વગડાનો શ્વાસ – જયંત પાઠક

૨૦ ઓક્ટોબર ૧૯૨૦ – કવિ શ્રી જયંત પાઠકનો જન્મદિવસ… એટલે કે ગઇકાલથી એમનું જન્મ શતાબ્દિ વર્ષ શરૂ થયું…. કવિ ની આ ખૂબ જ જાણીતી કવિતા – વગડાનો શ્વાસ – દ્વવિતા ચોક્સીના અવાજમાં અને મેહુલ સુરતીના સ્વરાંકન સાથે ટહુકો પર વર્ષોથી ગૂંજે છે – આજે આ જ ગીત – અમરભાઇના સ્વર – સ્વરાંકન સાથે માણીએ – અને કવિ શ્રી ને ફરી યાદ કરીએ….

સ્વર અને સ્વર-રચનાઃ અમર ભટ્ટ

.

——————

Posted on March 11, 2017

ટહુકો પર મુકાયેલી મોટાભાગની પોસ્ટની સાથે કોઇક એવુ ચિત્ર હોય છે, જે કુદરતે આપણને બક્ષેલા અફાટ સૌંદર્યની એક નાનકડી ઝલક બતાવી જાય… અને આપણી કવિતાઓ અને ગીતોમાં કવિઓએ પણ કુદરતના જુદા જુદા રંગોને આબાદ રીતે ઝીલ્યા છે..
તો ચાલો, ટહુકો પર થોડા દિવસ આ કુદરતી સૌંદર્યનો ઉત્સવ ઉજવીએ.
અને શરૂઆત કરીયે જયંત પાઠકના આ ગીતથી…
અરે ઉભા રહો… ગીત સાંભળતા પહેલા જરા કુદરતની વધુ નજીક પહોંચીયે…. કલ્પના કરો ડાંગ જિલ્લાના કોઇ પહાડ પરથી વહેતો એક નાનકડો ધોધ… વહેલી સવાર… એક આદિવાસી કન્યા ત્યાં બેઠી બેઠી કુદરતને ભરપૂર માણે છે… ત્યાં સંભળાય છે એને દૂરથી વહી આવતા કોઇની વાંસળીના સૂર….

સંગીત : મેહુલ સુરતી
સંગીતઃ મેહુલ સુરતી
સ્વર : ધ્રવિતા ચોક્સી

tile3

.

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પહાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓના નીર;

છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજનો રંગ મારાં પાંદડા પિયે ને
પિયે માટીની ગંધ મારા મૂળ;
અર્ધું તે અંગ મારું પીળા પતંગિયાં ને
અર્ધું તે તમરાંનુ કુળ;

થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

55 replies on “વગડાનો શ્વાસ – જયંત પાઠક”

  1. જયંત પાઠકની અદભૂત શબ્દાવલી ‘વગડાનો શ્વાસ’ની મીઠાશમાં મેહુલ સુરતીના સંગીત વાજિંત્રના સથવાળે દ્રવિતા ચોક્સીના કોકિલ અવિસ્મરણીય વધારો કરી મન પ્રફુલ્લિત કરી દીધું!

  2. આખી પ્રકૃતિ તન મનમાં સમાઈ જાય એવા શબ્દો અને એટલીજ સરસ રજૂઆત.

  3. હું પણ છું એક વગડો…. મઝા આવે એમ રગડો…
    મારા પર ક્યાં છે કાઈ…. ફ્કત…
    કવિતા પર છે ભાર… સગડો…!
    નરેન્દ્ર સોની.

  4. બોઉજ સરસ સંગીતબદ્ધ કર્યું કંઠ પણ સારો છે …….દિલ હે છોટાસા નું સંગીત ઉમેર્યું છે બોઉં આનંદ આવ્યો …સાંભળી ને

  5. પુજ્ય બેન જો શક્ય હોઇ તો સુના સમન્દર નિ પાલે ગિત વાલા મારિ વાત ના જો જો સુના સમન્દર્નિ પાલે તહુકા મા રજુ કરશો
    નમસ્તે

Leave a Reply to hirabhai patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *