અમને ખબર નઇ – ડૉ. ગોપાલ શાસ્ત્રી

આજે એક મસ્ત મઝાનું નખરાળું ગીત..! ગામના કોઇ છોકરા-છોકરીની આંખો મળે, અને આખા ગામને ઓળખતા એ બન્ને એ વાત છુપાવાની કોશિશ તો કરે જ ને..! પણ મરીઝ કહે છે ને –

એકાદ હો તો એને છૂપાવી શકું ‘મરીઝ’
આ પ્રેમ છે ને એનાં પુરાવા હજાર છે.

એમ છાની-છપની વાત ગામમા વહેતી તો થઇ જ જાય… અને પછી ઉઠતા સવાલોમાંથી બચવાનો કેટલો સરળ રસ્તો કવિએ અહી શોધી આપ્યો…

સ્વર : અચલ મહેતા – દેવાંગી જાડેજા
સંગીત : અચલ મહેતા

( કો’ક પૂછે તો એમ કહેવું કે…. Photo : DollsofIndia.com)

છાની છપની વાત અજાણી ગામમાં વહેતી થઇ
કો’ક પૂછે તો એમ કહેવું કે અમને ખબર નઇ

આથમતી આ સાંજની સાથે આવતી તને જોઇ
વાયરાની જેમ દોટ મેલી તો ક્યાંક ન દીઠું કોઇ
ત્યાં અચાનક મારા કાનમાં મારા ટહુકા કરતું કોઇ
કો’ક પૂછે તો એમ કહેવું કે અમને ખબર નઇ

સાવ સૂની આ સીમમાં તને દેખતાં ફૂટ્યું ગીત
આંખમાં માઝમ રાતના શમણા રેલાવે સંગીત
ક્યાં લગ નજરુથી મળવાનું સાવ અજાણ્યા થઇ
કો’ક પૂછે તો એમ કહેવું કે અમને ખબર નઇ

– ડૉ. ગોપાલ શાસ્ત્રી

31 replies on “અમને ખબર નઇ – ડૉ. ગોપાલ શાસ્ત્રી”

  1. આ ગિત આવુ સુન્દર હશે તે મને ખબર નૈ….

  2. હુ અનિલા તમારિ સહાધ્યાયિ અનિલા અમીન અમેરિકાથી. તમારુ ગીત ખુબ ગમયુ

    અભિનદન.

  3. આપનો ખુબ આભાર્…………….તમે ખુબજ સારુ કામ કરો છઓ……………ગુજરાતઈ

  4. મસ્ત મસ્ત મજાનુ નખરાળુ ગીત….

    ક્યાં લગ નજરુથી મળવાનું સાવ અજાણ્યા થઇ
    કો’ક પૂછે તો એમ કહેવું કે અમને ખબર નઇ

  5. I have the same question if this is same Dr.Gopal Shashtri who is from Baroda and used to teach at Vinay Vidhyalaya.

  6. સરસ મઝાનું રમતિયાળ એકદમ મસ્ત સુંદર સ્વરરચના
    JATIN

  7. Jayshreeben,
    Many many happy returns of ‘Birth-Day’ and
    thanks for to-day’s “BHAV VAHI”
    geet to you and “Tahuko.com”
    Bansilal Dhruva.

  8. એકાદ હો તો એને છૂપાવી શકું ‘મરીઝ’
    આ પ્રેમ છે ને એનાં પુરાવા હજાર છે.

    વાહ્!!!!
    આ ગીત પણ ખુબ સુનદર!!!

    ચપટી નિન્દ્ર વીણ્વા અમે ટેવ ના મા ર્યા .,,,,, રમેશ પારેખ્.. ના જેવુ….

  9. વાહ..ખરેખર મસ્તીવાળું..ચુલબુલું..અને નખરાળું ગીત.

    સુંદર પ્રસ્તુતિ.

    આભાર.

Leave a Reply to Bansilal Dhruva Cancel reply

Your email address will not be published. Required fields are marked *