જૈન સ્તવન : ઓ પરમકૃપાળુ પરમેશ્વર

સૌને મારા તરફથી સંવત્સરીની હાર્દિક શુભેચ્છાઓ.. અને મિચ્છામીદુક્કડમ. !!

આલ્બમ : સ્તવન ગંગા
સ્વર – સંગીત – કવિ : ??

.

ઓ પરમકૃપાળુ પરમેશ્વર
મને પ્રેમળ પંથ બતાવોને

મારો જીવનપંથ છે ભૂલ ભર્યો
સ્વારથનો ઝંઝાવાત નર્યો
એ સ્વાર્થભર્યા મુજ અંતરમાં
પ્રભુ સર્વનું હિત વસાવોને

ઘડી રાગ કરું ઘડી દ્વેષ કરું
ઘડી અંતરમાં અભિમાન ભરું
છે અહંકારની આગ તણા
મુજ દિલના ડાઘ બુઝાવોને

તમે સ્નેહતણા છો મહાસાગર
નિષ્કારણ બંધુ કરુણાકર
હે સ્નેહસુધાની સરવાણી
મુજ ઉર આંગણ પ્રગટાવોને

છો માતપિતા બાંધવ સહુના
હિતકારી પ્રભુ જગજંતુના
હે સકલ વિશ્વના વાલેસર
એ વ્હાલની વાટ બતાવોને

સવિજીવન મિત્ર બનાવો મને
પ્રભુ ભાવધરી વિનવું તમને
એ આત્મદર્શનના પાઠ પ્રભુજી
ફરી ફરી સમજાવોને
એ વિશ્વપ્રેમના પાઠ પ્રભુજી
ફરી ફરી સમજાવોને

19 replies on “જૈન સ્તવન : ઓ પરમકૃપાળુ પરમેશ્વર”

  1. જેનિ મને શોધ હતિ એ મળ્યુ. એ આત્મદરશનના પાથ પ્રભુજિ ફરિફરિ સમજાવોને.મસ્તક જુકિ જાઈચે

  2. Jaishreeben,

    You are taking care of everybody. This is nice and clean stavan. It belongs to every religion.
    Thanks
    Indravadan Bhavsar

  3. Respected Jayshree Ben, September 20, 2009.

    Thanks for your direction and guide line.
    It is my daily prayer in morning and evening with Navkar Mantra since you have posted this prayer.
    Excuse me for replying late.
    Harsukh Doshi.

  4. Respected Jayshree Ben, September 2, 2009.

    Under what heading have you posted this Stavan? I do not find it either uhder “AO” or under Jain Stavan, Will you please guide me? I have traced out this post from old posts to day as 10 days have passed and it disappeared from Recent posts.
    Yours Truly,
    Harsukh H. Doshi

  5. thanks for your selection. Your site was sent to me by my friend. It was a pleasure and continue your good work.
    Pravin

  6. વાણી, વર્તન, વિચાર થકી, પરોક્ષ કે પ્રત્યક્ષ રુપે કોઈ પણ આત્માનું દિલ દુભાવ્યું હો, તો સવંત્સરી પ્રતીક્રમણ કરતાં પહેલા આપ સૌ ને ખમાવી મિચ્છામી દુક્કડમ માંગું છું.

  7. સૌને મારા તરફથી સંવત્સરીની હાર્દિક શુભેચ્છાઓ અને સર્વેને મારા મિચ્છામી દુક્કડમ.

  8. Respected Jayshree ben ,
    Thank you very much for remembering every auspicious days and posting Stavan today, Ishall write more comments in your email as I am leaving for Dehrasar.

    Harsukh Doshi

  9. વાણી, વર્તન, વિચાર થકી, પરોક્ષ કે પ્રત્યક્ષ રુપે કોઈ પણ આત્માનું દિલ દુભાવ્યું હો, તો સવંત્સરી પ્રતીક્રમણ કરતાં પહેલા આપ સૌ ને ખમાવી મિચ્છામી દુક્કડમ માંગું છું.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

Leave a Reply to RASIKBHAI MODI Cancel reply

Your email address will not be published. Required fields are marked *