પુરુષોત્તમ પર્વ 3 : વા વાયા ને વાદળ ઊમટ્યાં – નરસિંહ મહેતા

નરસિહ મહેતાનું આ ખૂબ જ જાણીતું કૃષ્ણગીત / વર્ષાગીત.. અને જ્યારથી રહેમાને ‘ગુરુ’ ફિલ્મના ‘બરસો રે મેઘા’ ગીતમાં આની પહેલી કડી લીધી, ત્યારથી તો કદાચ ગુજરાત બહાર પણ આ ગીત ઘણું જાણીતું થઇ ગયું હશે..!!

આમ પણ શ્રાવણ મહિનાના દિવસો.. અને જન્માષ્ટમી પણ હજુ હમણા જ ગઇ એટલે વાતાવરણ વાદળછાયું અને કૃષ્ણભર્યું હોવાનું જ. એટલે આ મઝાનું ગીત એવા જ મઝાના ‘પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે’ ના કંઠમાં સાંભળવાનું ગમશે ને?

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય – હંસા દવે

.

વા વાયા ને વાદળ ઊમટ્યાં,
ગોકુળમાં ટહુક્યા મોર,
મળવા આવો સુંદીરવર શામળિયા.

તમે મળવા તે ના’વો શા માટે
નહીં આવો તો નંદજીની આણ … મળવા.

તમે ગોકુળમાં ગોધન ચોરંતા,
તમે છો રે સદાના ચોર … મળવા.

તમે કાળી તે કામળી ઓઢંતા,
તમે ભરવાડના ભાણેજ … મળવા.

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા,
તમે ગોપીઓના ચિત્તના ચોર … મળવા.

મહેતા નરસિંહના સ્વામી શામળિયા,
એમને તેડી રમાડ્યા રાસ … મળવા.

– નરસિંહ મહેતા

(આભાર – સ્વર્ગારોહણ.કોમ)

18 replies on “પુરુષોત્તમ પર્વ 3 : વા વાયા ને વાદળ ઊમટ્યાં – નરસિંહ મહેતા”

  1. હું રોજ વરસાદી ગીતોમાં આ ગીત સાંભળું છું…ઃ)

  2. Dear Jayshreeben,
    I would loveeeeeee to get all these bhajans of Pujya Shree Narsinh Mehta.
    Where can I buy all these?
    Awaiting your reply,
    with lots and lots of love
    Sunil G Desai

  3. બાળ૫ણમાં ભણેલી કવિતા નવાજ રૂપરંગમાં સાંભળીૢ ઘણી યાદો તાજી થઈ ગઈ.

  4. સર્વ્ાગ સુન્દર્ . પરન્તુ અહિ લખેલ કવિતા અને બોલ બરબર બન્ધ બેસતા નથિ. સર્ખા કર્વ વિનન્તિ.

    જલેન્દુ શાહ , વદોદરા.

  5. ડાકોર બાલમદિરમા ભણતા ત્યારે આ રાસ કરતા તે દિવસો યાદ આવી ગયા.સરસ રાસ.

  6. શાન્મભલિ ન ને મન પ્રફુલ્લિત થૈ ગયુ.
    પ્રકાશ જગતાપ્

    સઅઉદિ અરેબિયા

  7. અતી સુંદર ……….
    અમારે તૉ ટહુકો વરસ્યૉ…..એનો આનદ ….

  8. Jayshreeben,
    ખુબજ સરસ રચના કાનમાં મધુરતા રેડી ગઈ.આ ગીત ગાયક જોડી પુરુષોત્તમભાઈ અને હંસાબેન દવે ના મધુર કંઠમાં સાંભળવા મળયું. સંભાળાવવા બદલ ખુબ ખુબ આભાર
    રમેશ પંચાલ.

  9. નરસિંહ મહેતાને અને કૃષ્ણને અલગ કરી શકાય જ નહી, ગાયક-બેલડી તો ગુજરાતી સન્ગીતને ઉજાગર કરતી રહી જ છે એમને અભિનદન…..

  10. વિતેલાં વર્ષોની યાદગાર પ્રસ્તુતિ.

    હંમેશાની જેમ
    ગાયક જોડીની મઝાની ગાયિકી.
    આભાર.

Leave a Reply to trupti Cancel reply

Your email address will not be published. Required fields are marked *