પાંદડુ લીલું ને રંગ રાતો – અવિનાશ વ્યાસ

ગીતકાર અને સંગીતકારઃ અવિનાશ વ્યાસ
સ્વરઃ લતા મંગેશકર ,મહેન્દ્ર કપૂર

mahendi

.

પાંદડુ લીલું ને રંગ રાતો
હે જી મારી મહેંદીનો રંગ મદમાતો….

ભુલી રે પડી હું તો રંગના બજારમાં
લાગ્યો મને રંગ કેરો છાંટો
પાંદડુ લીલું ને રંગ રાતો

રેશમની કાયા તારી જાણે લજામણી
લટકંતી લટ્ટો તારી ભુલ રે ભુલામણી
રૂપને ઘેરીને બેઠો ઘુંઘટનો છેડલો..
વાયરાની લ્હેરમાં લહેરાતો
પાંદડુ લીલું ને રંગ રાતો

રંગરસિયા જરા આટલેથી અટકો
દિલને લોભાવે તારા લોચનનો લટકો
વારી વારી થાકી તો યે છેલ રે છબીલા તુ તો
અણજાણે આંખમાં છુપાતો
પાંદડુ લીલું ને રંગ રાતો

———————

ફરમાઇશ કરનાર મિત્રો : દેવ, નિયંતા, પ્રિત, અંકિત

33 replies on “પાંદડુ લીલું ને રંગ રાતો – અવિનાશ વ્યાસ”

  1. ૧૯૬૦ની આસપાસની સાલનું ગુજરાતી પિક્ચર ‘ મહેંદી રંગ લાગ્યો ‘ અને તેનું આ ‘ પાંદડું લીલું ને રંગ રાતો …… ‘ ગીતે તો લોકોને ઘેલુ લગાડ્યું હતું. લગ્ન સરામાં માઇક પરથી આ ગીતનાં સ્વરો હંમેશા ગુંજતા. વળી આના પરથી તો ઘણા લગ્ન ગીતો પણ રછ્યા અને લગ્ન મંડપમાં બહેનો ધુમ મચાવતી. _________________ ભરત મહેતા. મઢી , તારીખ ૦૧-૦૧-૨૦૧૪.

  2. આ ગીત ની સમજુતી એવી છે કે જ્યારે મહેન્દી લગાવવામા આવે છે ત્યારે તેનો રંગ લીલૉ હોય છે અને જ્યારે તે સુકઈ જાય છે ત્યારે તે લાલ થઈ જાય છે ઍટલે એવુ કહેવા માંગે છે કે જેવી રીતે મહેન્દી લીલૉ રંગ બદલી ને લાલ થઈ જાય છે તેમ તુ પણ તારા જીવન મા હવે રમત છોડી ને એક જીમ્મેદારી ભર્યુ જીવન નિભાવજે અને તારુ જીવન સફલ અને સુખમય વિતે

  3. એક ગેીત વગર લતા મન્ગેશકર નુ કલેક્શન અધુરુ ચે. “‘ઍ કાનુડા તોર્રિ ગોવલણ હેજિ મોરલિયે લલચાણિ રે….’ સમ્ભળાવો તો તમારો રુણિ રહિશ.

  4. દુર ના એ સુર…ભુતકાળ ના સંસ્મરણો વાગોળવાની ખૂબ જ મજા આવી

  5. જલસો જ જલસો પાંદડુ ભલેને લીલુ હોય પણ રંગ તો રાતો જ હોય છે. જુની ગુજરાતી ફિલ્મ ’’ મહેંદી રંગ લાગ્‍યો’’ નુ આ ગીત છે.આજ ફિલ્‍મનું રફી-લતાનું નૈન ચકચૂર છે કયારે મૂકો છો? બેન મારા. જયશ્રીબેન અમારી સંગીત ભૂખ વધતી જ જાય છે. વાનગીઓ જ એવી પીરસો છો પ્‍છી તો આ જ હાલત હોય ને ? એની વે અન્‍ય રફી-લતા-ઉષાજીના યુગલ ગીતોની રાહ જોઉ છું.

  6. thank you so much jayashree for this wonderful experience, reading the lyric and singing along as well….a dream come true…..

  7. thanks i love no word to describe for your effort,
    i amm looking song and story/dayro by voice of manu gadhavi,if you find pl send me link or i would buy cd/dvd/ at whatever price,

  8. આ ગિત બહુજ ગમેસે અમને. આ સિવય મહેન્દિ રન્ગ લગ્યો પન બહુજ સરસ સે.

  9. VERY GOOD WORK PL KEEP IT UP. WILL U PLEASE PUT ‘ANTAR MAM VIKSASIT KARO ANTAR TAR HAY’ [ GUAJRATI TRANSLATION OF A PRAYER IN BEGALI BY RABINDRANATH TAGORE. I WILL BE HIGHLY OBLIGED

  10. બહેનશ્રી જયશ્રીબેન,
    લીલુડી ધરતીનુ આ સદાબહાર ગુંજતુ અને લીલુછમ ગીતડુ
    સદાય લીલું જ રહેશે અને એવા લીલાછમ ગીતોથી ભરેલા
    કુંડાઓથી શોભતા રંગબજારમાં ભલા કોને ભુલા પડવાનુ મન ન
    થાય! અને એ પણ જ્યારે એના સોદાગર અવિનાશ વ્યાસ શા
    પ્ર્ખર વ્યાપારી હોય અને રુપાળા શબ્દોથી ભરેલા એ રંગીલા
    સ્વરાંકણોના કુંડાઓને ઊંચકનારા સુશ્રી લતા મંગેશકર અને
    શ્રી મહેન્દ્ર કપુર જેવા વાણોતર હોય!
    આપણાં લોકગીતોના શણ્ગાર અને અલંકારનું એક ઉમદા અને
    મોંઘેરું ઘરેણું જેનો ઓપ કદી પણ ઝાંખો પડી શકે જ નહીં.
    આભાર.
    ચાંદસૂરજ

  11. વાહ ખુબ મઝા આવી ગઇ. પાંદડુ ભલેને લીલુ હોય પણ રંગ તો રાતો જ હોય છે. જુની ગુજરાતી ફિલ્મનુ આ ગીત છે.

  12. પાંદડુ લીલું ને રંગ રાતો !!?? પ્રેમ આંધળો હોય એ તો સાંભળેલુ પણ “રંગ-અંધતા” પણ હોય એ આ ગીત સાંભળીને ખબર પડી. 🙂 But enjoyed the songs. Thanks JAYshree.

  13. આ ગીત પણ હજી લીલુંછમ છે પણ ટહૂકાનો રંગ રાતો…….
    મઝાનું ગીત
    આભાર જયશ્રી

Leave a Reply to અમી Cancel reply

Your email address will not be published. Required fields are marked *