એક ટહુકો પામવા – પૂર્ણિમા દેસાઇ

એક ટહુકો પામવા અહેસાનમાં,
લાગણી આપી રહી છું દાનમાં.

આભથી ધરતી લગી એ વિસ્તરી,
વાત કહેવાની હતી જે કાનમાં.

ફૂલદાનીનો હશે મોભો કબૂલ,
ફૂલની શોભાય છે વેરાનમાં.

કેટલા પયગંબરો આવી ગયા,
કાં ફરક પડતો નથી ઇન્સાનમાં ?

જ્યાં કિનારાની અભિલાષા કરી,
નાવ સપડાઇ ગઇ તોફાનમાં.

શબ્દ સાથે હાથ મેળવવો હતો,
આ ગઝલ તેના અનુસંધાનમાં.

10 replies on “એક ટહુકો પામવા – પૂર્ણિમા દેસાઇ”

 1. harshad jangla says:

  કાં ફરક પડતો નથી ઈન્સાનમાં….
  અનુત્તર રહેતો સવાલ

 2. ધવલ says:

  ઉત્તમ ગઝલ !

  એક ટહુકો પામવા અહેસાનમાં,
  લાગણી આપી રહી છું દાનમાં.

  શબ્દ સાથે હાથ મેળવવો હતો,
  આ ગઝલ તેના અનુસંધાનમાં.

  કેટલા પયગંબરો આવી ગયા,
  કાં ફરક પડતો નથી ઇન્સાનમાં ?

  – સરસ

 3. ઉત્તમ…. ઉત્તમ… ઉત્તમ….

  પહેલાં વિચાર્યું કે ગમતા શેર અહીં ટાંકું… પણ આખી ગઝલનું પુનરાવર્તન કરવું પડે એવી સમસ્યા ઊભી થઈ… બધા જ શેર કાબિલ-એ-દાદ છે અને કાફિયાઓનું સંયોજન પણ એવું જ અદભૂત… વાહ…

  સૌથી વધુ ગમી ગયો આ શેર-

  શબ્દ સાથે હાથ મેળવવો હતો,
  આ ગઝલ તેના અનુસંધાનમાં.

 4. s.vyas says:

  મને તો આ પંક્તી જ બહુ ગમી ગઈઃ શબ્દ સાથે હાથ મેળવવો હતો– વાહ, વાહ

 5. sujata says:

  EK VAAT KAHEVANI HATI KAAN MA AME SAMJI GAYA SHAAN MA………..BHAHUJ UTTAM LAKHAYU CHHE……..keep it up

 6. શબ્દ સાથે હાથ મેળવવો હતો,
  આ ગઝલ તેના અનુસંધાનમાં.

  અદભૂત….

 7. Maulin Bhatt says:

  તમારા નામ થી કવિતા રચાય છે,
  તમારા નામ થી ટહુકો ઓળખાય છે…

  Its Very Nice… Keep It Up…

 8. jigna says:

  i cant get play button in so many songs. can you plese help me or can you please suggest me that how can i listen this song. please

 9. dipti says:

  અદભુત….

  એક ટહુકો પામવા ટહુકામા ટહુકાવ છુ…

 10. Mehmood says:

  ભીંત ફાડી યાદ તારી
  ઊગતી આ હૃદયને કેટલું સમજાવું હું ? એક ટહુકો
  કાનમાં બેસી ગયો, યાદની વણજાર શેં, અટકાવું ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *