આપણે – ‘જટિલ’

desert12

મીણબત્તીને સૂરજ માની જીવ્યા તે આપણે,
ને ફરીથી સ્વર્ણ-મૃગ પાછળ પડ્યા તે આપણે…

સાત સાગર પાર જઇને સામે કિનારે ઊતર્યા,
ઝાંઝવાના એક બિન્દુમાં ડૂબ્યા તે આપણે.

આંખ સામે મોલ સુકાયા, ન આપ્યું બુંદ પણ,
ને ‘જટિલ’, રણ-રેતમાં વરસી પડ્યા તે આપણે.

5 replies on “આપણે – ‘જટિલ’”

  1. Poet Brave enough to show what we(I, you and poet) are.Poem best to enjoy and murmer as mantra for introinspection, to see and experience who we are and what we are doing

  2. વિવેક… વિવેક… વિવેક… જીવનમાં વિવેક …..

  3. માનવી જીવનનું સત્ય દર્શન
    આભાર જયશ્રી

  4. માનવનૅ જાણૅ લીલી બતી ધરી હોય એવુ લાગે.

    સત્યથી વૅગળા રહી જાતા તે આપણૅ
    વય્ર્થ્તામા ખ્ર્ચી નાખ્તા જીવન તે આપણૅ.

  5. જયશ્રી,
    આ ગઝલમા ગઝલકારે માનવજીવનનો વાસ્તવિક વિરોધાભાસ બતાવ્યો છે એમ નથી લાગતું? જાણે કે માણસે વિવેકબુદ્ધિ ગુમાવી છે વાસ્તવિકતાનુ સરસ નિરુપણ છે ધન્યવાદ જયશ્રી

Leave a Reply to Dinesh Cancel reply

Your email address will not be published. Required fields are marked *