દર્દને ગાયા વિના રોયા કરો – કૈલાસ પંડિત

સ્વર – આલાપ દેસાઈ
સંગીત – આશિત દેસાઈ

(San Francisco Downtown & Bay Bridge)

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં દિલીપ આચાર્યના સ્વરમાં સાંભળો.
https://youtu.be/DYBfQc7aZLg

દર્દને ગાયા વિના રોયા કરો,
પ્રેમમાં જે થાય છે જોયા કરો.

બીક લાગે કંટકોની જો સતત,
ફૂલનો સુંઘો નહીં જોયા કરો.

કેમ આવ્યા આ જગે રડતા તમે?
જિંદગી આખી હવે રોયા કરો.

લ્યો હવે ‘કૈલાસ’ ખુદને કાંધ પર,
રાહ સૌની ક્યાં સુધી જોયા કરો?

– કૈલાસ પંડિત

23 replies on “દર્દને ગાયા વિના રોયા કરો – કૈલાસ પંડિત”

  1. @ “few people commentinng about kafiya and trying to be smart” –
    kailsh pandit is one of the best poet ever,,some people who are commenting on “kafiya” should glance in their self ,every gujarti(even who are not interested in gujarati poetry) knows kailsh pandit’s ” સાયબો મારો ગુલાબનો છોડ” દિકરો મારો લાડકવાયો ” ખરા છો તમે?””ચમન તુજને સુમન” and many more ,how many of your gazals are that famous,,lets not talk about the gazals even there are not many “COMMON GUJARATI CITIZEN ‘know your name as a shayar ,,shayars like mariz ,befaam ,kailsh pandit ,saif,manoj khanderia etc. used to write for all guarati people . so a person doesnt know the literature can also connect with the gujarati poetry ,please think once before commenting again great poet of our sahitya”

  2. દર્દને ગાયા વિના રોયા કરો,
    પ્રેમમાં જે થાય છે જોયા કરો…
    પ્રણયનું દર્દ જ્યારે પહેલવહેલું દિલમાં પ્રગટ્યું’તું
    તો લાગ્યું માનવીને આ બહુ કપરી મજલ આવી
    રજૂ કરવા હ્રદયના દર્દને મથતો હતો એ તો
    વહારે એટલે એની ગગન પરથી ગઝલ આવી

  3. મજાની ગઝ્લ !

    સરસ શબ્દો, સરસ સ્વરાંકન, સરસ સંગીત.

  4. ખુબ સરસ ગઝલ મજ અવિ ગઇ બસ આમ જ અમને યાદ કરતા રેજો.

  5. મને તો ભાઈ આ ગઝલ અને ગાયકી ખુબ ગમી.ગઝલ ના વ્યાકરણ ને કોરાણે મુકીને માણી.

  6. સુન્દર ગઝલ્… આગળ કોઇએ લ્ખ્યુ તે વાત સાચી, માત્ર બે જ કાફિયા…. થોડુ…ઉણુ..લાગ્યુ…

  7. ક્યારેક કોઇ ગઝલ સ્વરાંકન માટે જ બની હોય તેવુંય બને.આ ગઝલ મુ.પુરુષોત્તમભાઈ પાસેથી સોંભળી ત્યારેય એવું લાગ્યું હતું ને આજેય એવું લાગે છે! પુરુષોત્તમભાઈનું સ્વરાંકન તેમના અવાજમાં ખરેખર સોંભળવા જેવું છે.

    ભરત ત્રિવેદી

  8. સુંદર રચના અને ગાયકી… ધીમે ધીમે ઊઘડતી ગઝલ…

    જો કે ચાર શેરની ગઝલમાં કવિએ બે જ કાફિયા પ્રયોજ્યા છે એ જરા કઠ્યું…

  9. બીક લાગે કંટકોની જો સતત,
    ફૂલને સુંઘો નહીં જોયા કરો.
    જીવનમા સુખનો અનુભવ કરવો હોય તો દુઃખ-દર્દ સહન કરવાની તૈયારી પણ રાખવી જોઇઍ !
    મનનીય ગીત.

  10. મજાની ગઝ્લ !
    સુન્દર ગાયકી અને સ્વરાન્કન !

  11. સરસ શબ્દો, સરસ સ્વરાંકન, સરસ સંગીત, આપનો આભાર…….

  12. Waah…yeh baat … very well sung for a brilliantly written song. Shri Kailashbhai Pandit has given some memorable ones to all of us … the last “sher” as mentioned by Kamlesh ji in 1st comment says it all … very well written and equally well composed and sung. Thank you.

  13. લ્યો હવે ‘કૈલાસ’ ખુદને કાંધ પર,
    રાહ સૌની ક્યાં સુધી જોયા કરો?..વાહ..- કૈલાસ પંડિત
    અને ઉત્તમ ગાયકી…….( મોર ના ઈંડા)

Leave a Reply to Rohit Thaker Cancel reply

Your email address will not be published. Required fields are marked *