મારા અંગથી સુવાસ તારી.. – હરીન્દ્ર દવે

ફેબ્રુઆરી ૨૦૦૭ માં મુકેલી કવિ શ્રી હરીન્દ્ર દવેની આ મઝાની કવિતા – આજે રિષભ ગ્રુપના સ્વર-સ્વરાંકન સાથે ફરી એકવાર..!

સ્વર – સ્વરાંકન – રિષભ ગ્રુપ

lovers_PY17_l

મારા અંગથી સુવાસ તારી નીતરી રહી :
એ જ સૌરભથી નામ તારું ચીતરી રહી.

મારી હથેળીમાં મૂક્યું તો નામ તારું
ઊગતા પરોઢિયાનો તારો ;
આછા અંધારામાં ઝીણું ઝીણું મરકે ને
અંજવાળે આખો જનમારો.

એક તારલાને જોતાં આભ વીસરી રહી;
મારા અંગથી સુવાસ તારી નીતરી રહી.

નામને મેં હોઠથી અળગું કર્યું તો
મને થઇને પવન વીંટળાય;
મારા એકાંતની કુંજમા આ નામ તારું
લગનીની ડાળે લહેરાય.

હું તો અહીંયા ઊભી ને ક્યાંય નીસરી રહી
મારા અંગથી સુવાસ તારી નીતરી રહી.

20 replies on “મારા અંગથી સુવાસ તારી.. – હરીન્દ્ર દવે”

  1. ખૂબજ સુન્દર રચના છે સાથ મળે કોકિલ કંઠનો, સાંભળવાની મજા આવી ગઇ….

  2. કવિશ્રી હરીન્દ્રભઈને સલામ, રીષભ ગ્રુપને સરસ ગીત માટે અભિનદન અને સરસ ચિત્ર માટે આપનો આભાર…………………

  3. નામને મેં હોઠથી અળગું કર્યું તો
    મને થઇને પવન વીંટળાય;
    મારા એકાંતની કુંજમા આ નામ તારું
    લગનીની ડાળે લહેરાય.
    હું તો અહીંયા ઊભી ને ક્યાંય નીસરી રહી
    મારા અંગથી સુવાસ તારી નીતરી રહી….હરિન્દ્રદવેની એક સુંદર રચના મુકવા
    માટે ધન્યવાદ્!શું મીઠા મધુરા શબ્દો છે..વાહ..!!ચિત્ર અને કવિતા બન્ને સુંદર..!!

  4. મારી હથેળીમાં મૂકેલું તારું નામ જાણે ઊગતા પરોઢિયાનો તારો
    કે જે આછા અંધારામાં ઝીણું ઝીણું મરકે ને મારા આખા જનમારાને અજવાળે
    હરિન્દ્રદવેની એક સુંદર રચના.
    ધન્યવાદ્!

    દિનેશ

  5. શું મીઠા મધુરા શબ્દો છે..વાહ..આભાર જયશ્રીબેન..

  6. મારા અંગથી સુવાસ તારી નીતરી રહી :
    એ જ સૌરભથી નામ તારું ચીતરી રહી.

    વાહ શુ શબ્દો છે………

    બહુ જ્ સરસ !!!!!!!!!!!!!!

  7. જયશ્રીજી

    બહુજ ગમ્યું

    ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા?
    મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.

    વાહ વાહ

    ડો કોટક

  8. ગમ્યુ…

    નામને મેં હોઠથી અળગું કર્યું તો
    મને થઇને પવન વીંટળાય;
    મારા એકાંતની કુંજમા આ નામ તારું
    લગનીની ડાળે લહેરાય.

    હું તો અહીંયા ઊભી ને ક્યાંય નીસરી રહી
    મારા અંગથી સુવાસ તારી નીતરી રહી.

  9. તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,
    આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી.

    ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા?
    મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.

  10. જયશ્રીબેન,
    મારા અંગથી સુવાસ તારી.. – હરીન્દ્ર દવે
    By Jayshree, on February 25th, 2007 in ગીત , હરીન્દ્ર દવે |
    યુવા યુવતીની લાગણી સભરવાળું અતિસુદર ગીત
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  11. હું તો અહીંયા ઊભી ને ક્યાંય નીસરી રહી….

    …વિરોધાભાસી કલ્પનોથી વાતને વેધક બનાવવાની કળા હરીન્દ્રભાઈની લાક્ષણિક્તા છે…

  12. awesome……

    Tu na hoy, chhata tari yaad ma hu maghmagh hou..
    tya virah chokkas sugandh thayi ne mehke chhe…

    I liked ur post too much….I tried to write in gujarati but i messed up…will try next time…anyways thanks jaishree,
    Paresh

  13. hi, jayshree
    very nice
    મારી હથેળીમાં મૂક્યું તો નામ તારું
    ઊગતા પરોઢિયાનો તારો ;
    આછા અંધારામાં ઝીણું ઝીણું મરકે ને
    અંજવાળે આખો જનમારો.

    thanks

  14. મારા અંગથી સુવાસ તારી નિતરતી રહી…એ સુવાસની સરિતામાં એ ન્હાતી રહી!!

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *