છે ઘણાં એવા કે જેઓ … – સૈફ પાલનપૂરી

chhe ghana eva

.

છે ઘણાં એવા કે જેઓ યુગને પલટાવી ગયા
પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં – પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો દઈ ગયા – પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા!

( કવિ પરિચય )

31 replies on “છે ઘણાં એવા કે જેઓ … – સૈફ પાલનપૂરી”

  1. હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
    યાદ કંઈ આવ્યું નહીં – પણ આંસુઓ આવી ગયાં. અદભૂત……..

  2. મનિષા જી, શુ આપની કોઇ ક્રુત્તિ હુ નીહાળી શકુ ???

  3. Bahot aachi poem hai i like so much..
    me bhi poem banati ho or bahot sari banai huyi hai
    when i have free time i creat poems..

  4. હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
    યાદ કંઈ આવ્યું નહીં – પણ આંસુઓ આવી ગયાં.
    અને એ પણ પત્ર ની યાદ માજ

  5. દોસ્તો
    મેં લખેલો દઈ ગયા – પોતે લખેલો લઈ ગયા,
    છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.
    આહિ મત્લબ બહુ ઉન્ચો છે ,,,દોસ્તો પ્રથમ જે પત્રો લખીયા હતા તે એક બિજા એ પાછા આપી દ્દિધા કે જાને પાત્રો નો વ્યવ્હાર પુર્ન જ કરવાનો હોય

  6. દુર્દશા જેવું હતું કિંતુ સમજ નો’તી મને,
    દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

    હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
    યાદ કંઈ આવ્યું નહીં – પણ આંસુઓ આવી ગયાં…

  7. …..હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતી,
    યાદ ની સાથે – આંસુઓ પણ આવી ગયાં….

  8. i am not able to listen to this song pls do something its one of my favourites.
    plsssssssssss
    hi can u also post
    ગગનવાસિ ધરા પર બે ઘદિ સ્વસો ભરિ તો જો………
    i m looking for it a for a long time pls

  9. જયશ્રિબેન,
    ાભિનન્દન્,
    નિચેનુ ગિત મુકિ આભરિ કરશો.
    સાત સાત પગલા સાથે ચાલિને તમે માગ્યોતો મરો હાથ
    બિજલ ઉપાદ્યાય

  10. ખરેખ્રર ખુબજ સુન્દર ને દિલ ને સ્પર્સતા સબ્દો સુમેલપ આ ગઝ્લ મા છે….

  11. અક્તા સાચુ કહે છે…

    મેં લખેલો દઈ ગયા – પોતે લખેલો લઈ ગયા,
    ઉપરની લીટીમાં દઈની જગ્યાએ લઈ અને લઈની જગ્યાએ દઈ આવે,માનનીય મનહર ઉદાસ સાહેબે પણ એમજ ગાયુ છે…

    આ ગીત મારૂ ખુબજ પ્રીય છે….

    • દઈની જગ્યાએ લઈ અને લઈની જગ્યાએ દઈ
      Naa, emm naa aave.. Samajva ni koshish karo…

      Saif sahebe jyare gazal ma potani vedana vyakt kari chhe….
      Premi e lakhela letter ne premika pachho aapi jaay chhe
      Ne Premika e lakhela letter ne premi pase thi pachho lai jaay chhe
      Etale biji line ma emane evu lakhyu ke છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા

      Hope it clarifying your understanding.

      Best Regards,
      Siraj

  12. મેં લખેલો લઈ ગયા – પોતે લખેલો દઈ ગયા,
    છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા
    કેમ ચ્હો? મે આ જો બરોબર સમજિ હોય તો ઉન્ધુ નથિ?
    મેં લખેલો દઈ ગયા – પોતે લખેલો લઈ ગયા,
    જુના પત્રો પરત કરિયા એમ ચ્હે. મને લાગે ચ્હે. બાકિ તમે જાનો. પરન્તુ અએક વાત જરુર કહિસ, અહિ વિદેસ મા રહિને આ સરસ ગિતો સાભલિયે ચ્હિઅએ એના માતે તમારો માનિએ તેતલો આભાર્ ઓચો ચે.

    • દઈની જગ્યાએ લઈ અને લઈની જગ્યાએ દઈ
      Naa, emm naa aave.. Samajva ni koshish karo…

      Saif sahebe jyare gazal ma potani vedana vyakt kari chhe….
      Premi e lakhela letter ne premika pachho aapi jaay chhe
      Ne Premika e lakhela letter ne premi pase thi pachho lai jaay chhe
      Etale biji line ma emane evu lakhyu ke છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા

      Hope it clarifying your understanding.

      Best Regards,
      Siraj

  13. ઓહો જયશ્રી,

    નાનો ફેર સાથે …
    હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
    યાદ ઘણુ આવ્યુ અને આંસુઓ પણ આવી ગયાં.

    આભાર

  14. દુર્દશા જેવું હતું કિંતુ સમજ નો’તી મને,
    દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.
    ‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
    પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા!
    very nice

  15. યાદ કંઈ આવ્યુ નહીં પણ આંસુઓ આવી ગયા
    સુંદર ગઝલ
    આભાર

Leave a Reply to kiran Cancel reply

Your email address will not be published. Required fields are marked *