સ્હેજ પણ સહેલું નથી -પ્રજ્ઞા વશી

પ્રજ્ઞા વશીના આલ્બમ ‘સાતત્ય’ ના વિમોચન વખતે આપણે પાર્થિવ ગોહિલ – દ્રવિતા ચોક્સીના સ્વરમાં ‘સજના..‘ ગીત સાંભળ્યું હતું, યાદ છે? એ જ આલ્બમનું બીજું એક મજાનું ગીત આજે સાંભળીએ.

પણ એ પહેલા, આ ગીતના રેકોર્ડિંગ વખતના મેહુલભાઇના સ્ટુડિયોમાં એક ડોકિયું કરી લઇએ..!! મોટાભાગના ગીતોનું આપણને ફક્ત ‘final version’ સાંભળવા મળે..! તો આજે final version ની સાથે સાથે થોડું ‘raw material’ પણ ગમશે ને?

આ ગીતની શરૂઆતમાં મેહુલે જે આલાપ મુક્યો છે, અને પાર્થિવના અવાજમાં જ્યારે એ આપણા સુધી પહોંચે, તો શાસ્ત્રીયમાં કશી ગતાગમ ન પડે એવા લોકો ય ડોલી ઉઠે..! વારંવાર આપણને ય ‘સા ની ગ મ પ સ’… કરવાનું મન થઇ જાય. 🙂

સ્વર – પાર્થિવ ગોહિલ
સંગીત – મેહુલ સુરતી

.

પ્રેમને વિસ્તારવાનું સ્હેજ પણ સહેલું નથી,
નફરતોને નાથવાનું સ્હેજ પણ સહેલું નથી.

દુશ્મનોની ભીડમાં એક દોસ્તને જોયા પછી,
દોસ્તી નિભાવવાનું સ્હેજ પણ સહેલું નથી.

ભીતરે ડૂમો છુપાવી ક્યાં સુધી હસવું ભલા !
રોતી આંખે બોલવાનું સ્હેજ પણ સહેલું નથી.

ક્યાં છે અઘરું ન્યાય કરવું આંખે પાટા બાંધીને,
જુલ્મને સહેતા જવાનું સ્હેજ પણ સહેલું નથી.

-પ્રજ્ઞા વશી

32 replies on “સ્હેજ પણ સહેલું નથી -પ્રજ્ઞા વશી”

  1. વાહ…. બહુજ મજા આવી ઃ)
    એકદમ અલગ જ સ્વરાંકન,સંગીત અને અવાજ સાંભળવાની મજા આવી

  2. ખુબ જ સુન્દર રચના દિલ ને દોલાવિ દે એવો અવાજ અને એથિ પન વધારે સરસ આપના સુર આશા કરિએ કે ફરિ ફરિ આપનિ રચના માનિએ

  3. Fabulous work by પ્રજ્ઞા વશી, પાર્થિવ ગોહિલ and મેહુલ સુરતી !!!

  4. સરસ !
    “જુલ્મને સહેતા જવાનું સ્હેજ પણ સહેલું નથી.”

    જુલ્મીના જુલ્મો સહન કરવા તે કોઈ ધર્મ નથી
    સાપથી ડરીને તેને દુધ પાવાનો કોઈ અર્થ નથી
    માર ખાવાની ટેવ ન છોડવાનો કોઈ અર્થ નથી
    સમ્પ કરી જુલ્મિઓને સીધા કરવાનુ અઘરુ નથી
    ‘સ્કન્દ’ કહે – સમ્પથી વધુ કોઇ શક્તિ નથી

  5. Ultimate composition…good coordination of indian classical with a little bit of western touch…a good fusion indeed. Parthiv has got a strong classical base. Three cheers for him.

  6. કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે,
    કેટલાયે મારી જેમ મજબૂરીથી ચલાવે છે.

    કોઇ એને જઇને જરૂરથી આટલું કહેજો,
    કે મારી ધડકન એની યાદો ચલાવે છે.

  7. ભીતરે ડૂમો છુપાવી ક્યાં સુધી હસવું ભલા !
    રોતી આંખે બોલવાનું સ્હેજ પણ સહેલુ નથી………….

    સચોટ વાત. લાગણી છુપાવી વર્તવું ઘણુ અઘરૂં છે…..

  8. આ ગીત મા પાર્થિવભાઇ સાથે મેહુલ ભાઇ પણ માણવાની માજા આવી

  9. ખુબ જ સુન્દર રચના દિલ ને દોલાવિ દે એવો અવાજ અને એથિ પન વધારે સરસ આપના સુર આશા કરિએ કે ફરિ ફરિ આપનિ રચના માનિએ

  10. ‘Guru Govind dou khade- kake lagu paay…
    balihari Guru apki-Govind diyo bataay…’
    I am confused whom to thnk first, Tahuko or Parthiv!!
    He is simply fantastic here and you are also great to share such a wonderful piece.

  11. ભીતરે ડૂમો છુપાવી ક્યાં સુધી હસવું ભલા !
    રોતી આંખે બોલવાનું સ્હેજ પણ સહેલું નથી.

    ક્યાં છે અઘરું ન્યાય કરવું આંખે પાટા બાંધીને,
    જુલ્મને સહેતા જવાનું સ્હેજ પણ સહેલું નથી.

    બહુ જ સાચિ વાત છે. મધુર સંગીત અને સરસ અવાજ.

  12. ભીતરે ડૂમો છુપાવી ક્યાં સુધી હસવું ભલા !
    રોતી આંખે બોલવાનું સ્હેજ પણ સહેલું નથી.સરસ અવાજ! મન્મોહી લેય તેવી ગાયકી….પ્રજ્ઞાબેનને સલામ..
    સપના

  13. ખુબ જ સ્રરસ ગઝલ, સંગીત તેમજ સ્વરાંકન માટે અભીનદન..

    રમેશ પટેલ(આકાશ્દીપ)

  14. Wow Bravo Jayshree !!!

    An unique combination of Classical with Western !!
    Reminds me of Singer “Hariharan” (Quite a similar trial)..
    Parthiv, Mehul & Pragna come out with more numbers on
    ” TAHUKO ” …

    Warm Regards,
    RAJESH VYAS
    CHENNAI

  15. શીઘ્ર પ્રત્યાયનક્ષમ ગઝલનુ લોકપ્રિય થાય એવું સ્વરાંકન અને ગાયન. મેહુલ અને પાર્થિવને અભિનંદન.

  16. પ્રેમને વિસ્તારવાનું.. દોસ્તી નિભાવવાનું… રોતી આંખે બોલવાનું… જુલ્મને સહેતા જવાનું સ્હેજ પણ સહેલું નથી.
    ખુબ જ સ્રરસ ગઝલ, સંગીત તેમજ સ્વરાંકન માટે અભીનદન..

  17. રૉ મટિરિયલ અને ફાઈનલ વર્ઝન – બન્ને બહુ જ સુંદર…આભાર જયશ્રી

  18. કવિયત્રિશ્રી પ્રજ્ઞાબેનના શબ્દો, શ્રી મેહુલભાઈનુ સન્ગીત આયોજન અને શ્રી પાર્થી ગોહિલનો અવાજ માણવાનુ તમારા વગર “સહેજ પ્ણ સહેલું નથી” સુરતના ભાવક્ને કેનેડામા આનંદ આપવા બદલ આભાર અને સ્રરસ ગઝલ માટે બધાને અભિનદન……..

  19. વાહ! પાર્થિવ વાહ!!
    મારા જાણીતા અને માનીતા ગાયકની અદભૂત ગાયકી અને મેહુલ સુરતીનું એવું જ લાજવાબ સ્વરાંકન! ફરી અહીં માણવાની મજા આવી ગઈ. પ્રજ્ઞાબેનને પણ અભિનંદન!
    સુધીર પટેલ.

  20. “ભીતરે ડૂમો છુપાવી ક્યાં સુધી હસવું ભલા!
    રોતી આંખે બોલવાનુ સહેજ પણ સહેલું નથી.”
    બહુ સાચી વાત કરી. લાગણી છુપાવી વર્તવું ઘણુ અઘરૂં છે.
    જયશ્રીબેન તમે ધન્યવાદ ને પાત્ર છો આવા સુંદર ગીત ગઝલ અમ સુધી પહોંચાડવા બદલ.

  21. બહુજ સરસ નિર્દેશો!

Leave a Reply to Pinki Cancel reply

Your email address will not be published. Required fields are marked *