પુરુષોત્તમ પર્વ 5 : તેં પથ્થર પસંદ કેમ કર્યો ? – અવિનાશ વ્યાસ

‘એક ગરવા ગુજરાતી’ આ લેખમાં વીણાબેને અવિનાશ વ્યાસનું ગીત ‘તેં પથ્થર પસંદ કેમ કર્યો’ વિષે વાંચ્યુ, ત્યારથી જ આ ગીત સાંભળવાની ખૂબ ઇચ્છા હતી.. આ અઠવાડિયું આપણે જ્યારે પુરુષોત્તમ પર્વ મનાવીએ છીએ, ત્યારે પુરુષોત્તમ ઉપાધ્યાય અને અવિનાશ વ્યાસનું નામ એકસાથે લીધા વગર ચાલે? બરાબર ૭ વર્ષ પહેલાનું – ઓગસ્ટ ૨૦, ૨૦૦૨ નું આ રેકોર્ડિંગ સાંભળીએ.. અવિનાશ વ્યાસની કલમે લખાયેલું અને સ્વરબધ્ધ થયેલું ગીત, પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં.

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત : અવિનાશ વ્યાસ

.

તેં પથ્થર પસંદ કેમ કર્યો?
અરે કે’ને ઓ કરુણાના સાગર,
અને કોણે જઇ પાષાણ ભર્યો?
તેં પથ્થર પસંદ કેમ કર્યો?

વાયુ વાદળ સૂરજ ચંદર
વ્યોમ ભોમ પાતાળની અંદર
હોય ભલે મસ્જિદ મંદર
સત્વ તત્વમાં તું જ નિરંતર

તો યે નિરાકાર આકાર ધરી
અરે ઠરી ઠરી પાષાણ ધર્યો

ભાવે સ્વભાવે નોખો ન્યારા
ફૂલને પથ્થર વચ્ચે
તો યે તારી સંગ સદંતર
ફૂલ ઉપરને તું અંદર

કદી ફૂલ ડૂબે પથ્થર નીચે
આ તો ફૂલ નીચે પાષાણ મર્યો

તો પથ્થરનું હૈયું ખોલીને
મંદિરભરની મૂર્તિ ડોલી
શીલાનો શણગાર સજી
અરે સર્જનહાર હસી ઉઠ્યો

સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

કે રામ બનીને માનવકુળમાં
જ્યારે હું જગમાં ઉતર્યો’તો
ત્યારે ચૌદ વરશના વનના વાસે
વન ઉપવન વિશે વિચર્યો

ત્યારે ચરણનીચે ફૂલ ઢગ જેને કચર્યો
એને આજે મેં મારે શિર ધર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

અને હરણ કરી મારી સીતાનું
જ્યારે રાવણ લંકાપાર ગયો
ત્યારે કામ ન આવ્યું કોઇ મને
આ પથ્થરથી પથ્થર ઉગર્યો

અને એક જ મારા રામનામથી
આ પથ્થર સાગરપાર તર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

– અવિનાશ વ્યાસ

14 replies on “પુરુષોત્તમ પર્વ 5 : તેં પથ્થર પસંદ કેમ કર્યો ? – અવિનાશ વ્યાસ”

  1. I was looking for this song since last. Number of years .Thank you Jjayshreeben for this song
    SMPLY
    WONDERFULL

  2. Words of Avinashji and ‘Swar’ of Purushottamji!!!! What a wonderful combination. I enjoyed it immensely.

  3. I tried my best but failed to listen in past hence this request..please “te pathhar kem pasand karyo?please let us listen …We have noticed…’THIS…WILL BE REPLASED”!!.ranjit ved/indira ved..JSK

  4. I have heard this song in Goffstown, NH from NitinKaria on 17 August, 1987. His voice is still in my ears. will never forget it. Also, I ecently hear his voice inMemphis, TN, Swami Narayan temple. I have his tap somewhere. As soon as I get it I will find a way to get it to you. We can share with all Tahuko lovers.

  5. વાહ…. અદભૂત….
    નવો જ વિચાર,ખૂબ સરસ રજુઆત….
    સાચે જ હ્રદયને સ્પર્શી જાય તેવું ભજન………
    ખૂબ-ખૂબ આભાર……
    સીમા

  6. સુન્દર પ્રસતાવના અને વૅણનશૈલિઆ તથા એક અલગ વિચાર.

    અદભુત.

  7. બહુજ સુન્દર રચના
    પુરુશોત્તમભાઇ તો લાજવાબ્ છે
    મજા આવિ ગ્ઈ
    ખુબ ખુબ આભાર્

    Purushottambhai is always fantastic…
    and a Avinash Vyas- Purushottambhai combination is always out of this world..
    Congratulations… Thanks..

  8. Jayshree !!!

    Indeed a nice one of Purushottambhai… Excellant… Keep it up…
    Khub saras kavya rachana !!!

    Warm Regards,
    RAJESH VYAS
    CHENNAI

  9. અને હરણ કરી મારી સીતાનું
    જ્યારે રાવણ લંકાપાર ગયો
    ત્યારે કામ ન આવ્યું કોઇ મને
    આ પથ્થરથી પથ્થર ઉગર્યો

    અને એક જ મારા રામનામથી
    આ પથ્થર સાગરપાર તર્યો
    સાંભળ ઓ મનગમતા માનવ,
    મેં પથ્થર પસંદ કેમ કર્યો
    રામ નામે પત્થર તરિ ગયા. સાચિ વાત ચ્હે.

    ખુબ જ સુન્દર રચના. મધુર સન્ગિત.

  10. આભાર જયશ્રી,

    બે દિગ્ગજોનો સમન્વય છે, પછી તો પૂછવું જ શું? શ્રેષ્ઠ શબ્દો અને અનુપમ ગાયકી…

  11. અદભૂત્…….કલ્પના અને સન્ગિત અને જાદુભયૉ અવાજ

Leave a Reply to Rajesh Vyas Cancel reply

Your email address will not be published. Required fields are marked *