પાટીમાં ઘૂંટેલા દિવસો – અંકિત ત્રિવેદી

પાટીમાં ઘૂંટેલા દિવસો યાદ કરતાં સમય કરે છે છણકો
બાળપણના એ દિવસોને સ્હેજ અડું ત્યાં થાતો મોટો ભડકો

લીટાવાળી દીવાલો પર લટકે આખું બચપણ થઇને ફોટો
વા થયેલા પગને હજુયે વિતી ગયેલી પળમાં મૂકવી દોટો

દૂરબીનમાં જોયેલા દ્રશ્યો ચશ્માં થઇને આંખો સામે ઝૂકે
હાલરડામાં ઓગળતી રાતોનું સપનું આવે ભૂલેચૂકે

દિવસો વિતતા ચાલ્યા એમ જ વધતી ચાલી નેઇમપ્લેટની ઉંમર
ઘર-ઓફિસના રસ્તા વચ્ચે પગની ઠોકર ખાતો રહેતો ઉંબર

જન્મદિવસ તો યાદ ને સુધ્ધાં યાદ રહે છે એ દિવસનો તડકો
યાદ નથી કે કઇ તારીખે ભૂલી જવાયું રમતાં અડકો દડકો…

– અંકિત ત્રિવેદી

14 replies on “પાટીમાં ઘૂંટેલા દિવસો – અંકિત ત્રિવેદી”

  1. pati, litavali dival, halarda, adko ddko…..kyan shodhvi aa badhi janas? monghi mirat chhe apni. ajni pethi shu samje teni maja? pachhas ni vaye panchh varsh nu bani javayu. maja….,maja ane maja jjjjjjjjjjjjj

  2. અંકિત ત્રીવેદીના આ કાવ્યને વાંચતા મને માંરું એક કાવ્ય જે વલ્લભ વિધ્યાનગરની મારી વી.પી સાયાન્સ કોલેજના વાર્ષિક મેગેઝીનમાં ૧૯૫૯મા છપાએલું, તે યાદ આવી ગયું.લો તમે પણ વાંચો.આ રચના કરવામાં પ્રા.ફકિર મહમદ મનસુરી ની પ્રેરણા કામ આવેલી.

    શિશુને…

    તમારા ગાલ ના ખંજન મહીં જે હાસ્ય વેરાતું,
    અને નિર્દોષ ભોળા નયનમાં જે ગીત રેલાતું,
    તે જોઈને થાતું મને,
    મળે જો માંણવા આ વય તમારું,
    કેટલો ખુશહાલ્ થાઊં,
    જગતમાં હું જ ફાવ્યો,
    એ વિચારે ન્યાલ થાઊં….

  3. બહેના,અંકિત ની રચનાએ પ્રતિભાવ લખવા પ્રેર્યો.જન્મદિવસ તો યાદ ને સુધ્ધાં યાદ રહે છે એ દિવસનો તડકો યાદ નથી કે કઇ તારીખે ભૂલી જવાયું રમતાં અડકો દડકો…સાચુજ કહ્યુ..પ્રતિભાવ લખવાનુ પણ ભુલી જવાય છે.કારણ? વધતી ઉમરે વધતી વ્યથા? તું મજામાં?

  4. બાળપણની વાતો અને વધતી ઉમરે વધતી વ્યથાની વાત સંવેદનશીલ કવિ જ રજૂ કરી શકે, અમારુ બાળપણ યાદ અપાવવા બદલ આભાર……..

  5. આજના જમાનામાં પાટી તો જોવાય નથી મળતી પણ પાટીની વાત વાંચીને અંકિતભાઈએ બાળંપણ યાદ કરાવી દીધું. (જોકે ભારતમાં હજી પણ જે દુકાનદારને ઘડીએ ઘડીએ ભાવ બદલવા હોય તે હજી પાટી રાખે છે ખરા, જો તેની પાસે ઈલેક્ટીક ડિસ્પ્લે ન હોય તો) અમારા જમાનામાં ત્રીજા ધોરણ સુધી પાટીજ હતી, નોટબુક તો વાપરવાની પણ ખબર નોતી.

    સરસ ગીત.

  6. Kishorbhai,

    This poem has been posted without music, thats why the name of the categories are only type of poem & name of the poet, not the word ‘tahuko’. Please visit the SITE GUIDE page here : https://tahuko.com/?page_id=1345; to get more detailed instructions on how to identify the music posts and what to do if you cannot see a player in any music post.

    Hope this will help.

    Thank you,

    Jayshree

Leave a Reply to Neela Varma Cancel reply

Your email address will not be published. Required fields are marked *