ગઝલ – ઉર્વીશ વસાવડા

તૂટી નથી જતા એ પ્રભુનો જ પાડ છે
પ્રત્યેક સંબંધોમાં પડેલી તિરાડ છે

તારાં સ્મરણની વાદળી વરસી ગઇ છતાં
આંખોના આભમાં તો હજી ક્યાં ઉઘાડ છે

પ્રસ્તાવનામાં નામ ફક્ત એમનું લખ્યું
મારી કથાનો જોઇ લો કેવો ઉપાડ છે

થાકી ગયા છે સ્કંધ ઉપાડી અતીતને
લાગે છે બોજ એટલો જાણે કે પ્હાડ છે

ભાંગી પડ્યો છું સાવ ને રગરગ પીડા થતી
કારણમાં દોસ્ત ! કાળની ધોબીપછાડ છે

14 replies on “ગઝલ – ઉર્વીશ વસાવડા”

  1. urvishbhai ni tamam gazal sadyant sundar hoy chhe khub unchi vaat atyant saral shabdo ma raju kare chhe aavi sanghedautar rachanao mate aa siddhahast gazalkar ne antar na abhinandan

  2. તારાં સ્મરણની વાદળી વરસી ગઇ છતાં
    આંખોના આભમાં તો હજી ક્યાં ઉઘાડ છે

    સનમ, તારી યાદોમાં ચોધાર આંસુએ આંખો વરસતી રહી રાતભર,
    એ શ્રાવણની હેલીમાં હૈયાની હોળી સ્મરણથી સળગતી રહી રાતભર.

  3. સુંદર ગઝલ!
    એક એકથી ચડિયાતા શેર છે.

    તારાં સ્મરણની વાદળી વરસી ગઇ છતાં
    આંખોના આભમાં તો હજી ક્યાં ઉઘાડ છે

  4. તારાં સ્મરણની વાદળી વરસી ગઇ છતાં
    આંખોના આભમાં તો હજી ક્યાં ઉઘાડ છે

    તૂટી નથી જતા એ પ્રભુનો જ પાડ છે….સુંદર ગઝલ..

  5. વિવેકભાઈ નો ખુબ આભાર..ખોબે ખોબે ઊર્વીશ વસાવડા ને માણિયા

  6. નથી જતા એ પ્રભુનો જ પાડ છે
    પ્રત્યેક સંબંધોમાં પડેલી તિરાડ છે
    ખરેખર ખુબ જ સુંદર ગઝલ છે
    શરુઆતનો શેર મને વધુ ગમ્યો

  7. તૂટી નથી જતા એ પ્રભુનો જ પાડ છે
    પ્રત્યેક સંબંધોમાં પડેલી તિરાડ છે

    ખરેખર ખુબ જ સુંદર ગઝલ છે

    શરુઆતનો શેર મને વધુ ગમ્યો

  8. સુંદર ગઝલ!

    એક એકથી ચડિયાતા શેર છે.

    એક શેર યાદ આવે છેઃ

    “રોજ રોજ એમના તે આવે છે સપના,
    લાગે છે ‘અ.વિ.’ નસીબના ઉઘડ્યા કમાડ છે.”

    આભાર

  9. કાળની ધોબી પછાડ….
    બહુ સરસ
    આભાર જયશ્રી

  10. જયશ્રી,

    શું માંડ્યું છે તેઁ આ?!! આવુ બધ સરસ સરસ છુપાયેલ ક્યાં કયાંથી શોધી લાવે છે?

    થાકી ગયા છે સ્કંધ ઉપાડી અતીતને
    લાગે છે બોજ એટલો જાણે કે પ્હાડ છે .. ખુબ ગમી.

    તારા ધ્વારા મુકવામાં આવતી મોટે ભાગની રચના મને (અને કેટલાયને) પોતાના ભુતકાળની યાદોમાં “ધકેલી” દેતી હશે.

    શું કહ્યું વાંચકો? “હા” ?!!

Leave a Reply to shah.priti Cancel reply

Your email address will not be published. Required fields are marked *