પરિચય છે મંદિરમાં દેવોને મારો – શૂન્ય પાલનપૂરી

આજે શૂન્ય પાલનપૂરીની આ લોકપ્રિય ગઝલ, બે અલગ અલગ સ્વર – સંગીત સાથે…. આશા છે આપને ગમશે…!!
સ્વર – સંગીત : મનહર ઉધાસ

.

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

39 replies on “પરિચય છે મંદિરમાં દેવોને મારો – શૂન્ય પાલનપૂરી”

  1. શૂન્ય થઈ જવાય એવી આ રચના છે.આભાર.

    નવીન કાટવાળા

  2. તબીબોને કહી દો કે માથું ન મારે,
    દરદ સાથે સીધો પરિચય છે મારો,
    હકીકતમાં હું એવો રોગી છું જેને,
    બહુ સારી પેઠે દવા ઓળખે છે એ મારો પ્રિય મત્લો છે ખોબલે ખોબલે અભિનંદન સ્મિતા એન્ અત્રિ.

  3. બીબોને કહી દો કે માથું ન મારે,
    દરદ સાથે સીધો પરિચય છે મારો,
    હકીકતમાં હું એવો રોગી છું જેને,
    બહુ સારી પેઠે દવા ઓળખે છે એ મારો પ્રિય મત્લો છે ખોબલે ખોબલે અભિનંદન

  4. મારી પાસે આ જ રચના શૂન્ય પાલનપૂરીના અવાજમાં – તરન્નુમમાં છે

  5. aa gazal atishay lokpriy chhe asit desai nu swarankan pan ghanu janitu chhe e male to chokkas mukajo emane pote j gaee chhe

  6. મનહર સાહેબના અવાજમાંતો સાભળી હતી આ ગઝલ પણ અજાણ્યો અવાજ સાંભળવાનો અનેરો આનંદ આવ્યોને કં બહેનજી… ધન્યવાદ..
    તબીબોને કહીદો કે માંથું ન મારે
    દર્દ સાથે સીધ્ધો પરીચય છે મારે..

  7. અદ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ્દ

  8. આ સ્વ્રર ભરત ગાન્ધી નો છે.
    આશિત ભાઈએ પણ ગાયુ છે.
    બાકી ગીત મા થી ટપકતી ખુમારી માટે શબ્દો નથી.

  9. અમે તો સમન્દર ઉલેચ્યો ચ્હે પ્યારા, નથિ માત્ર ચ્હબચ્હબિયા કિધા કિનારે…..
    સુઠ ને ગાન્ગડે ગાન્ધી થવા માન્ગતા એ સમજવા જેવી પન્ક્તિ……..

  10. મને બીજા રાગમાં વધારે ગમ્યુ.
    એ ભાઈ નો અવાજ ખુબ જ મધુર છે.
    મનહરભાઈ ALWAYS GREAT.

  11. દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
    કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
    છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
    દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

    પરિચય છે મંદિરમાં દેવોને મારો,
    અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
    નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
    તમારા પ્રતાપે બધા ઓળખે છે.

    સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
    અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
    ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
    મને તારું સૌ મયકદા ઓળખે છે.

    “સાહેબ , અમારી હેસિયત નથી કે ….કોઈ પણ શબ્દોમા અમે અભિપ્રાય આપી શકીયે..”
    થાય સરખામણી તો ઊતરતા છીએ
    તે છતાં આબરૂ અમે દીપાવી દીધી. સલલ્લામમ્……..

  12. SAVALO,JAVABO,KHAYALO HAVA MA, BHARCHAK BHARI SAJJANO NI SABHA MA , SAAMBELU VAGADI BATAVISH TO KAHESHE , ATTHANU-NAVVANU KHABAR CHHE TANE? BAHU VARSO PAHELA “SHARNAI VALO NE SHETH” EVI KAVITA AVATI HATI BHANVA MA. ME PAN AVU BADHU LAKHYU CHHE BHUL THI. AM TO HU CEMENT,RETI NE DAAMER NO MANAS CHHU.PAN…..

  13. ek share baki rahi gayo 6.

    pranay jyoti kayam 6 maraj dum thi, me homi nathi jindagi kai amthi,
    badha ne bhale hoy na kai gatagam, mane garv 6 k sabha aolkhe 6.

  14. તબીબોને કહી દો કે માથું ન મારે,
    દરદ સાથે સીધો પરિચય છે મારો,
    હકીકતમાં હું એવો રોગી છું જેને,
    બહુ સારી પેઠે દવા ઓળખે છે

    વાહ વાહ વાહ વાહ !!!

  15. સુન્દર ગીત સમ્ભળાવવા બદલ ટહુકો ને ખુબ ખુબ ધન્યવાદ

  16. WOW ! amazing ! Adthbhut. I am really happy to listen it’s touching to my Heart.સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
    અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
    ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
    મને તારું સૌ મયકદા ઓળખે છે.

    Very Nice words.Love it. Please keep it up.

  17. બન્નેના સ્વર મધુરા મધુરા
    વારંવાર સાંભળવું ગમે તેવી રચના

Leave a Reply to MS RAJPARA Cancel reply

Your email address will not be published. Required fields are marked *