એ જ લખવાનું તને… – સુરેન ઠક્કર ‘મેહુલ’

zaakal

એક સ્મરણ બસ સળવળ્યું છે એ જ લખવાનું તને,
આંખમાં કૈં અવતર્યું છે એ જ લખવાનું તને.

એક આખી રાત જાગી છેવટે મધુમાસમાં,
પુષ્પનું પડ કોતર્યું છે એ જ લખવાનું તને.

આજ મોસમની મજાનો સ્વાદ લઇને ટેરવે,
અંગ જમણું ફરફર્યું છે એ જ લખવાનું તને.

પ્હોરની પીળી ક્ષણોને રગરગે રમતી કરી,
એક વેદન ઓલવ્યું છે એ જ લખવાનું તને.

રાતની બિસ્માર હાલત જોઇને, વાતાવરણ
ઓસ થઇને ઓગળ્યું છે એ જ લખવાનું તને.

દોસ્ત, સહિયારી ક્ષણોને રાતભર બાળી અને
રોજ કાજળ કાલવ્યું છે એ જ લખવાનું તને.

એક અટકેલી સ્થિતિનું ‘હું’ થી ઘેરાયું કવચ,
ઓગળી અળગું કર્યું છે એ જ લખવાનું તને.

ક્યાંક ગુલમ્હોરી ક્ષણોના પગરવોને સાંભળી,
કાનમાં પીછું ફર્યું છે એ જ લખવાનું તને.

શબ્દ, પારેવાંની પાંખો થઇ પ્રણયને સેવશે,
ભીંત આડે સાંભળ્યું છે એ જ લખવાનું તને.

10 replies on “એ જ લખવાનું તને… – સુરેન ઠક્કર ‘મેહુલ’”

 1. Harshad Jangla says:

  ટહૂકો સહુને ગમતો કર્યો એ જ લખવાનુ તને…..

  આભાર જયશ્રી

 2. piyush shah says:

  if you have maiya mai nahi makhan khayo sung by pandit omkarnath thakore then pl include this .

 3. Chandsuraj says:

  ભાઈ ” મેહુલ “,
  કેટલું અપનાવવાજોગ આ સંસારની કેડીએ ! એજ લખવાનુ આપને
  કે…..

  શબ્દો તો ભાવપંખીડાંની પાંખો થઈ ઊડશે
  મૈત્રીભાવનાં ઝરણે એતો હંસલા રુપે ચરશે.

  ભાઈ, અહંકારને ભાવકુલડીમાં નાખી, હિંમતની સાણસીએ પકડી,
  કસોટીની ભઠ્ઠીએ ચડાવી, ઓગાળી નાખવામાં મનડાંને કેટલી
  હળવાશ મળે છે !

  ચાંદસૂરજ

 4. દોસ્ત, સહિયારી ક્ષણોને રાતભર બાળી અને
  રોજ કાજળ કાલવ્યું છે એ જ લખવાનું તને.

  -સરસ શેર!

 5. uma says:

  hi , jayshree
  chaytree navraatree is running on these days.
  so if it is possible , we are very keen to listen
  some mataji garba from you.
  thanks.
  uma.

 6. ashalata says:

  બહેન જયશ્રી,
  શબ્દો અને સગીત સુન્દર રીતે સજાવ
  એજ લખવાનુ તને
  અમ મનમન્દિરને ભીજાવ
  એજ લખવાનુ તને ———
  મેહુલભાઈ આભાર

 7. digant kotak says:

  ખુબજ સુન્દર ……. ખરેખર બહુજ મજા આવી …..

 8. swati says:

  હેય્ ગ્રે૮ !!!!!!!!!!!!

 9. indrvadan g vyas says:

  આ પત્ર વાંચી ખુબ પ્રભાવીત થયો.આ બે શેર મને સ્પર્શી ગયાં.

  એક અટકેલી સ્થિતિનું ‘હું’ થી ઘેરાયું કવચ,
  ઓગળી અળગું કર્યું છે એ જ લખવાનું તને.

  ક્યાંક ગુલમ્હોરી ક્ષણોના પગરવોને સાંભળી,
  કાનમાં પીછું ફર્યું છે એ જ લખવાનું તને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *