ગઝલ – ડો. રશીદ મીર

love candle
હ્રદયના કોડિયે લોહીની શગ બળે તે ગઝલ
વિરહ, ઉજાગરા, મંથનમાં ટળવળે તે ગઝલ
રમત ગઝલને સમજનારા, આવ સમજાવું :
કશુંક છાતીમાં તૂટે ને તરફડે તે ગઝલ.

5 replies on “ગઝલ – ડો. રશીદ મીર”

  1. આજે જ મ.ઉ. ના સ્વરમા ‘શૂન્ય્ પાલનપુરીની ગઝલ સાંભળી, મને બહુ જ ગમતી રચના –

    આંખડી છેડે સરગમ. હૃદય તાલ દે
    અંતરો ગાય , પંચમના સૂરે ગઝલ.


    દેહના કોડીયે, પ્રાણની વાટને,
    લોહીમાં ભીંજવીને, જો બાળી શકો;
    તો જ પ્રગટી શકે, દર્દની મહેફિલે
    દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

  2. ક્શુંક છાતીમાં તૂટે ને તરફડે તે ગઝલ. really nice said. thank you for posting it.

Leave a Reply to Himanshu Zaveri Cancel reply

Your email address will not be published. Required fields are marked *