ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ. ઘડપણ ટેક.
ઊમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ,
ગોળી તો ગંગા થઇ રે, અંગે ઊજળા થયા છે કેશ. ઘડપણ.
નહોતું જોઇતું ને શીદ આવિયું રે, નહોતી જોઇ તારી વાટ,
ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ. ઘડપણ.
નાનપણે ભાવે લાડવા રે, ઘડપને ભાવે શેવ,
રોજ ને રોજ જોઇએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ. ઘડપણ.
પ્રાત:કાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય,
ઘરના કહે મરતો નથી રે, તને બેસી રહેતાં શું થાય ? ઘડપણ.
દીકરા તો જૂજવા થયા રે, વહુઓ દે છે ગાળ,
દીકરીઓને જમાઇ લઇ ગયા રે, હવે ઘડપણના શા રે હાલ. ઘડપણ.
નવ નાડો જૂજવી પડી ને આવી પહોંચ્યો છે કાળ,
બૈરાંછોકરાં ફટફટ કરે રે, નાનાં બાળક દે છે ગાળ. ઘડપણ.
અંતકાળે વળી આવિયા રે, દીકરા પધાર્યા દ્વાર,
પાંસળીએથી વાંસળી રે, પછી છોડીને આપી બા’ર. ઘડપણ.
એવું સાંભળી પ્રભુ ભજો રે, સાંભરજો જગનાથ,
પરઉપકાર કીધે પામશે રે, ગુણ ગાય નરસૈંયો દાસ. ઘડપણ.
-નરસિંહ મહેતા



September 15th, 2009 at 6:26 am
ઊઁબરા તો થયા ડુઁગરા અને પાદર થયા પરદેશ…..
પ્રણામ નરસિઁહ મહેતાને…
September 15th, 2009 at 7:15 am
Respected Jayshree Ben, September 14, 2009. 9.44 p.m. U S eastern time.
You have posted this BHAJAN at very very appropriate time, at least for me.
” Jaldi Dejo Mara Kagal Tana Javab,
Ne Svikarjo Mara Ghana Ghana Juhar”.
Harsukh Doshi.
September 15th, 2009 at 8:20 am
૩૦ વષ્રો બાદ આ શબ્દો વાઁચ્યા. સાઁભળવા મળે તો મજા પડેી જાય્.. મારા દાદા આ ગેીત ગાતા રહેતા. આભાર.
September 15th, 2009 at 8:54 am
કવિશ્રી નરસિંહ મહેતાને આદરપુર્વક શ્રધ્ધાન્જલી અને નમન……
September 15th, 2009 at 9:24 am
મારે આ ગીત આખુ વાંચવુ હ્તુ.ટહૂકો તમારો આભાર્.
સપના
September 15th, 2009 at 10:14 am
khub saras….!
sadakal chiranjiv…preranasabhar.yuvano mate anukaraniya….ghardao mate divo…Jayubenno jay ho….!Aavajo….
September 15th, 2009 at 12:52 pm
My 2 request for Gujarati poems are yet to receive from you. Kindly advise us when are you going to post the same.
Once again congratulations for the wonderful job.
May God Bless you.
Sincerely,
CG Amin
September 15th, 2009 at 4:32 pm
સદા તો નથિ રેવાના…આવ્યા તે જવાના…વધુ જિવવાના શુ ધખારા…જિવિ જાઓ અને જિવાદિ જાઓ…
September 15th, 2009 at 5:57 pm
વાળ ધોળા થયા, આંખે ઝાંખપ આવી, કાન માંડીએ તો જ વાત સંભળાય એવી દશા થઈ, ઉંબરો ઓળંગતા ડુંગર ઓળંગવા જેટલી મહેનત પડવા લાગી, પાદરે જવું હોય તો પરગામ જવા જેવું લાગવા માંડ્યું અને પણિયારે પાણી પીવા જવું હોય તો પાણીની ગોળી ગંગા જેટલી દૂર હોય તેમ લાગવા માંડ્યું.અંતકાળ દેખાય છે પણ આવતો નથી.. કેવી દયનીય દશા થઈ ગઈ છે ! શું કરવુ
ત્યારે આ પંક્તીઓ પ્રમાણે કરવું…
એવું સાંભળી પ્રભુ ભજો રે, સાંભરજો જગનાથ,
પરઉપકાર કીધે પામશે રે, ગુણ ગાય નરસૈંયો દાસ. ઘડપણ. અહંકાર તજી એને સ્વીકારી લો. હરિ ભજન કરી એને હળવી કરો. ઘડપણ એ ભવસાગર પાર કરવાનું પ્રવેશદ્વાર છે. પરલોકની યાત્રા અહીંથી શરૂ થાય છે.
September 15th, 2009 at 11:24 pm
આ ભજન નથિ આવ્તુ
September 15th, 2009 at 11:35 pm
This bhajan was not posted with music. I will add the music in future if I get it.
Thank you,
Jayshree
September 16th, 2009 at 12:04 am
સૈકાઓ પહેલાં ભલે નરસિંહ મહેતાએ આ ભજન લખ્યું, પણ આજે તો ઘડપણમાં આનાથી પણ વધારે તકલીફ છે એટલે અત્યારના જમાનામાં તો દરેક જણ દવા કરતાં કરતાં દિલથી પણ સનાતન સત્ય જેવું આ ભજન ગાતાં જ હશે.
સરસ ભજન મુક્યું છે.
September 16th, 2009 at 12:22 am
આપણે થોડા સુખી વૃદ્ધો પણ જોઇએ છીએ સમાજમાં. તબિયતના રોદણા નથી રડતા. શક્તિ પ્રમાણે હરે છે, ફરે છે, ખાય છે, પીવે છે, પોતાના કે પડોશના પૌત્રોને રમાડે છે ને એક્લા હોય કે બેકલા મઝા કરે છે. બાકી મોટા ભાગના માટે નરસીહ મહેતા સાચ્ચા જ છે.
September 16th, 2009 at 12:59 am
જયારે યુવાની હતી ત્યારે મોજશોખ સીવાઈ કાંઈ વિચાર્યું નહીં , હવે જ્યારે વનમાં પ્રવેશ કર્યો તો રોજ નવા નવા દુખ ! નરશિંહ મહેતાના સમમયમાં પણ આવું હતું તો પછી આતો કળીયુગ ! કોઇ પાસે આશા રાખ્યા વિનાનું જિવન જિવવું સૌને ગમે , પણ નિસહાયતા આગળ કોનું ચાલે?
September 16th, 2009 at 1:11 am
i like the wordings of the bhajan. it is written so long ago
but reflects reality of life( even in the time of all modern aminities ) at the
old age !!
September 16th, 2009 at 7:26 am
મને આ ભજન ખુબ ગમે છે.વ્રુધ્ધોની સાચી પરિસ્થિતી વર્ણવતું આ ભજન સાવ સરળ રીતે લખાયું છે.
હું માનું છું કે આપણું વિશ્વ વ્રુધ્ધોની લાકડીના ટેકે આ બ્રહ્માન્ડ્માં ટકી રહ્યું છે,નહીં તો વિશ્વને ઠેબે ચડાવવામાં ક્યાં કોઇએ બાકી રાખ્યું છે.
સવા ચારસો વર્ષ પહેલા આપણી ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતા એક ભડવીર ,બહાદુર, ક્રુષ્ણ ભક્ત કવિ થઈ ગયા જેમણે સમાજ ના સાવ છેવાડે વસતા હરીજનોને ત્યાં જઈ ભજન કરવામાં સંકોચ કદી અનુભવ્યો ન્હોતો.નાગરી ન્યાતે તેમને ન્યાત બહાર મુક્યાં ત્યારે આ નિડર ભક્ત કવિ હરિજનવાસ મા જઈ ભજન કરતા.
આવા ભક્ત , સમાજ સુધારક કવિને વંદન્…
September 17th, 2009 at 4:01 am
ખુબ જ સુન્દર ભજન મુકવા બદલ અભિનન્દન !
તમે ખુબ સુન્દર કામ કરો ચ્હો……best of luck….I have difficulty writing(chh) in gujarati
September 17th, 2009 at 4:09 am
You can click on the Show Keyboard link displayed below the comment box.
Show Keyboard
There you can see which english characters to type to get particular gujarati character.
Thank you,
Jayshree
September 17th, 2009 at 12:23 pm
સુંદર રચના… ક્યારેક રચના સાથે મિત્રોના પ્રતિભાવ વાંચવાની પણ મજા પડે છે
September 18th, 2009 at 7:55 pm
dear jayshri, thank you for posting my favourite kavita on tahuko. I appriciate your prompt action. Manoj Shah.
October 16th, 2009 at 11:24 am
Not able to see music player on the site for this bhajan. Kindly do the needful
October 16th, 2009 at 11:44 am
This post doesn’t have music added to it.
Please refer to site-guide : http://tahuko.com/?page_id=1345 to identify the posts which does include music.
Thank you.
January 28th, 2010 at 10:08 am
મને નર્સિન્હ મહેતા ની ક્રુતી બહુ ગમે .
April 12th, 2010 at 8:09 am
ગરવ કિયો સોઇ નર હાર્યો સિ યા રે રામજિ ગરવ કિયો સોઇ નર હાર્યો જિ.
આ ભજન સામભલિ શકય?
April 12th, 2010 at 7:09 pm
અંતકાળે વળી આવિયા રે, દીકરા પધાર્યા દ્વાર,
પાંસળીએથી વાંસળી રે, પછી છોડીને આપી બા’ર.
એવું સાંભળી પ્રભુ ભજો રે, સાંભરજો જગનાથ,
પરઉપકાર કીધે પામશે રે, ગુણ ગાય નરસૈંયો દાસ.
ઘડપણ માનસિક શાંતિ પણ એટલી જ જરૂરી છે.
આ માટે જીવન જીવવાનો દષ્ટિકોણ સાચો હોવો જરૂરી છે.
ગીતા, ઉપનિષદ, રામાયણ, મહાભારત વગેરેમાં ભારતીય સંસ્કૃતિનાં મૂળભૂત અને પાયાનાં મૂલ્યોનું જતન કરવામાં આવ્યું છે.
આ મૂલ્યો આપણને જીવન પ્રત્યેનો સાચો દષ્ટિકોણ-અભિગમ સમજાવે છે.
તેને લક્ષમાં લઈને જીવનનો હેતુ બરાબર સમજીને સાચું જીવન જીવવાની કળા હસ્તગત કરી લઈએ તો માનસિક અશાંતિ ઘણી બધી ઓછી થઈ શકે છે.
‘तुष्यन्ति च रमन्ति च’ એમ જે ગીતામાં કહ્યું છે તે ટૂંકામાં આ દષ્ટિકોણ સમજાવે છે.
આવા ભજનથી તથા તે પ્રમાણેનું રોજબરોજનું વર્તન બનાવતાં જઈશું તો
માનસિક શાંતિ પૂરતા પ્રમાણમાં મળી રહેશે.
June 11th, 2010 at 3:36 pm
આપ નો બહુજ આભાર અને ખુબજ સુન્દર પ્ર્યન્ત