ્યા અને વળી પાછા છોડ પર ફૂલ ફૂટે એમ હાથ પર રેખાઓ ઊગી નીકળી…તો આ હાથ એ કાયામાં રોપેલા કયા બીજમાંથી ઊગી નીકળ્યા? આ એક કલ્પના માત્ર છે અને એ કલ્પનાને આપણે માણવાની છે, જેમ કે પવનને લીધે હલતા ઘાસને જોઇને કોઇ કલ્પના કરે કે પવન પોતાના બાળકો સરીખા ઘાસનાં તણખલા ઉપર પ્રેમથી હાથ ફેરવી રહ્યો છે! હવે તમે જ કહો, આમાંથી કાંઇ શીખ લેવાની છે કે પછી ફક્ત આ કલ્પનાને માણવાની છે?

  કે રસ્તો જ અહીંયા કરે અપશુકન,
  અને જાતરા વાંઝણી નીકળે.
  રસ્તો હંમેશા મુસાફરની સાથે જ આવતો હોય છે, એટલે આ રાહ અને રાહીની એક જોડી હોય છે…પણ જો મારો સાથી એવો રસ્તૉ જ મારાથી આડો ફન્ટાઈ જાય કે અપશુકન કરે, તો પછી મંઝિલ તો મને મળવાની જ ક્યાંથી? મારી જાતરા ત્યારે તો વાંઝણી એટલે કે ફળ વિનાની જ રહેવાની ને?

  કયા ચક્રવર્તીને તાબે થવા
  આ શરણાગતિ આપણી નીકળે ?
  એવો તો કયો ચક્રવર્તી છે કે જેને હું શરણ થઈ જાઊ? અર્થાત મારો અન્તરાત્મા અથવા તો ભગવાન સિવાય બીજો કોઈ ચક્રવર્તી નથી કે જેને હું તાબે થાઊં.

  મને જે લાગ્યું તે લખ્યું, આપણા દિલ-દિમાગને જે અને જેટલું ગમે તે અને તેટલું સ્વીકારવું!

 11. chirag says:

  Mr./Ms. Reader,
  ભાષા પ્રત્યે ની તમારી સંવેદનશીલતા જોઇ આનંદ થયો, સુંદર આસ્વાદ કરાવ્યો. તમારૂ તખલ્લુસ ‘reader’ ની જગ્યાએ ‘writer’ ના હોવુ જોઇયે ?

 12. Pinki says:

  ખૂબ સરસ…
  સુંદર ચર્ચા !!

 13. chintan says:

  આપણે બધા સાદુ ગુજરાતી જાણીએ જ ચ્હીએ.
  તો એ પણ જાણવુ જોઇએ કે આપણી ભાશા કેવી મહાન ચ્હે.
  જ્યારે આપણે ભાશા ને પુરી રીતે જાણવા નો પ્રયત્ન કરીએ તો વધારે માન ઉપજે અને એના વિશે કઈક લાગણી થાય.

 14. rachana says:

  હાઈ જયશ્રી,

  શુ ટહુકામા એવુ થૈ શકે કે, વાચકો પોતનિ ગુજરતિમા રચના મુકી શકે?
  બાય ધ વે, મને અનુસ્વાર મુકવાની હજી સમજ નથિ પડતી, તેથી વાચક મિત્રો મને માફ કરશે એવી શ્રધ્ધા સાથે…

  રચના

 15. Kantibhai Raval says:

  કયા ચક્રવર્તીને તાબે થવા
  આ શરણાગિત આપણી નીકળે ?

  વાહ!!!! Excellent!! માનનીય રીડરિમત્ર, ગઝલનો સ-રસ આસ્વાદ કરાવવા બદલ આભાર અને જયશ્રીબેનનો આભાર તો ખરોજ.

 16. arpan says:

  sanket and geeta,

  tamara jeva loko j gujarati bhasha ni ghor khodwa betha hoy evu lage chhe….

  aa tamari murkhayee ke nabalayee kaheway ke tamne nathi samzatu ke kavi shu kaheva mange chhe, ane kyanthi samzay, jyare tamaru gujarati nu shabd bhandol ane gujarati samazwani bhawna j ele gayee hoy.

  tamara jeva ne jack and jill ni english poems j samzashe…

  kam se kam aavi post karine kavi nu ane kavita nu apmaan karwanu bandh karo..

 17. rajeshree trivedi says:

  સમજણ્ની ક્ષિતિજોનો ફલક માપવા માટે કવિતા નથી પણ આપણી સમજણ વિક્સાવવા માટે છે. બીજી ભાષાના અઘરા શબ્દો પણ શીખી જવાય છે તો આપણી ભાષા તો સમય જતા આવડી જશે જ્ આ અણિયાળા શેર માણવાની મજા આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *