પુરુષોત્તમ પર્વ ૪ : શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં? – વિશનજી નાગડા

આજે કવિ-સ્વરકાર અને ગુજરાતી સંગીતમાં જેઓ હંમેશા ધબકતા રહેશે એવો વ્હાલા શ્રી અવિનાશ વ્યાસને એમની પુણ્યતિથિ એ હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!!

અખૂટ શ્રધ્ધાના પ્રતિક સમી શબરીની વાતને કવિએ અહીં ખૂબ જ અસરકારક રીતે રજુ કરી છે.. અને આ ચોટદાર શબ્દોમાં જાદુ રેડ્યો છે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર-સંગીતે..!!

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?
એણે જીભે રાખ્યા’તા રામને !
એક પછી એક બોર ચાખવાનું
નામ લઇ અંદરથી ચાખ્યા’તા રામને,

શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના
કાંટા જરૂર એને વાગ્યા હશે,
લાલ લાલ લોહીના ટશિયા ફૂટીને પછી,
એક એક બોરને લાગ્યા હશે.

આંગળીથી બોર એણે ચૂંટ્યા’તા ક્યાં?
લાલ ટેરવેથી પૂજ્યા’તા રામને,
શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

રોમ રોમ રાહ જોતી આંખો બિછાવીને,
કેટલીયે વાર એણે તાકી હશે ?
રામરામ રાત દિ’ કરતાં રટણ,
ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે?

હોઠેથી રામ એણે સમર્યા’તા ક્યાં?
ઠેઠ તળિયેથી ઝંખ્યા’તા રામને.
શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

– વિશનજી નાગડા

28 replies on “પુરુષોત્તમ પર્વ ૪ : શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં? – વિશનજી નાગડા”

  1. કોમેન્ટ્સ વાચીને ખયાલ આવ્યો કે અહીં આ ગીતનું ઓડિયો પણ હશે જ. હું ના શોધી શક્યો. મને આ સુંદર ગીત સાંભળવું છે. ક્રુપા કરી મદદ કરશો.

  2. ખૂબજ “ટચિંગ” શબ્દો…વિશનજીભાઈના … થોડાક વર્ષો પહેલાં તો સ-પત્ની તિથલ ભેગા થઇ ગયેલા, ત્યાં શ્રી રમેશભાઈ શાહ “બાપુ ના નામથી સંબોધાતા તેમના ભક્તોના લાડીલા ,જે કાનજીસ્વામી પ્રણિત ” ક્રમબદ્ધ પર્યાય” પર,દરિયાની સામે “રાજ-કહાન સત્સંગ મંડળ ” ની નિશ્રામાં… બધાયેલા મન્દીર માં શાસ્ત્રોક્ત પ્રવચનો આપે છે…ત્યાં. આ ગીત વિસનજીભાઈની સહધર્મ-ચારિણીના સ્વમુખે સરસ રીતે ગવાયેલું આ ભજન ગીત સાંભળવાનો લહાવો અને તક મળેલ …(લવિંગ કેરી લાકડીએ…પણ યાદ આવે જાય… )
    “હોઠેથી રામ એણે સમર્યા’તા ક્યાં?
    ઠેઠ તળિયેથી ઝંખ્યા’તા રામને.
    શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં? ”

    ક્યા કહેના …? લા-જવાબ !!!
    આભાર અને અભિનંદન સહુને…
    લા’કાન્ત / ૧૩-૬-૧૩

  3. ખુબ સરસ,એમા ય

    હોઠેથી રામ એણે સમર્યા’તા ક્યાં?
    ઠેઠ તળિયેથી ઝંખ્યા’તા રામને.

    આવિ પ્રબલ જન્ખના હોય તો ભગવાન આવેજ.

    આભાર

  4. Dearest Sarangibeta….thnx and aaj Ram-navmi na pavitra divase aavu sunder bhajan share karva badaal… Bhai Shri Purushottam ji ne tau shu kahevu….
    Sau ne Raam-navmi ni subhechha..
    Jay shree Raam…Jay shree Krishna..jay Mataji
    Sanatkuamr dave

  5. એક દમ જબરજસ્ત …..
    અનંત ને અનુલક્ષે એવું સ્વરો અને શબ્દો નું અજોડ ક્રિએશન …

  6. AA geet na bhaavo shabdokhub saras chhe.it makes me always cry when ever i listoning this beautifil song.
    thanks.

  7. રોમ રોમ રાહ જોતી આંખો બિછાવીને,
    કેટલીયે વાર(વાટ)એણે તાકી હશે ?
    -એમ હોવુ જોઇએ?
    સુન્દર ગેીત અને અદ્કેરુ ગાન વાહ ભૈ.

  8. ડૉ.વિશન નાગડા,ની આ રચના વર્ષો પૂર્વે કવિ શ્રી ના મુખે સાંભળવાનો લાહ્વો મળેલ.

    કવિ ડૉ.વિશન નાગડા એ ગુજરાતી સાહિત્યમાં તો ઊત્તમ કામ કર્યું છે, પણ કચ્છી સાહિત્યમાં કચ્છી સાહિત્યના દાદાશ્રી દુલેરાય કારાણી, કવિ શ્રી ‘તેજ’ વગેરે સિધ્ધહસ્ત સાહિત્યકારો સાથે ડૉ. વિશન નાગડાનું નામ માનભેર લેવાય છે.તેઓ શ્રી કચ્છી સાહિત્ય એકેડમી તથા કચ્છી સંગીત વર્તુળ સાથે સક્રીય રીતે સંકળાયલા છે.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  9. આ જ ગીત આશીત દેસાઈના સ્વરમાં પણ મઝાનું લાગે

  10. અદભુત રચના..
    જાણૅ શબરેીનેી જ દેીલ નેી વાત ન હોય..!!

  11. જિહ્વાથી અંતરની નવી કથા.
    આવી હતી શબરીની વ્યથા.

  12. બસ ત્રીસ દિવસ આ થાવા દ્યો એટલે આપણો ‘પુરુષોત્તમ અધિક માસ’ ઉજવાય જાય !

    • વર્ષો થઈ ગયા આ ગીત ને પાટણ ભારતીય સંગીતાદિ લલિતકલા મહા વિદ્યાલય માં કોઈ નામી સંગીતજ્ઞ ના કંઠે સાંભળ્યું હતું.આજે તેની ફરી એકવાર સાંભળવાં ની ઈચ્છા અને યાદ તાજી થઈ ગઈ.

  13. વાહ્…. અદ્.ભૂત શબ્દો અને સ્વરાંકન.

    તેમના ભાવવાહી અવાજમાં જાણે શબરી જીવંત થઈ ગઈ… !!

  14. આ ગીત શ્રી પુરુશોત્તમ્ભઈને રુબરુ સામ્ભળ્યુ હતુ અને આજે આપના તરફથી સામ્ભળવા માળ્યાનો અનેરો આનન્દ થયો છે, “પુરુશોત્તમ” “શ્રી રામ”ની યાદ અપાવવા બદલ આપનો આભાર….

  15. ઘણા વખતથી વાંચવામાં આવ્યા કરતું મજાનું ગીત… પહેલીવાર જ સાંભળ્યું… મજા આવી ગઈ.

  16. “એક પછી એક બોર ચાખવાનું
    નામ લઇ અંદરથી ચાખ્યા’તા રામને”

    સુંદર ભજન-કાવ્ય છે.

    શ્રી અવિનાશ વ્યાસને તેમની પુણ્યતિથિએ હૃદયપૂર્વક શ્રધ્ધાંજલી.

  17. વાહ..શબરીને પણ કવિએ શબ્દોથી વૈચારિક દિવ્યતા બક્ષી.

    સુંદર ગીત અને ગાયિકી.
    આભાર.

  18. ખૂબ જ સુંદર !
    નામ લઇ અંતરથી ચાખ્યા’તા રામને

Leave a Reply to uma Cancel reply

Your email address will not be published. Required fields are marked *