જીવનનો જુગાર – બરકત વિરાણી ‘બેફામ’

ના સિન્ધુમાં, નદીમાં કે કોઇ તળાવમાં,
ડૂબી ગયો છું હું મારી જ નાવમાં.

જીવનના આ જુગારમાં રાતો રહી ગઇ,
દિવસો હતા એ હારી ગયો છું હું દાવમાં.

તારી જ ખોટ કિંતુ સતત સાલતી રહી,
જીવી રહ્યો છું નહિ તો ઘણાયે અભાવમાં.

મારી પીડાની વાત વધારીને ના કહો,
છાંટો નહીં ઓ દોસ્ત, નમક મારા ઘાવમાં.

આ ફૂલ, આ ચિરાગ કબર પર વૃથા નથી;
‘બેફામ’ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.

10 replies on “જીવનનો જુગાર – બરકત વિરાણી ‘બેફામ’”

  1. ટહૂકો વાંચ્યા નો આનંદ કૈ ઓરજ હોયછે.દરરોજ કંઇક નવુજ જાણવા મળેછે.મારા મિત્ર ડો.નિરજ મહેતા નો આભાર કે તેમણે મને ટહૂકો વિષે જાણકારી આપી.

  2. ખુબજ સરસ , બે આખ મળે ત્યા સેતુ , નહિ રાહુ નહિ કેતુ
    સુકેતુ,.

  3. જયશ્રી, what a lovely collection every day i open this programme and if i find someting new i tell my firends that pl look and here the gazals ,songs ,poetry etc even at home i talk to my wife about the programme veru nice of you pl do write abit oyu i will be pleased lots of love from our family members

  4. મારી પીડાની વાત વધારીને ના કહો,
    છાંટો નહીં ઓ દોસ્ત, નમક મારા ઘાવમાં.

    આ શેર બહુ જ ગમ્યો.

    “દિલાસાથી હવે તો દિલને પારાવાર લાગે છે,
    હૃદય પર હાથ રાખું તો હૃદય પર ભાર લાગે છે.”
    અમૃત ઘાયલ યાદ આવી ગયા.

  5. હાય જયશ્રી, આજે જ ટહુકો વિશે જાણ્યુ… આજે જ ટહુકાની મુલકાત લીધી… અને આજે જ ફરી ઍકવાર અંદર કંઈક કૂણી સંવેદનાઑ સળવળી ઊઠી… ગુજરાતી સાહિત્ય માટે આવુ ઉમદા કામ કરવાની ઈચ્છા હોવી અને આવુ કંઈક ખરેખર કરવુ ઍમા બહુ ફેર છે! અંતરથી અભિનંદન!

  6. તારી જ ખોટ કિંતુ સતત સાલતી રહી,
    જીવી રહ્યો છું નહિ તો ઘણાયે અભાવમાં.

    જીવનના આ જુગારમાં રાતો રહી ગઇ,
    દિવસો હતા એ હારી ગયો છું હું દાવમાં.

    -સુંદર ગઝલ…

  7. જીવનના આ જુગારમાં રાતો રહી ગઇ,
    દિવસો હતા એ હારી ગયો છું હું દાવમાં.

    – સરસ !

Leave a Reply to સુરેશ જાની Cancel reply

Your email address will not be published. Required fields are marked *