ફાગણ ફોરમતો આયો…

અહીં યુ.એસ.એ ના સમય પ્રમાણે આજે ફાગણ સુદ પડવો, અને ભારતીય સમય મુજબ ફાગણ સુદ બીજ. અને ફાગણ મહિનો આવે એટલે યાદ આવે કેસુડો… હોળીના રંગો… અને સાથે સાથે આ ગીત પણ..

.

ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…

લાલ લાલ લાલ લાલ રંગ પેલા કેસુડાના… પર લહેરાયો
ઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણ આવી અલબેલો લહેરાયો..

ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…

ચારેકોર ઘુમતાને લઇ લઇ પીચકારી હોળીનો ગુલાલ રચાયો
સરરર રંગ છુટે લાડકડો લાડ લૂટે, ઉરમાં ઉમંગ સમાયો..

ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…

ગોરી ગોરા છોરા છોરી કરતાજી ડોરાડોરી ફાગણને લેતા વધાયો
હોળી કેરાં રસ ઘેલાં હેતમાં હરખ ઘેલાં લૂંટે લાડ લૂંટાયો
ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…

એના રંગે મલક રંગાયો
રે આયો..
ફાગણ ફોરમતો આયો…

જોડે રે’જો રાજ..
તમે કિયા તે ભાઇના ગોરી, કોની વઉ..
જોડે રે’જો રાજ..

જોડે નંઇ રે’વુ રાજ..
હે મને શરમના શેરડા ફૂટે
જોડે દીવો બળે હો રાજ..

તહુ (ત્યા) દમક દમક દાદુર ડણ ડમકત,
ગડડ મોર મલ્હાર ઘીરા (મલ્હાર – મેઘ ઘેરાયો)
પીયુ પીયુ શબદ પુકારત ચાતક,
પીયુ પીયુ કોકિલ કંઠ ઘીરા.

તહુ ગડડ ગડડ નભ હોત ગડાકા
ને ઘણણણ ગિરિવર શિખર દડે
સૌ રૂમઝૂમ રૂમઝૂમ બરસત બરસા
ગડડ ગડડ ઘન ઘોર ગરજે .

56 replies on “ફાગણ ફોરમતો આયો…”

  1. જયશ્રીબેન,
    અનાયાસેજ original version of “ફાગણ ફોરમતો આયો”, સુમન કલ્યાણપુરના સ્વરમાં મળ્યું છે. આપનું email ID મોકલશો જેથી ગીત શેયર કરી શકું !
    અમિત ન. ત્રિવેદી
    વડોદરા
    2021-03-29
    +91 98 240 77451

  2. જયશ્રીબેન,
    વર્ષો પછી, અનાયાસે, original version: સુમન કલ્યાણપુરે ગાયેલ “ફાગણ ફોરમતો આયો” મળ્યું છે.
    ગીત શેયર કરવા માટે તમારૂં emai id મોકલશો.(my official / professional email id has expired, so I am unable to trace yours from archives)
    – અમિત ન. ત્રિવેદી
    વડોદરા
    2021-03-29
    +91 9824077451

Leave a Reply to Indu Shukla Cancel reply

Your email address will not be published. Required fields are marked *