ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

પાટીમાં ઘૂંટેલા દિવસો યાદ કરતાં સમય કરે છે છણકો
બાળપણના એ દિવસોને સ્હેજ અડું ત્યાં થાતો મોટો ભડકો

લીટાવાળી દીવાલો પર લટકે આખું બચપણ થઇને ફોટો
વા થયેલા પગને હજુયે વિતી ગયેલી પળમાં મૂકવી દોટો

દૂરબીનમાં જોયેલા દ્રશ્યો ચશ્માં થઇને આંખો સામે ઝૂકે
હાલરડામાં ઓગળતી રાતોનું સપનું આવે ભૂલેચૂકે

દિવસો વિતતા ચાલ્યા એમ જ વધતી ચાલી નેઇમપ્લેટની ઉંમર
ઘર-ઓફિસના રસ્તા વચ્ચે પગની ઠોકર ખાતો રહેતો ઉંબર

જન્મદિવસ તો યાદ ને સુધ્ધાં યાદ રહે છે એ દિવસનો તડકો
યાદ નથી કે કઇ તારીખે ભૂલી જવાયું રમતાં અડકો દડકો…

- અંકિત ત્રિવેદી

એક વર્ષ પહેલા : હું તો કાગળિયાં લખી લખી થાકી

બે વર્ષ પહેલા : ધરા જરી ધીમી થા! - અવિનાશ વ્યાસ

14 comments to પાટીમાં ઘૂંટેલા દિવસો - અંકિત ત્રિવેદી

  1. Kishor Tanna
    August 31st, 2009 at 12:17 pm

    cannot see the player !!!
    The text is not replaced with the player.
    what should i do ?

  2. Hemant Kayastha
    August 31st, 2009 at 12:24 pm

    Touchy BALPAN YAAD AVI GAYU….

  3. Jayshree
    August 31st, 2009 at 12:58 pm

    Kishorbhai,

    This poem has been posted without music, thats why the name of the categories are only type of poem & name of the poet, not the word ‘tahuko’. Please visit the SITE GUIDE page here : http://tahuko.com/?page_id=1345; to get more detailed instructions on how to identify the music posts and what to do if you cannot see a player in any music post.

    Hope this will help.

    Thank you,

    Jayshree

  4. butabhai patel
    August 31st, 2009 at 4:41 pm

    ખુબ જ સરસ

  5. વિવેક ટેલર
    August 31st, 2009 at 6:58 pm

    વધતી વય અને લુપ્ત થતા બાળપણની વ્યથાની સ-રસ કથા !

  6. M.D.Gandhi, U.S.A.
    August 31st, 2009 at 10:43 pm

    આજના જમાનામાં પાટી તો જોવાય નથી મળતી પણ પાટીની વાત વાંચીને અંકિતભાઈએ બાળંપણ યાદ કરાવી દીધું. (જોકે ભારતમાં હજી પણ જે દુકાનદારને ઘડીએ ઘડીએ ભાવ બદલવા હોય તે હજી પાટી રાખે છે ખરા, જો તેની પાસે ઈલેક્ટીક ડિસ્પ્લે ન હોય તો) અમારા જમાનામાં ત્રીજા ધોરણ સુધી પાટીજ હતી, નોટબુક તો વાપરવાની પણ ખબર નોતી.

    સરસ ગીત.

  7. sameer
    September 1st, 2009 at 8:07 am

    i like the kavita much much more

  8. Maheshchandra Naik
    September 1st, 2009 at 10:03 am

    બાળપણની વાતો અને વધતી ઉમરે વધતી વ્યથાની વાત સંવેદનશીલ કવિ જ રજૂ કરી શકે, અમારુ બાળપણ યાદ અપાવવા બદલ આભાર……..

  9. Ramesh Shah
    September 1st, 2009 at 12:06 pm

    બહેના,અંકિત ની રચનાએ પ્રતિભાવ લખવા પ્રેર્યો.જન્મદિવસ તો યાદ ને સુધ્ધાં યાદ રહે છે એ દિવસનો તડકો યાદ નથી કે કઇ તારીખે ભૂલી જવાયું રમતાં અડકો દડકો…સાચુજ કહ્યુ..પ્રતિભાવ લખવાનુ પણ ભુલી જવાય છે.કારણ? વધતી ઉમરે વધતી વ્યથા? તું મજામાં?

  10. પાટીમાં ઘૂંટેલા દિવસો « અમૂલ્ય રત્નો
    September 1st, 2009 at 4:24 pm

    [...] From, http://tahuko.com/?p=6581 [...]

  11. neeta
    September 2nd, 2009 at 2:54 pm

    ખુબ જ સરસ

  12. RAJNIKANT SHAH
    September 2nd, 2009 at 8:07 pm

    KOI LAUTA DE MERE BITE HUE DIN !!!!

  13. indravadan g vyas
    September 21st, 2009 at 12:43 pm

    અંકિત ત્રીવેદીના આ કાવ્યને વાંચતા મને માંરું એક કાવ્ય જે વલ્લભ વિધ્યાનગરની મારી વી.પી સાયાન્સ કોલેજના વાર્ષિક મેગેઝીનમાં ૧૯૫૯મા છપાએલું, તે યાદ આવી ગયું.લો તમે પણ વાંચો.આ રચના કરવામાં પ્રા.ફકિર મહમદ મનસુરી ની પ્રેરણા કામ આવેલી.

    શિશુને…

    તમારા ગાલ ના ખંજન મહીં જે હાસ્ય વેરાતું,
    અને નિર્દોષ ભોળા નયનમાં જે ગીત રેલાતું,
    તે જોઈને થાતું મને,
    મળે જો માંણવા આ વય તમારું,
    કેટલો ખુશહાલ્ થાઊં,
    જગતમાં હું જ ફાવ્યો,
    એ વિચારે ન્યાલ થાઊં….

  14. Neela Varma
    February 6th, 2010 at 7:13 pm

    pati, litavali dival, halarda, adko ddko…..kyan shodhvi aa badhi janas? monghi mirat chhe apni. ajni pethi shu samje teni maja? pachhas ni vaye panchh varsh nu bani javayu. maja….,maja ane maja jjjjjjjjjjjjj

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>