ભણવાની ઋતુ આવી…. – મુકુલ ચોક્સી

ગુજરાતમાં આજકાલ બોર્ડની પરીક્ષાઓ ચાલે છે..

દસમા અને બારમાની તમારી પરીક્ષાઓ યાદ છે ? મારી સૌથી વધુ હાલત ખરાબ થતી સમાજવિદ્યા અને અર્થશાસ્ર્ત્ર જેવા વિષય વખતે. આજે ભલે યાદ કરતા થોડું હસવું આવી જાય, પણ ત્યારે તો એ પરીક્ષાઓ એટલે જાણે જંગ.. આખું વર્ષ બસ એક જ વાત… આ વખતે તો બોર્ડની પરીક્ષા. માનસિક તાણ શું હોય એ કદાચ એ વખતે પહેલીવાર સમજાયેલું.
આજે મને થાય છે કે મુકુલભાઇએ લખેલું અને મેહુલભાઇએ સ્વરબધ્ધ કરેલું આ ગીત એ વખતે સાંભળ્યુ હોત, તો જરૂરથી પરીક્ષાઓ વધારે સારી ગઇ હોત.

કવિઃ મુકુલ ચોક્સી
સંગીતઃ મેહુલ સુરતી
ગાયકઃઅમન લેખડિયા

bhanavani


ભણવાની ઋતુ આવી
મહેનત અને મનોબળ,
સફળતાની બે ચાવી…

હવે તો પ્રેમ બેમને છોડો
મનને વિરામ આપો થોડો
ક્રિકેટ પાછળ ઓછુ દોડો
બસ પુસ્તકથી નાતો જોડો

પરીક્ષાને જ સખી બનાવી,
એને દિલમાં લેજો સમાવી

ન રાખો મનમાં હેજે તાણ
છે ભાથામાં શ્રધ્ધાના બાણ
કરી દો સૌ મિત્રોને જાણ
હવે તો યુધ્ધ એ જ કલ્યાણ

ડરને મનથી દૂર ભગાવી
કલમની લો બંદૂક ઉઠાવી

——————–

ફરમાઇશ કરનાર મિત્ર : S.Vyas

24 replies on “ભણવાની ઋતુ આવી…. – મુકુલ ચોક્સી”

  1. ભાથામા શ્ર્દ્ધાના બાન ખુબ સરસ સુનદર રચના .

  2. જયશ્રીબેન,
    ભણવાની ઋતુ આવી…. – મુકુલ ચોક્સી
    By Jayshree, on March 20th, 2007 in અમન લેખડિયા , ગીત , ટહુકો , મુકુલ ચોકસી , મેહુલ સુરતી. પરીક્ષાના હાલના આ દિવસો એટલે કેવું ભણ્યા તેની કસોટીના દિવસો. ગીત ભલે કસમયનું છે પણ ભારતની શાળાના ઊનાળાની રજા ના દિવસો બાદ ફરી ભણવાની ઋતુ છે તે યાદ રાખી રજાઓ ખરેખર માણવી પણ તેની સાથે મમતા ન બંધાય તેવો કવિનો ઈશારો પણ છે. સ્વરાંકન ખુબ જ સુંદર છે. અભિનંદન.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  3. ખરેખર ખુબ જ સુંદર ગીત છે… ભણવાનો પારો ચઢાવે એવુ
    ખુબ જ સુંદર રચના
    ખુબ જ સુંદર સંગીત
    ખુબ જ સુંદર પસંદગી શ્રેયા માખેચા સુરત ભુલકા વિહાર શાળા

  4. Aa geet tou shala maan nathi avyu pan aaje pan ame aa shlok learn kariye che,
    vidhya naam narasya rupmadhikam prchanna guptam dhanam,
    vidhya bhogkari yashaha sukh kari vidhya gurunaguru,
    vidhya bhandhujano videshgamane vidhya param devatam,
    vidhya rajasu pujita na tu dhanam vidhyavihina pashu…….

    aa shlok amne aa vakhtej exams ma avyo hato jayshree didi mane pehli be line tou kato kat aj aavdi gai karanke e tou aapne rojaj aa geet maa sambhadiye che !!!

  5. આ વિભાગમા પ્રસિધ્ધ થતા અભિપ્રાયો ગિતકાર, સઁગિતકાર કે ગાયક દ્વારા પ્રેરિત ના હોય તે વધુ આવકાર્ય ગણાય. સારા ગિતને સારો અભિપ્રાય મળે જ. પણ તે માટે ઉતાવળા ન થવુઁ જોઇએ. ખેર… અભિનઁદન…. આ ત્રિપુટિને….

  6. Very beautiful song. The music composition of Mehul uncle is mind blowing.Mukul uncle has written this song very nicely. I really liked this song.The shloke in the starting of the song is also nice. It is a song for the students for the preparations of their exams. It is liked by many of the students. This song creates an energy in our minds during examinations. Well done Mukul uncle! Well done Mehul uncle! go on composing this type of songs for us. Thank you Jayshree auntie for keeping this song

    -RASHI SONSAKIA

  7. નમસ્તે જયશ્રીબહેન,
    હુ જ્યારે પણ આ સાઈટ ખોલુ છું ત્યારે ગીત કટકે કટકે સંભળાય છે તો મને એ માટે યોગ્ય માહિતિ આપશો
    ધન્યવાદ્

  8. I HAVE THE ORIGINAL CD OF THIS SONG ..
    SHLOK IS SUNG BY MRS NUTAN SURTI.last year MUKUL-MEHUL production launched before 10th exatms to motivate students.

    varsha mehta

  9. આભાર, જયશ્રીબેન!
    ગીત દ્વારા સરસ ભણાવ્યું અને સરસ્વતીનું પૂજન પણ કરાવ્યું,
    સરસ્વતીનો શ્લોક મૂકી ને.
    જોમ જમાવી દે તેવું ગીત.

  10. બહુ જ સરસ અને જોમ જમાવી દે તેવું ઝમકદાર ગીત. વચ્ચે સરસ રીતે સરસ્વતીનો શ્લોક મૂકી દીધો છે.

  11. ખરેખર ખુબ જ સુંદર ગીત છે… ભણવાનો પારો ચઢાવે એવુ
    ખુબ જ સુંદર રચના
    ખુબ જ સુંદર સંગીત
    ખુબ જ સુંદર પસંદગી

    કવિઃ મુકુલ ચોક્સી
    સંગીતઃ મેહુલ સુરતી
    ગાયકઃઅમન લેખડિયા

    અને પ્રસ્તુતકર્તા જયશ્રી

  12. આ મેહુલભાઈ સુરતી ને એ આર સુરતી કહે છે તે જરાય ખોટુ નથી
    મઝાનું ગીત

  13. Interesting composition. I wanted to listen to this song after reading an article in an Indian newspaper online. I think it was about the influence of music on motivation/pschological affect. Am also learning so much about our poets–along with Vivekbhai Tailor and Urvish Vasavada, Mukulbhai Choksi too, is a medical doctor. How fascinating! Are there any more? Would be great of you could post such interesting tidbits along. I liked listening to the infusion of sanskrit shlok in the song- it has an interesting effect.

  14. hi jayshree !

    કવિઃ મુકુલ ચોક્સી
    સંગીતઃ મેહુલ સુરતી
    ગાયકઃઅમન લેખડિયા

  15. બરાબર સમયે (આમ જોઇએ તો થોડુ મોડુ) મુકાયેલ ગીત.

    સરસ બોધ આપી જાય છ ગીત ના શબ્દો.

    તમે અમેરીકામાઁ બેઠા બેઠા ભારત (ગુજરાત)ની તમામ હિલચાલ પર સારી નજર રાખ છો હૉ.

    આ સરસ ગીત બદલ અભિનંદન મેહુલભાઈ, મુકુલભાઈ અને તમારો પણ જયશ્રી.

Leave a Reply to સુરેશ જાની Cancel reply

Your email address will not be published. Required fields are marked *